ETV Bharat / bharat

આજે World Car-Free day: કેમ ઉજવાય છે આ દિવસ? જાણો

author img

By

Published : Sep 22, 2021, 8:51 AM IST

Updated : Sep 22, 2021, 9:00 AM IST

છેલ્લા 21 વર્ષોથી 22 સપ્ટેમ્બરના દિવસે 'વર્લ્ડ કાર ફ્રી ડે'ની ઉજવણી કરવામાં આવે છે. આનો પ્રાથમિક ઉદ્દેશ ખાનગી કારના ઉપયોગ અંગે લોકોની ધારણા બદલવા અને ઘોંઘાટ તેમ જ મોટર વાહનથી થતા વાયુ પ્રદૂષણને ઓછું કરવાનો છે. દર વર્ષે આ દિવસે આયોજક એક વિશેષ થીમને પસંદ કરે છે અને સાઈકલ ચલાવવા, કારપુલિંગ અને પગપાળા ચાલવાના અનેક લાભ અંગે જાગૃતિ ફેલાવે છે. આ એક દિવસ માટે મોટર ચાલકોને પોતાની કાર ન ચલાવવાનો પણ અનુરોધ કરવામાં આવે છે.

World Car-Free day
World Car-Free day
  • છેલ્લા 21 વર્ષોથી 22 સપ્ટેમ્બરના દિવસે 'વર્લ્ડ કાર ફ્રી ડે'ની ઉજવણી કરવામાં આવે છે
  • વિશ્વભરના શહેર સંગઠિત અને અલગ અલગ કાર-ફ્રી ડેની પ્રવૃત્તિઓનું આયોજન કરે છે
  • આ દિવસે અલગ અલગ કામને ચલાવવા માટે પગપાળા કે સાઈકલ ચલાવવાનો વિકલ્પ પસંદ કરે છે

હૈદરાબાદઃ વિશ્વભરના શહેર સંગઠિત અને અલગ અલગ કાર-ફ્રી ડેની પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. આમાં એવા લોકો સામેલ થાય છે, જે પોતાની કારને ઘર પર છોડી દે છે અને આ સિવાય અલગ અલગ કામને ચલાવવા માટે પગપાળા કે સાઈકલ ચલાવવાનો વિકલ્પ પસંદ કરે છે.

આ પણ વાંચો- આજે વર્લ્ડ રોઝ ડે 2021: 12 વર્ષની છોકરી મેલિન્ડા રોઝની યાદમાં ઉજવવામાં આવે છે

વર્લ્ડ કાર ફ્રી ડેનો ઉદ્દેશ

આ દિવસનો ઉદ્દેશ શહેરોમાં મોટર વાહનથી થતા વાયુ પ્રદૂષણને ઓછું કરી પર્યાવરણની રક્ષા કરવાનો છે. આ સિવાય તેમનામાં ખાનગી કારો પર નિર્ભરતાની જગ્યાએ તેમને યાત્રાના વૈકલ્પિક સાધનોને અપનાવવાના મહત્ત્વ અંગે જાગૃતિ વધારવાનો છે.

આ પણ વાંચો- આજે World Gratitude Day, જે લોકોના આભારી હોઈએ તેમને 'Thank you' કહેવાનો દિવસ

વર્લ્ડ કાર ફ્રી ડેનો ઈતિહાસ

જોકે, 1990ના દાયકામાં અનૌપચારિક રીતે વર્લ્ડ કાર ફ્રી ડે ઉજવવામાં આવ્યો હતો, પરંતુ પહેલો સત્તાવાર વર્લ્ડ કાર ફ્રી ડે વર્ષ 2000માં શરૂ થયો હતો. આપને જણાવી દઈએ કે, આ દિવસે બોગોટા અને જકાર્તા જેવા મોટા મોટા શહેરો પોતાના કેન્દ્રિય રસ્તોને બંધ કરી દે છે. આ સિવાય વિશ્વભરમાં આવા પ્રકારના નાના-મોટા કાર્યક્રમો પણ થાય છે.

વર્લ્ડ કાર ફ્રી ડેને ઉજવવાનું કારણ

સંશોધનથી જાણવા મળ્યું હતું કે, મોટર વાહનોથી વાયુ મંડળમાં ગેસ ઉત્સર્જનનું સ્તર વધે છે. જ્યારે આપણા સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરીએ છીએ અને પોતાની ખાનગી કારોને ઘર પર છોડીએ છીએ. તો રસ્તા પર કારોની સંખ્યા ઓછી થઈ જાય છે, જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણ પણ ઓછું થાય છે. આ ટ્રાફિક જામ અને રોડ પેકને પણ ઓછો કરી દે છે. આનાથી તમામ લોકોને આવવાજવામાં સરળતા અને સુવિધા રહે છે.

એટલું જ નહીં, પરંતુ જ્યારે આપણે સાઈકલનો ઉપયોગ કરીએ છીએ. અથવા જ્યાં જવું હોય ત્યાં પગપાળા જઈએ છીએ તો આપણને પ્રકૃતિનો આનંદ લેવાની તક મળે છે. ખાનગી વાહન ધ્વની પ્રદૂષણ ફેલાવે છે, જેનાથી પક્ષીઓ અને અન્ય પ્રાણીઓનો અવાજ સાંભળવાથી વંચિત રહી જઈએ છીએ.

