ETV Bharat / state

ફાયદાકારી 'ફિંગર મિલેટ', આદિવાસી સમાજનું પરંપરાગત ભોજન રાગીના રોટલા અને અડદનું શાક - FINGER MILLET

આદિવાસી સમાજનો પરંપરાગત ખોરાક નાગલીના રોટલા અને અડદની દાળના અઢળક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. અહીં જાણીશું વિસ્તારથી.

ફાયદાકારી 'ફિંગર મિલેટ'
ફાયદાકારી 'ફિંગર મિલેટ' (Etv Bharat Graphics)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2024, 8:06 PM IST

વલસાડ: ભારતીય આદીવાસી સમાજ, ખાસ કરીને વલસાડ જીલ્લા અને દક્ષિણ ગુજરાતના આદીવાસી લોકો, પોતાના પરંપરાગત ભોજન એટલે કે, મીલેટનો વર્ષોથી પોતાના દૈનિક ખોરાકમાં ઉપયોગ કરી રહ્યા છે. વડીલો વર્ષોથી તેના ફાયદાઓ જાણતા હતા જેથી આજે પણ લોકોએ તેને રસોડામાં સ્થાન આપીને આ પરંપરાને જાળવી રાખી છે.

આદીવાસી સમુદાયમાં ફિંગર મિલેટ મુખ્ય ખોરાક

વલસાડ જીલ્લાના આદીવાસી ગામોમાં રાગી (ફિંગર મિલેટ) અને અડદની દાળ મુખ્ય ખોરાક તરીકે લેવામાં આવે છે. આ ખોરાક ન માત્ર પોષક હોય છે, પરંતુ આદિવાસીઓ માટે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખુબ મહત્વપૂર્ણ છે. આદિવાસી સમાજના લોકો મોટા ભાગે મજૂરી કામ કરતા હોવાના કારણે ભારે મહેનત કરવી તેમની દૈનિક પ્રવૃતિનો એક ભાગ છે. ત્યારે નાગલી એટલે કે રાગીના સેવનથી લોકોના સ્નાયુ અને હાડકાઓ મજબુત રહે તે માટે પ્રોટીન અને ફાયબર યુક્ત ખોરાકની અછત પૂર્ણ કરવા નાગલી (રાગી)નો ઉપયોગ કરતા રહે છે અને આજે પણ આહાર તેમના જીવનનો એક ભાગ બની રહ્યો છે.

આદિવાસી સમાજનું પરંપરાગત ભોજન રાગીના રોટલા અને અડદનું શાક (Etv Bharat Gujarat)

રાગી (ફિંગર મિલેટ)ના ફાયદા: રાગી કે જેને ફિંગર મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, દક્ષિણ અને મધ્ય ભારતમાં તે ખૂબજ લોકપ્રિય છે, રાગીના રોટલાની ખાસિયત એ છે કે તે મગજ, હાડકાં, હૃદય અને પાચન તંત્ર માટે ખૂબ લાભદાયક છે. રાગી વિટામિન B, આલ્ફા-અમિનો એસિડ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફોરસ અને ઍન્ટિ-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. આ તમામ પોષક તત્વો શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. જ્યારે અડદની દાળ એ એક પરંપરાગત પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત છે. આ દાળમાં ઉચ્ચ પ્રમાણમાં ફાઇબર, વિટામિન B, આયરન અને મૅગ્નીઝિયમ જેવા પોષક તત્વો હોવાથી તે પાચનવ્યવસ્થા અને મેટાબોલિઝમને શ્રેષ્ઠ બનાવે છે. તેથી, આ દાળ આદીવાસી લોકોના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે. વલસાડ જીલ્લામાં આદીવાસી સમાજ ખાસ કરીને ડાંગર (ચોખા) નો ઉપયોગ પણ વ્યાપક પ્રમાણમાં કરે છે. ચોખાના પૂડા અથવા દાણાનો ઉપયોગ સામાન્ય રીતે ભાત, ખીચડી, ખીલ અથવા ખમણ જેવો આહાર બનાવવા માટે કરે છે. તે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્રોત છે. આ બધું મળીને આદર્શ આહારનો સંકલન બનાવે છે, જે પોષણ વિજ્ઞાનની દ્રષ્ટિએ એક સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે.

ફાયદાકારી 'ફિંગર મિલેટ'
ફાયદાકારી 'ફિંગર મિલેટ' (Etv Bharat Gujarat)

આદીવાસી સમાજનું પરંપરાગત ભોજન: આદીવાસી સમાજ પોતાના ભોજનને વધુમાં વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે મરચા અને લસણ-મરચાની ચટણીનો ઉપયોગ પણ ખુબ કરે છે. તવા પર સેકેલા મરચાં ખાસ કરીને સ્વાદ માટે અથવા પાચન માટે લાભદાયક હોય છે. મરચાં પાચનમાં ઠંડી લાવતાં અને શરીરનું આરોગ્ય સુધારતાં હોય છે. લસણ મરચાની ચટણીમાં એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોઈ છે, જે સાંધા અને પાચન તંત્ર માટે ઉત્તમ છે. આ ઉપરાંત રાગીના રાગીના આરોગ્ય વિશેષક ફાયદાની વાત કરીએ તો રાગીના સેવનથી હાડકાં મજબૂત બને છે. રાગી શરીરમાં હાડકાંની દુર્બળતાને રોકી શકે છે, ખાસ કરીને ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગોથી બચાવે છે. આ ઉપરાંત મીલેટનું ગ્લાઈસેમિક ઇન્ડેક્સ હોવા છતાં, તે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક બની શકે છે. રાગી અને અડદની દાળમાં જરૂરી મિનરલ્સ અને ફેટ હોય છે, જે હૃદયના આરોગ્યને મજબૂત બનાવે છે.

વલસાડ જીલ્લાના આદીવાસી સમાજનો પરંપરાગત ખોરાક, રાગી, અડદની દાળ, ચોખા, મરચા અને લસણ મરચાની ચટણી, આ સમયે એક સંપૂર્ણ પોષણયુક્ત અને આરોગ્યપ્રદ વિકલ્પ તરીકે ખુબ આગળ વઘી રહ્યો છે. આ પરંપરાગત ખોરાક આજની આધુનિક જીવનશૈલી અને પોષણમાં સૌથી શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યું છે.

અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું કચ્છનું આ ગામ, ગૌચર માટે 200 એકર જમીન ફાળવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.