ETV Bharat / bharat

શું તમે ક્યારેય એટલા વર્ષ જૂનું શૌચાલય જોયું છે? 1800 વર્ષ પહેલા આ રીતે થતો હતો મળ નિકાલ - બિહાર વૈશાલી મ્યુઝિયમ

સ્વચ્છ ભારત મિશનને લઈને સરકાર લોકોને જાગૃત કરી રહી છે. ખુલ્લામાં શૌચ મુક્ત ભારતનું સપનું સાકાર કરવા સરકાર પ્રયાસ કરે છે. પણ બિહારના વૈશાલી શહેરમાંથી આજથી 1800 વર્ષ પહેલા પણ શૌચાલયને લઈ જાગૃતિ (1800 Year Old Toilet Found In Vaishali) હતી એવા પુરાવા મળ્યા છે. વૈશાલી સંગ્રહાલયમાં (Vaishali Museum in Bihar) રાખવામાં આવેલું ટોયલેટ પેન એની સાક્ષી પૂરે છે. આ પેન જોવા માટે અનેક પ્રવાસીઓ અહીં મુલાકાત હેતું આવે છે.

બિહારના વૈશાલીમાંથી મળ્યું 1800 વર્ષ જૂનું શૌચાલય, જુદી જ રીતે થતો મળ નિકાલ

author img

By

Published : May 17, 2022, 6:48 PM IST

વૈશાલી: બિહારના વૈશાલી શહેરનો ઈતિહાસ (Vaishali city in Bihar) સમૃદ્ધ રહ્યો છે. ભગવાન બુદ્ધ અને મહાવીરે જે રસ્તો અહીંથી દર્શાવ્યો હતો એને આજે આખી દુનિયા અનુસરી રહી છે. કારણ કે વૈશાલી દુનિયા માટે એક ઉદાહરણ રૂપ છે. એ વાત પરથી સમજી શકાય છે કે 1800 વર્ષ પહેલા પણ અહીં લોકો શૌચાલયનો (1800 Year Old Toilet Found In Vaishali) ઉપયોગ કરતા હતા. સ્વચ્છતાને લઈને જાગૃત (Awareness for Cleaning) હતા. વૈશાલીના સંગ્રહાલયમાં 1800 વર્ષ જૂનુ એક ટોયલેટ પેન મૂકાવમાં આવ્યું છે. જે લોકોમાં કુતુહલતાનો વિષય બની પર રહ્યું છે.

બિહારના વૈશાલીમાંથી મળ્યું 1800 વર્ષ જૂનું શૌચાલય, જુદી જ રીતે થતો મળ નિકાલ

આ પણ વાંચો: ગ્રામ પંચાયત પાસે નાણાં ન હોવાથી સરપંચ કાઢે છે ફળોની હાટડી

જોઈને ચોંકી જશો: વૈશાલીના પુરાતત્ત્વ સંગ્રહાલયમાં દેશ વિદેશના લોકો આ 1800 વર્ષ જૂના શૌચાલયને જોવા માટે આવે છે. એક બાજુ સરકાર ખુલ્લામાં શૌચ ન કરવાને લઈને અભિયાન ચલાવી રહી છે. લોકોને જાગૃત કરી રહી છે. એવામાં પહેલી અને બીજી સદી વચ્ચેનું આ શૌચાલય વૈશાલીના સમૃદ્ધ ઈતિહાસના પુરાવા આપે છે. પહેલી અને બીજી સદી વચ્ચેનું શૌચાલય જોઈને લોકો નવાઈ પામે છે. આપણા દેશમાંથી પણ ઘણા પ્રવાસીઓ વૈશાલીમાં આવેલા આ મ્યુઝિયમમાં શૌચાલય જોવા આવે છે. શૌચાલય લોકોને પણ આકર્ષિત કરે છે.

આવું છે ટોયલેટપેન: આ ટોયલેટ પેનમાં અનેક પ્રકારની ખાસિયત છે. જોકે, આના પર એક રીસર્ચ ચાલી રહ્યું છે. જાણકારી અનસાર આ એક પેન ટેરાકોટાથી નિર્મિત છે. ત્રણ ભાગમાં મળી આવ્યું હતું. જ્યારે મળી આવ્યું ત્યારે તે તૂટેલું હતું. જેનો મહત્તમ વ્યાસ 88 સેમી અને પહોળાઈ 7 સેમી છે. ટોયલેટ પેનમાં બે છિદ્રો છે. એક છિદ્ર યુરિન અને બીજું મળ નિકાસ માટે બનાવ્યું હશે. પગ રાખવાની જગ્યાની લંબાઈ 24 સેમી છે પહોળાઈ 13 સેમી છે. આજના ઈન્ડિયન ટોયલેટ પેનની જેમ આમાં પણ બેસીને શૌચ કરવાની સુવિધા છે. એવું અનુમાન છે કે, આ ટોયલેટ પેનની નીચે રીંગ વેલ હશે અને એના થકી પાણી, મળ વગેરેનો નિકાલ થતો હશે. પેનની ડીઝાઈન પણ એવી રીતે તૈયાર કરાઈ છે કે એમાં કોઈ રીતે પાણી બહાર ન નીકળે. ચોક્કસ સ્થાન પર એનો નિકાલ થાય.

