નવી દિલ્હી: ઉત્તર પૂર્વ દિલ્હીના કરાવલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષીય એક સગીરની ચાકુ મારીને હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે.. પોલીસે સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને કેસની તપાસ શરૂ કરી છે. નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી હત્યારાની ઓળખ થઈ શકે. મૃતક કિશોર દિલ્હી નજીક લોનીના અંકુર વિહાર વિસ્તારનો રહેવાસી હતો. મૃતકના ભાઈએ જણાવ્યું હતુ કે, મૃતક સગીર બુધવારે સાંજે તેની માતા માટે મીઠાઈ ખરીદવા માટે બહાર ગયો હતો, ત્યારબાદ રાત્રે લગભગ 8:30 વાગ્યે પોલીસે સગીરની હત્યા કરવામાં આવી હોવાની ઘરના સભ્યનો જાણ કરી હતી.
સગીરની ચાકુ મારીને હત્યા: મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કિશોર દિલ્હીના કરોલ બાગમાં કામ કરતો હતો અને તેને કોઈની સાથે દુશ્મની નહોતી. ઉત્તર પૂર્વ દિલ્હીના વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી કે કરાવલ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ જોહરીપુરની શેરી નંબર 11માં આ સગીરને ચાકુ મારવામાં આવી હતી. માહિતી મળતાં જ કરાવલ નગર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગી હતી, ત્યારબાદ સગીરનેને જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને ક્રાઈમ અને ફોરેન્સિક ટીમે આ મામલે તપાસ હાથ ધરી છે.
પોલીસ લાગી તપાસમાં: હાલ હત્યાનું કારણ સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. આ હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે બદમાશોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે, પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી નથી, જેના કારણે આ વિસ્તારમાં ચોરી, સ્નેચિંગ અને હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. પોલીસે વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવી જોઈએ તેવી માંગ સ્થાનિકો કરી રહ્યાં છે.