પરિવહનના કારણે વાયુ પ્રદૂષણ

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, વર્ષ 2016માં માત્ર આસપાસના વાયુ પ્રદૂષણના કારણે લગભગ 4.2 મિલિયન લોકોના મોત થયા હતા. અશ્મિભૂત ઇંધણ પરિવહન (Transport fossil fuels) CO2 ઉત્સર્જનનો સૌથી મોટો સ્ત્રોત પણ છે, જે જળવાયુ પરિવર્તનમાં સૌથી મોટું યોગદાનકર્તા છે.

ભારતમાં વાહનોથી થતું પ્રદૂષણ

વાયુ પ્રદૂષણ શહેરોની ગંભીર પર્યાવરણીય ચિંતાઓમાંથી એક છે, જ્યાં મોટાભાગની વસતી ખરાબ વાયુ ગુણવત્તાના સંપર્કમાં છે. ભારતમાં ઝડપથી થઈ રહેલા શહેરીકરણના કારણે મોટર વાહનોની સંખ્યામાં જોરદાર વૃદ્ધિ થઈ છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જઈ રહી છે અને પરિણામસ્વરૂપે ભીડ વધે છે. વાહન હવે શહેરી ભારતમાં વાયુ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત બની રહ્યો છે.

દેશે શહેરોમાં વાયુ ગુણવત્તામાં સુધારા માટે અનેક ઉપાય કર્યા છે. આમાં ઈંધણની ગુણવત્તામાં સુધારો, આવશ્યક કાયદા બનાવવા અને વાહન ઉત્સર્જન સ્ટાન્ડર્ડને લાગુ કરવા, વધુ સારું ટ્રાફિક આયોજન યોજના અને મેનેજમેન્ટ વગેરે સામેલ છે.

વાયુ પ્રદૂષણના કારણે ભારતમાં મોત

લેસેન્ટ પ્લેનેટરી હેલ્થ (Lancet Planetary Health)માં 22 ડિસેમ્બર, 2020ના દિવસે પ્રકાશિત થયેલા આંકડા અનુસાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં ભારતમાં વાયુ પ્રદૂષણના કારણે થનારી 50 ટકાથી વધુ મોત થાય છે. આ સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં વાયુ પ્રદૂષણના કારણે ઓછામાં ઓછા 3,49,000 લોકોના મોત થયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન રાજ્ય સૌથી વધુ ખરાબ રીત અસરગ્રસ્ત છે.

વિશ્વના 30 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંથી 22 ભારતના છે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમા NO2 પ્રદૂષણમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. NO2 એક ખતરનાક વાયુ પ્રદૂષક છે, જે ઈંધણના બળવાથી નીકળે છે. જે રીતે મોટા ભાગના મોટર વાહનો, વીજળી ઉત્પાદન અને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં થાય છે. NO2ના સંપર્કમાં આવવાથી તમામ ઉંમરના લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે, જેમાં શ્વસન અને સંચાર પ્રણાલી અને મસ્તિષ્ક સામેલ છે. આનાથી હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુદરમાં વૃદ્ધિ થાય છે.

ગ્રીનપીસ ઈન્ડિયા (Greenpeace India)એ 7 જુલાઈ 2021ના દિવસે જાહેર કરેલા બિહાઈન્ડ ધ સ્મોકસ્ક્રિન (Behind the Smokescreen) શીર્ષકના એક નવા રિપોર્ટથી જાણવા મળ્યું હતું કે, કોરોનાના કારણે પ્રારંભિક રાષ્ટ્રવ્યાપી તાળાબંધીના એક વર્ષ પછી ભારતના 8 સૌથી વધુ વસતી ધરાવતા રાજ્યોની રાજધાનીઓમાં NO2 (નાઈટ્રોજન ઓક્સાઈડ) પ્રદૂષણ વધી ગયું છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાતા, જયપુર અને લખનઉમાં, દિલ્હીમાં, એપ્રિલ 2020 અને એપ્રિલ 2021ની વચ્ચે વધુ વૃદ્ધિ જોવા મળી છે.

સેટેલાઈટ ઓબ્ઝર્વેશનના મતે, દિલ્હીમાં એપ્રિલ 2020થી એપ્રિલ 2021ની વચ્ચે NO2 પ્રદૂષણ વધીને 125 ટકા થઈ ગયું છે. જ્યારે રાજધાનીની સરખામણીમાં વધુ સારી, અન્ય ભારતીય શહેરોમાં NO2ના સ્તરમાં સમાન રીતે ચિંતાજનક વધારો થયો છે. ગયા વર્ષે આ મહિનાની સરખામણીમાં એપ્રિલ 2021માં મુંબઈનું NO2 વાયુ પ્રદૂષણ 52 ટકા વધુ, બેંગ્લોર 90 ટકા, હૈદરાબાદમાં 69 ટકા, ચેન્નઈમાં 94 ટકા, કોલકાતામાં 11 ટકા, જયપુરમાં 47 ટકા અને લખનઉમાં 32 ટકા વધુ હતું.

Last Updated : Sep 22, 2021, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.