ETV Bharat / bharat

મહારાષ્ટ્રના બીડમાં એક એમ્બ્યુલન્સમાં 22 મૃતદેહો, હોસ્પિટલે કહ્યું - કોઈ પૂરતી વ્યવસ્થા નથી

કોરોના સંક્રમણના વધારા સાથે જ મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં હાલની સિસ્ટમ અપૂરતી સાબિત થઈ રહી છે. મહારાષ્ટ્રની સમાન એમ્બ્યુલન્સમાં 22 શબને ભરીને સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ મેનેજમેંટનું કહેવું છે કે, તેમની પાસે પૂરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ નથી.

Maharashtra News
Maharashtra News
author img

By

Published : Apr 27, 2021, 7:52 PM IST

Updated : Apr 27, 2021, 9:12 PM IST

  • બીડ જિલ્લામાં એક દુ:ખદ ઘટના સામે આવી
  • 22 લોકોના મૃતદેહને એક જ એમ્બ્યુલન્સમાં ભરીને સ્મશાનગૃહમાં લઈ જવાનો મામલો સામે આવ્યો
  • જિલ્લા વહીવટી તંત્રએ એમ્બ્યુલન્સના અભાવનું કારણ દર્શાવ્યું

મુંબઈ: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કોરોનાથી જીવ ગુમાવનારા 22 લોકોના મૃતદેહને એક જ એમ્બ્યુલન્સમાં ભરીને સ્મશાનગૃહમાં લઈ જવાનો મામલો સામે આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ એમ્બ્યુલન્સનો અભાવ પણ એક કારણ હોવાનું જણાવ્યું છે. રવિવારે રાત્રે આ બનાવ બન્યો હતો, જ્યારે બીડની અંબાજોગાઇ સ્થિત સ્વામી રામાનંદ તીર્થ ગ્રામીણ સરકારી મેડિકલ કોલેજના સ્મશાનમાં રાખવામાં આવેલા મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર: એક એમ્બ્યુલન્સમાં 22 મૃતદેહો

બે એમ્બ્યુલન્સમાં કોવિડ- 19ના દર્દીઓ લાવવામાં તથા લઈ જવામાં આવી રહ્યા છે : ડૉ. શિવાજી શુક્રે

મેડિકલ કોલેજના ડીન ડૉ. શિવાજી શુક્રેએ આજે મંગળવારે જણાવ્યું હતું કે, "હોસ્પિટલ વહીવટીતંત્ર પાસે પૂરતી એમ્બ્યુલન્સ નથી, જેના કારણે આ બન્યું છે." વધુમાં તેમણે જણાવ્યું છે કે, ગયા વર્ષે કોવિડ- 19ના પહેલા તબક્કામાં તેમની પાસે પાંચ એમ્બ્યુલન્સ હતી. તેમાંથી ત્રણને પાછળથી પરત લાવવામાં આવી હતી અને હવે હોસ્પિટલમાં બે એમ્બ્યુલન્સમાં કોવિડ- 19ના દર્દીઓ લાવવામાં તથા લઈ જવામાં આવી રહ્યા છે.

એમ્બ્યુલન્સ
એમ્બ્યુલન્સ

વધુ ત્રણ એમ્બ્યુલન્સ પૂરી પાડવા 17 માર્ચે અધિકારીએ જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખ્યો હતો

અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલીકવાર મૃતકોના સંબંધીઓને શોધવામાં સમય લાગે છે. કોલ્ડ સ્ટોરેજ ન હોવાથી લોખંડી સાવરગાંવના કોવિડ- 19 કેન્દ્રથી મૃતદેહને પણ અમારી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, તેમણે વધુ ત્રણ એમ્બ્યુલન્સ પૂરી પાડવા 17 માર્ચે જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, "અવ્યવસ્થાથી બચવા માટે અમે અંબાજોગાઇ મ્યુનિસિપલ કાઉન્સિલને પત્ર લખીને સવારે 8થી 10 વાગ્યા સુધી અંતિમ સંસ્કાર કરવાની અને હોસ્પિટલના વૉર્ડમાંથી જ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન મોકલવાની માગ કરી હતી."

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં એક વ્યક્તિએ કોરોનાને હરાવ્યા પછી જીતી 5 કરોડની લોટરી

હોસ્પિટલ અને સ્થાનિક નગરપાલિકા એકબીજાને દોષી ઠેરવવામાં વ્યસ્ત : સુરેશ ઢાસ

આ દરમિયાન ભાજપ મ્યુનિસિપલ કાઉન્સિલર સુરેશ ઢાસનો આરોપ છે કે, હોસ્પિટલ અને સ્થાનિક નગરપાલિકા એકબીજાને દોષી ઠેરવવામાં વ્યસ્ત છે.

સ્મશાન ગૃહ પર મૃતકોને લઈ જવાની જવાબદારી મેડિકલ કોલેજની છે : અશોક સાબેલ

અંબાજોગાઈ મ્યુનિસિપલ કાઉન્સિલના ચીફ ઓફિસર અશોક સાબેલે જણાવ્યું હતું કે, માંડવા રોડ પર આવેલા કોવિડ- 19 સ્મશાન ગૃહ પર મૃતકોને લઈ જવાની જવાબદારી મેડિકલ કોલેજની છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'અમારી ટીમો સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરી રહી છે. સોમવારે આ મુદ્દે એક બેઠક મળી હતી, જેમાં મેડિકલ કોલેજના ડીને જણાવ્યું હતું કે, તેમની પાસે પૂરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ નથી. જો આ જ સમસ્યા છે, તો શું તેમણે તેમની સિસ્ટમની સમીક્ષા કરી નથી ? તેમણે તેના પર કેમ કામ કર્યું નથી? '

આ પણ વાંચો : મહારાષ્ટ્રે 7 રાજ્યોને સંવેદનશીલ સ્થળ જાહેર કર્યા

આ ઘટના અંગે સિટી કાઉન્સિલના પ્રમુખ રાજકિશોરે પણ ચિંતા વ્યક્ત કરી

સિટી કાઉન્સિલના પ્રમુખ રાજકિશોર ઉર્ફે પાપા મોદીએ પણ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, એક જ દિવસે બીજી એમ્બ્યુલન્સમાં આઠ મૃતદેહને સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, 'અમે મેડિકલ કોલેજને એમ્બ્યુલન્સ આપી રહ્યા છીએ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અન્ય બે એમ્બ્યુલન્સ આપવામાં આવશે.

Last Updated : Apr 27, 2021, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.