- સોનીપતના ગનૌરમાં બની ગંભીર ઘટના
- શાળાની ગંભીર બેદરકારી આવી સામે
- પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
સોનીપત, હરિયાણા : ગનૌર નજીક આવેલી જીવાનંદ સ્કૂલની છત તૂટી પડતા શાળામાં અભ્યાસ કરતા 25 જેટલા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે (25 students injured). આ સાથે ઘટનામાં ત્રણ મજૂરો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, શાળાની છતનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, આથી બાંધકામ દરમિયાન અચાનક છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેમાં 25 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ઇજા પહોંચી હતી.
ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા
આ અકસ્માતમાં કેટલાક વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેમને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ ઉપરાંત વધુ ઈજીગ્રસ્ત બાળકોની ગનૌરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્તોમાં 5 વિદ્યાર્થીઓની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમને સારવાર માટે ખાનપુર PGIમાં રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળ્યા બાદ ગનૌર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી.
છતનું કામ ચાલું હોવા છતા વિદ્યાર્થીઓને નીચે બેસાડ્યા હતા
આ સમગ્ર મામલે શાળા પ્રશાસનની બેદરકારી સામે આવી છે, જ્યારે છતનું બાંધકામ ચાલી રહ્યું હતું, ત્યારે વિદ્યાર્થીઓ તેની નીચે કેમ બેસાડવામાં આવ્યા ? શાળા પ્રશાસન હજુ પણ આ પ્રશ્ન પર મૌન છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોનીપતના ગનૌર સ્થિત જીવાનંદ સ્કૂલની છત વરસાદને કારણે જર્જરિત બની ગઈ હતી. આથી, બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. જે વર્ગમાં છાપરાનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું, તેની છત નીચે વિદ્યાર્થીઓનો વર્ગ રાખવામાં આવ્યો હતો. આથી સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આવી હતી. ગનૌર SDMએ કહ્યું કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ સુરતમાં પણ દિવાલ પડવાની બની હતી ઘટના
આ અગાઉ, ઓલપાડના એરથાણ ગામે હળપતિ વાસમાં 15 વર્ષ જુના બે સરકારી આવાસ ધરાશાયી થઈ જવાની ઘટના બની હતી,પરિવાર ઘરોમાં સૂતો હતો તે દરમિયાન જર્જરિત એક મકાનની દીવાલ પડી જતા બાજુ દીવાલને ધક્કો લાગતા બન્ને ઘરની દીવાલ તેમજ પતરા પડી જતા બન્ને ઘરમાં સુતેલા 4-4 સભ્યો દબાઈ ગયા હતા, ઘટનાની જાણ આજુબાજુમાં રહેતા રહીશોને થતા તેઓ તાત્કાલિક આવી ગયા હતા અને દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા જેમાં 3 વર્ષીય બાળકીનું કરુણ મૃત્યું થયુ હતું, જ્યારે ઇરજાગ્રસ્ત સભ્યોને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: