ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશ : છિછની ગામના તળાવમાંથી બે બહેનોનો મૃતદેહ મળ્યા - પ્રથમિક તપાસ

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના અસોથર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા છિછની ગામમાં બે બહેનોના મૃતદેહ તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પ્રથમિક તપાસ બાદ પોલીસ બન્ને બહેનોના તળાવમાં ડૂબી જવાને મોતનું કારણ જણાવ્યું હતું. જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થયું છે.

ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ
author img

By

Published : Nov 18, 2020, 3:27 AM IST

  • છિછની ગામના તળાવમાંથી શંકાસ્પદ સંજોગોમાં બે બહેનોના મૃતદેહો મળી આવ્યા
  • પ્રયાગરાજ ઝોનના IG કે. પી. સિંહે પણ છિછની ગામની મુલાકાત લીધી
  • તળાવમાં ડૂબી જવાથી બન્ને બહેનોનું મોત થયું

ઉત્તર પ્રદેશ : આસોથર પોલીસ મથકના હદ વિસ્તારના છિછની ગામના તળાવમાંથી શંકાસ્પદ સંજોગોમાં બે બહેનોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ બન્ને બહેનોનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. જોકે, પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે, દુષ્કર્મ બાદ બન્ને બહેનોની હત્યા કરવામાં આવી છે. જે બાદ તેમના મૃતદેહને તળાવમાં ફેંકી દેવામાં આવ્યા છે.

ગામમાં તંગદિલી સર્જાઇ

સોમવારે બન્ને બહેનોના મૃતદેહ મળી આવતા ગામમાં તંગદિલી સર્જાઇ હતી. જે કારણે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતા પ્રયાગરાજ ઝોનના IG કે. પી. સિંહે પણ છિછની ગામની મુલાકાત લીધી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટની વિગતો

આ મામલે પોલીસ અધિક્ષક પ્રશાંત વર્માએ જણાવ્યું હતું કે, તળાવમાં ડૂબી જવાથી બન્ને બહેનોનું મોત થયું છે. આ કેસમાં કેટલીક ટીવી ચેનલ્સ અને સોશિયલ મીડિયામાં દુષ્કર્મ બાદ હત્યા થઇ હોવાના સમાચાર વહેતા થયા હતા. હવે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બન્ને બહેનોના મોતનું કારણ સ્પષ્ટ થઈ ગયું છે. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

અરાજકતા ફેલાવવામાં આવી રહી હતી

ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઇને બન્ને બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ 3 ડૉકટર્સની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તળાવમાં ડૂબી જવાથી બન્ને બહેનોનું મોત થયું છે. SP પ્રશાંત વર્માએ જણાવ્યું હતું કે, બન્ને બહેનોના મોતના કિસ્સામાં આંખો ફોડવા કે દોરડાથી બાંધવા જેવી ભ્રામક બાબતો ફેલાવવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જેમાંથી કોઇ બાબત સામે આવી નથી. ફક્ત ડૂબી જવાથી જ મોત થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.