આ પણ વાંચો: ફડણવીસનો ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર, કહ્યું- હનુમાન ચાલીસા શરૂ થઈ ગઈ છે હવે...

ઇતિહાસ વિશે જાણવા મળશે: એલએનટી કૉલેજ મુઝફ્ફરપુરના પ્રોફેસર ડૉ. જયપ્રકાશે જણાવ્યું હતું કે, આ ગૌરવપ્રદ વસ્તુ છે. વૈશાલીમાં લોકો ઘણા લાંબા સમયથી સમૃદ્ધ રહ્યા હતા. સિંધુ ઘાટીમાં સભ્યતામાં સમૃદ્ધનગર જે વાત સામે આવી હતી. એ આ ટોયલેટ પેન પરથી જાણી શકાય છે. એવું કહી શકાય કે, વર્ષો પહેલા પણ શૌચને લઈને લોકો જાગૃત હતા. આ અંગે રીસર્ચ કરવાથી વૈશાલીના ઇતિહાસ સાથે જોડાયેલી વાત જાણવા મળશે.

સ્વસ્તિક આકારની મોનેસ્ટ્રીમાંથી મળ્યું: એવું જાણવા મળ્યું છે કે, વર્ષ 1971માં વૈશાલીમાં ખોદકામ દરમિયાન આ ટોયલેટ મળ્યું હતું. આ સાથે અન્ય દુર્લભ વસ્તુ પણ મળી હતી. આવી વસ્તુઓને સાચવવા માટે પુરાતત્ત્વ વિભાગે વૈશાલીમાં મ્યુઝિયમનું નિર્માણ કરાવ્યું હતું. જ્યારે મહાત્મા બુદ્ઘ, ભગવાન મહાવીર અને રાજા વિશાલ સાથે જોડાયેલા કેટલાક તત્ત્વોને સાચવી રખાયા છે. વૈશાલીના કુવામાંથી આ શૌચાલય મળી આવ્યું. ખોદકામ દરમિયાન સ્વસ્તિક આકારની એક મોનેસ્ટ્રીમાંથી આ મળ્યું હતું.

આ પણ વાંચો: લાઉડસ્પીકર વિવાદને કારણે ફૂલીફાલી રહ્યો છે કાશીના આ બજારનો ધંધો,આ છે કારણ

વૈશાલીથી સ્વચ્છતાનો સંદેશ: આ ટોયલેટ પેનના આકારને આધારે એવું અનુમાન લગાવી શકાય છે કે, ટેરાકોટા ટોયલેટ પેન છે. જાણકારો એવું માને છે કે, બૌદ્ધ ભિક્ષુની મોનેસ્ટ્રી જેમાં 12 રૂમ છે. એની સાથે જોડાયેલી વધુ એક વસ્તુ મળી છે. જેના દક્ષિણ દિશામાં આ શૌચાલય હતુ. આ એ જ શૌચાલય છે. એટલે જૂના જમાનામાં શૌચાલયના પ્રચાર પ્રસારનું સાક્ષી વૈશાલી શહેર રહ્યું છે. બૌદ્ઘ ભિક્ષુકાના આચાર વિચાર સંબંધીત કેટલાક નિયમો પણ હતા. જે પાલી ભાષામાં લખેલા છે. ઉપદેશ પણ છે. ભગવાન બુદ્ધના સમયનો શૌચાલયનો એક નાનકડો ટુકડો પણ ખાસ મહત્ત્વ ધરાવે છે.

શું કહે છે પ્રવાસી: પ્રવાસી નિધિ કુમારે કહ્યું હતું કે, હું મારા પરિવાર સાથે અહીં આવી છું. ભગવાન બુદ્ધના સમયનું શૌચાલય, સિક્કા અને વાસણ જેવી અનેક વસ્તુઓ જોઈ છે. આવી અદ્ભૂત વસ્તુ જોઈને ઘણું સારૂ લાગ્યું છે. ભારતમાં શૌચાલયનો ઇતિહાસ 300 વર્ષ જૂનો રહ્યો છે. જૂના જમાનામાં પણ શૌચાલયનો ઉપયોગ થતો હતો એવા પુરાવા મળી આવ્યા છે. જોકે, હકીકત એવી પણ છે કે, દિલ્હીમાં પણ એક શૌચાલયનું મ્યુઝિયમ છે. વૈશાલીમાંથી મળી આવેલું ટોયલેટ કુષાણ કાળનું છે. પછી શૌચાલયની પરંપરા ખતમ થઈ ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.