ETV Bharat / bharat

ફિઝિયોલોજી પર નોબેલ પુરસ્કાર 2021 જાહેર, ડેવિડ જુલિયસ અને આર્ડેમ પેટપૌટિયનનો સમાવેશ - નોબેલ પુરસ્કાર 2021

ડેવિડ જુલિયસ(David Julius) અને આર્ડેમ પટાપૌટિયન(Ardem Patapoutian)ને સંયુક્ત રીતે ફિઝિયોલોજીમાં નોબેલ 2021 નો પુરસ્કાર મળ્યો છે. સ્ટોકહોમની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ(Karolinska Institute)ની પેનલ દ્વારા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી.

2021 NOBEL PRIZE IN PHYSIOLOGY AWARDED
ફિઝિયોલોજીમાં પર નોબેલ પુરસ્કાર 2021 જાહેર
author img

By

Published : Oct 4, 2021, 5:04 PM IST

  • ફિઝિયોલોજીમાં નોબેલ પુરસ્કાર 2021 ની જાહેરાત કરાઈ
  • ડેવિડ જુલિયસ અને આર્ડેમ પટાપૌટિયનને મળ્યો એવોર્ડ
  • નોબેલ પુરસ્કારના વિજેતાઓને ગોલ્ડ મેડલ અપાયો

હૈદરાબાદ : ડેવિડ જુલિયસ(David Julius) અને આર્ડેમ પટાપૌટિયન(Ardem Patapoutian)ને સંયુક્ત રીતે ફિઝિયોલોજીમાં નોબેલ 2021 નો પુરસ્કાર મળ્યો છે. તાપમાન અને સ્પર્શ માટે રીસેપ્ટર્સ(receptors for temperature and touch)ની શોધ માટે તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે.

કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પુરસ્કારોની જાહેરાત

સ્ટોકહોમ(Stockholm)ની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ(Karolinska Institute)ની પેનલ દ્વારા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે નોબેલ એસેમ્બલીના સભ્ય અને ફિઝિયોલોજીના પ્રોફેસર જુલિયન ઝિરેથે(Juleen Zierath) કહ્યું કે, તે એવી શોધ શોધી રહી છે જેનાથી માનવજાતને ફાયદો થયો છે.

2020માં મેડિસિનમાં ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો હતો

મેડિસિન ઉપરાંત ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રમાં પણ નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આ એવોર્ડ મેડિસિનમાં ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો હતો. આ વૈજ્ઞાનિકોએ હિપેટાઇટિસ સી વાયરસની શોધ કરી જે લીવરને નુકસાન પહોંચાડે છે. આ એક એવી સફળતા હતી, જેના કારણે આ જીવલેણ રોગનો ઈલાજ શક્ય હતો.

11.40 લાખ ડોલરનું ઈનામ

નોંધનીય છે કે, નોબેલ પુરસ્કારના વિજેતાને ગોલ્ડ મેડલ અને 10 મિલિયન સ્વીડિશ ક્રોનોરની ઇનામી રકમ (11.40 લાખ ડોલર) મળે છે. આ ઇનામની રકમ આલ્ફ્રેડ નોબેલની વસિયતમાંથી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 1895 માં આલ્ફ્રેડનું અવસાન થયું હતું.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.