- દિલ્હીની સેંટ સ્ટીફેંસ કોલેજના 13 વિદ્યાર્થી કોરોના સંક્રમિત
- વિદ્યાર્થીઓ ગયા હતા ડેલીહાઉસીના પ્રવાસે
- હોસ્ટેલમાં કડક કરવામાં આવ્યા નિયમો
નવી દિલ્હી : દિલ્હી વિશ્વવિદ્યાલયથી સંબધીત સેંટ સ્ટીફેંસ કોલેજની હોસ્ટેલમા રહેતા 13 વિદ્યાર્થીઓ અને 2 અધિકારીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. હાલમાં જ 40 વિદ્યાર્થીઓ ડેલહાઉસીના પ્રવાસે ગયા હતા.
13 વિદ્યાર્થીઓ સંક્રમિત
સેંટ સ્ટીફેંસ કોલેજના આચાર્ય જોન વર્ગિસે કહ્યું કે 13 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાની જાણકારી મળી છે, તેમણે કહ્યું કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે બીજા લોકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય.
આ પણ વાંચો : મહેસાણા કોર્ટમાં કોરોનાનો ફરી પગ પેસારો, 15 દિવસ માટે કામકાજ બંધ કરવા નિર્ણય
જરૂરી સાવધાની માટે કડક કરવામાં આવ્યા નિયમો
આચાર્ય વર્ગિસએ કહ્યું કે ડિન ઓફિસની તરફથી જરૂરી સાવધાની માટે દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા છે, સાથે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને સોશ્યલ ડિસ્ટસિંગનું કડકાઈથી પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય, રજાના દિવસે પણ કોરોના રસીકરણ કરાશે
દર વર્ષે થાય છે પ્રવાસનું આયોજન
અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ 40 વિદ્યાર્થીઓનું એક સમૂહ જેમાં 25 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હતા, જે બધા 31 માર્ચે પરત આવ્યા હતા, દર વર્ષે આવા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે