રવિચન્દ્રન અશ્વિનનું નામ પણ સૌથી વધારે વિકેટ લેનારા બોલરમાં સામેલ - ચેન્નઈ
ભારતની જમીન પર જ સૌથી વધારે વિકેટ ઝડપવામાં હવે રવિચન્દ્રન અશ્વિનનું નામ પણ સામેલ થઈ ગયું છે. ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી જ ઈનિંગમાં આર એશ્વિને પાંચ વિકેટ ઝડપી લીધી હતી. આ સાથે અશ્વિને ભારતમાં જ 268 વિકેટ લઈ હરભજન સિંઘનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતીટ ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંઘે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, તમે ચેમ્પિયન છો અશ્વિન. હું પ્રાર્થના કરું છું કે તમે આનાથી પણ મોટા રેકોર્ડ બનાવતા રહો અને રમતા રહો. તમને ઘણી બધી તાકાત મળે ભાઈ.
- સૌથી વધારે વિકેટ ઝડપનારા બોલરમાં હવે આર. અશ્વિન પણ સામેલ
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આર. અશ્વિને પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી
- અશ્વિન હરભજન સિંઘને પછાડીને ભારતમાં જ સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો બોલર બની ગયો છે
હૈદરાબાદઃ ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ દરમિયાન બીજા દિવસે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓફ સ્પિનર બોલર રવિચન્દ્ર અશ્વિને પહેલી જ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી લીધી હતી. આ સાથે અશ્વિન હરભજન સિંઘને પછાડીને ભારતમાં જ સૌથી વધારે ટેસ્ટ વિકેટ લેનારો બોલર બની ગયો છે.
સૌથી વધારે 350 વિકેટ લેવાનો રેકોર્ડ હજી પણ અનિલ કુંબલેના નામે
ઈંગ્લેન્ડની ઈનિંગમાં બેન સ્ટોક્સને આઉટ કરવાની સાથે જ અશ્વિન ભારતમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર બની યો છે. અશ્વિનથી પહેલા હરભજન સિંઘે 28.76 સરેરાશ સાથે ભારતીય મેદાનો પર 265 વિકેટ લીધા હતા. અને હવે અશ્વિન 22.54ની સરેરાશ સાથે 268 વિકેટ લઈ બીજા સ્થાને આવી ગયો છે. પહેલા સ્થાન પર પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેનું નામ આવે છે. કુંબલેએ 24.88ની સરેરાશ સાથે ભારતમાં 350 વિકેટ લીધી છે. હરભજનનો આ મોટો રેકોર્ડ તોડ્યા પછી અશ્વિને કહ્યું, એક સમયે મારા સાથી ખેલાડી મારી મજાક ઉડાવતા હતા કે હું હરભજનની જેમ બોલિંગ કર્યું છે. હવે મને આ અંગે ખબર પડી તો ખૂબ જ ખુશી થઈ રહી છે. માફ કરે, ભજ્જૂ પા.
અશ્વિનનું નિવેદન સાંભળ્યા બાદ હરભજન સિંઘે ટ્વિટ કર્યું
આર. અશ્વિનનું નિવેદન સાંભળ્યા પછી હરભજન સિંઘે ટ્વિટ કરી કહ્યું હતું કે, તમે ચેમ્પિયન છો અશ્વિન. હું પ્રાર્થના કરું છું કે તમે આનાથી પણ મોટા રેકોર્ડ બનાવતા રહો અને રમતા રહો. તમને ઘણી બધી તાકાત મળે ભાઈ.