ETV Bharat / bharat

બિહારમાં દારુબંધીની માત્ર વાતો: 5 દિવસમાં દારૂના કારણે 13 લોકોના શંકાસ્પદ મોત - Bihar ban on alcohol

બિહારમાં દારૂ પર પ્રતિબંધ છતાં ઝેરી દારૂના કારણે મોતના (Bihar Death due to alcohol) કિસ્સાઓ સામે આવતા રહે છે. બિહારમાં ફરી એકવાર 5 દિવસમાં દારૂના કારણે 13 લોકોના શંકાસ્પદ મોત થયા છે.

દારુબંધીની માત્ર વાતો,ફેલ છે દારુબંધી
દારુબંધીની માત્ર વાતો,ફેલ છે દારુબંધી
author img

By

Published : Mar 14, 2022, 11:06 AM IST

પટનાઃ બિહારમાં સંપૂર્ણ દારૂબંધી (Bihar ban on alcohol) છે. સરકાર આનો અમલ કરવા માટે ખૂબ પ્રયાસ કરી રહી છે, પરંતુ જે રીતે લોકો મૃત્યુ પામી રહ્યા છે, તે ઘણા પ્રશ્નો ઉભા કરે છે. સવાલ એ છે કે શું બિહારમાં ખરેખર દારૂબંધી છે? વાસ્તવમાં, રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં જે રીતે 13 લોકોના શંકાસ્પદ મોત (Suspected death in bihar) થયા છે, તે પછી આ પ્રશ્ન ઊભો થાયો છે.

આ છે સંપૂર્ણ ઘટનાક્રમ

09 માર્ચ 2022: બિહારના સિવાન જિલ્લાના દુરંધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા. મૃતકોમાં કમલેશ માંઝી (35), અવધ માંઝી (70) અને નૂર મોહમ્મદ (30)નો સમાવેશ થાય છે. પરિવારજનોએ ડરના કારણે મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કર્યા છે. પરિવારજનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, આ લોકોનું મોત નકલી દારૂ પીવાથી થયું છે.

આ પણ વાંચો: લઠ્ઠાકાંડ 2009ઃ સેશન્સ કોર્ટે અન્ય બે આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી, 50 હજારનો દંડ કર્યો

09 માર્ચ 2022: પશ્ચિમ ચંપારણના નૌતનના ખાપટોલામાં કથિત રીતે નકલી દારૂ પીવાથી બે લોકોના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો. જ્યારે અન્ય એકની હાલત ચિંતાજનક છે. મૃતકોની ઓળખ રણજીત સિંહ અને મુન્ના સિંહ તરીકે થઈ છે. તે જ સમયે, જીએમસીએચમાં સારવાર કરાયેલ વ્યક્તિનું નામ પવન સિંહ જણાવવામાં આવી રહ્યું છે.

12 માર્ચ, 2022: ગોપાલગંજ જિલ્લાના વૈકુંઠપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ ગામોમાં ચાર લોકોના શંકાસ્પદ અવસ્થામાં મોત નિપજ્યા છે. તે જ સમયે, ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે મોત નકલી દારૂના કારણે થયું છે. તે જ સમયે, એસડીપીઓ અને ડીએમએ ઝેરી દારૂના કારણે મોત થયાનો ઇનકાર કર્યો છે.

13 માર્ચ, 2022: બિહારના ભાગલપુરમાં 5 લોકોના શંકાસ્પદ મૃત્યુના થયાના સમાચાર સામે આવ્યા હતા. તે જ સમયે, બે લોકોએ તેમની આંખોની રોશની ગુમાવી છે. મૃત્યુ પામનારાઓમાં સબૌર પોલીસ સ્ટેશન વિસ્તારના કુંદન ઝા, લોદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કિશોર યાદવ, નવીન યાદવ, બાબરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રિતેશ કુમાર અને સજોર પોલીસ સ્ટેશનના ખાનગી ડ્રાઈવર અવિનાશનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ કે બનાવ સામે આવ્યા બાદ પરિવારજનોએ પ્રશાસનથી ઘટના છુપાવવાના હેતુથી કેટલાક લોકોના મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો:માનસિક આનંદ મેળવવા માટે ડબલ ડેકર ટ્રેન પર કર્યો પથ્થરમારો

ઝેરી દારૂએ ભૂતકાળમાં પણ તબાહી મચાવી છેઃ આ વર્ષે જાન્યુઆરીમાં બક્સરમાં દારૂ પીવાના કારણે 6 લોકોના મોત થયા હતા. એટલું જ નહીં, ગત વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ઝેરી દારૂ પીને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. બિહારમાં, 2021માં નકલી દારૂના 13 કેસ નોંધાયા હતા, જેમાં ઓછામાં ઓછા 66 લોકોના મોત થયા હતા. નવેમ્બરમાં, ગોપાલગંજ અને પશ્ચિમ ચંપારણમાં નકલી દારૂ પીવાથી 40 લોકોના મોત થયા હતા. આ પહેલા જુલાઈમાં પશ્ચિમ ચંપારણ જિલ્લામાં 12 લોકોના મોત થયા હતા. જેની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો ડ્રાય સ્ટેટ બિહારમાં દારૂની દાણચોરી સામાન્ય બની ગઈ છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થાય છે કે જ્યારે એક્સાઈઝ વિભાગ અને પોલીસ દાણચોરોને પકડતી નથી, પરંતુ એક સત્ય એ પણ છે કે આમ છતાં દારૂ લોકો સુધી પહોંચે છે.

2016 એપ્રિલથી દારૂબંધી: વાસ્તવમાં 2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ નીતિશ કુમારે બિહારમાં દારૂબંધી લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી જીત્યા પછી અને સતત ત્રીજી વખત મુખ્ય પ્રધાન બન્યા પછી, નીતિશ કુમારે મહિલાઓને આપેલું વચન પાળ્યું અને 1 એપ્રિલ, 2016 ના રોજ બિહારમાં દારૂબંધી અને આબકારી કાયદા હેઠળ દારૂબંધી લાગુ કરવામાં આવી. 1 એપ્રિલ, 2016 થી અમલમાં આવેલા કાયદા અનુસાર, કોઈપણ વ્યક્તિ કોઈપણ નશાકારક પદાર્થ અથવા દારૂનું ઉત્પાદન, વિતરણ, પરિવહન, સંગ્રહ, ખરીદી, વેચાણ અથવા સેવન કરી શકશે નહીં.

દર 10 મિનિટે એક ધરપકડઃ એક આંકડા પ્રમાણે રાજ્યમાં દર 1 મિનિટે ઓછામાં ઓછો 3 લિટર દારૂ પકડાય છે અને 10 મિનિટમાં એક ધરપકડ થાય છે. રાજ્યમાં દારૂબંધીના કાયદાના ભંગ બદલ હજારો લોકો જેલમાં છે અને લાખો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. બિહારની કોર્ટમાં બે લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. બે મહિના પહેલા દારૂની ઘટના બાદ મુખ્યપ્રધાન નીતિશ કુમારે કડક સૂચના આપી હતી કે, જે વિસ્તારમાંથી દારૂ મળશે તે પોલીસ સ્ટેશના મુખ્ય અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તે ન તો દારૂ રાજ્યમાં આવવા દેશે અને ન તો કોઈને પીવા દેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.