- ભારતમાં કોરોનાનો કહેર યથાવત્
- ન્યાયાધીશો પણ કોરોના પોઝિટિવ
- જુલાઈની તમામ સુનાવણી રાખી મુલતવી
નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. કોરોના વાઈરસને કારણે હોસ્પિટલોમાં પથારી, દવા અને ઓક્સિજનના અભાવ વચ્ચે ચકચાર મચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાઈરસના 3,14,835 નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,59,30,965 હતી. 2,104 જેટલા વધારે મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 1,84,657 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 22,91,428 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,34,54,880 છે.
આ પણ વાંચો: જામનગરમાં કુંભ મેળામાંથી પરત આવેલા 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
તે જ સમયે, સુપ્રીમ કોર્ટના લગભગ 15 ન્યાયાધીશોને પણ કોરોનાને લીધે ચેપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ, એક ન્યાયાધીશને ગંભીર હાલત હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ સાથે જ જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની બેન્ચને પણ રદ્ કરવામાં આવી છે. કેટલાક ન્યાયાધીશો પહેલેથી જ આઈસોલેશન છે.
આ પણ વાંચો: રાજ્યના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીએ શરૂ કરી નિઃશુલ્ક પાણીની સેવા
જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ ઇન્દિરા બેનર્જીના કર્મચારીઓને પણ કોરોના ચેપ લાગ્યો છે. તે બધાએ લગભગ 1 મહિના પહેલા કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જસ્ટિસ ઈન્દિરા બેનર્જીએ કર્મચારીઓની અછતને કારણે જુલાઈની તમામ સુનાવણી મુલતવી રાખી છે.