ETV Bharat / assembly-elections

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના સૌરાષ્ટ્ર મતવિસ્તારના VIP ઉમેદવારો પર રહેશે બધાની નજર - Saurashtra Assembly Seats

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માં જીતીને સરકાર બનાવવાના મનસૂબા સાથે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાંખીયો જંગ પ્રચારની દ્રષ્ટિએ આખરી તબક્કામાં પહોંચ્યો છે. આજે 1 ડીસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન (First Phase poll) યોજાવાનું છે તેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 452 ઉમેદવારની શાખ દાવ પર છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના સૌરાષ્ટ્ર મતવિસ્તારના VIP ઉમેદવારો પર એક નજર

author img

By

Published : Dec 1, 2022, 7:25 AM IST

હૈદરાબાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માં જીતીને સરકાર બનાવવાના મનસૂબા સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આજે 1 ડીસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન (First Phase poll) જ્યાં યોજાવાનું છે તેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 452 ઉમેદવારની શાખ દાવ પર છે. આ મતદાનને (Saurashtra Assembly Seats) લઇ કયા સૌરાષ્ટ્ર દિગ્ગજ નેતાઓ (VIP candidates of Saurashtra) છે.

રીવાબા જાડેજા : જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા ( Rivaba Jadeja ) છે. ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજાને ભાજપે મેદાને ઉતાર્યા છે. ત્યારે આ બેઠક હાઇપ્રોફાઇલ બની ચૂકી છે. હકુભા જાડેજા ( Hakubha Jadeja ) જેવા બે ટર્મના વિજેતા એમએલએની ટિકિટ કાપી રીવાબા જાડેજા ( Rivaba Jadeja )ને ટિકિટ અપાઇ છે.

રીવાબા જાડેજા
રીવાબા જાડેજા

ડો. દર્શિતા શાહ : રાજકોટ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકને ( Rajkot West Assembly Seat )ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં આ બેઠક પરથી બે મુખ્યપ્રધાન પણ ચૂંટાયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં આ વખતે ભાજપ દ્વારા ડોક્ટર દર્શિતા શાહને ( Darshita Shah ) ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ડોક્ટર દર્શિતા શાહ બે ટર્મથી રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાય છે અને તેઓ રાજકોટના બે વખત ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા ડોક્ટર કક્ષાના ઉમેદવારને રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે. દર્શિતા શાહ પ્રથમ વખત જ વિધાનસભાની ચૂંટણી લડે છે. જ્યારે તેમના પિતા અને દાદા સંઘ સાથે જોડાયેલા હતા અને વડાપ્રધાન મોદીની નજીક હતાં.

ડો. દર્શિતા શાહ
ડો. દર્શિતા શાહ

બાબુભાઇ બોખીરીયા : બાબુભાઇ બોખીરીયા ( Babubhai Bokhiria )એ પોરબંદર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ( BJP ) તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય ( Porbandar MLA Babubhai Bokhiria ) તરીકે નવમી વિધાનસભા 1995માં તેઓ મહત્ત્વનો મુકામ હાંસલ કર્યો. બાબુભાઈ બોખીરીયા ( Babubhai Bokhiria )10મી વિધાનસભામાં 13 માર્ચથી રાજ્યકક્ષાના મત્સ્ય ઉદ્યોગપ્રધાન બન્યાં હતાં. (સ્વતંત્ર હવાલો ) બાદમાં અન્ન અને નાગરિક પુરવઠા ,પોલીસ આવસમંત્રી તરીકેનો વધારાનો હવાલો, 2001થી કેબિનેટ કક્ષાના જળસંપત્તિપ્રધાન ધારાસભ્ય કેબિનેટ કક્ષાના પાણી પુરવઠો જળ સંપત્તિ,કૃષિ સહકાર પશુપાલન ,મત્સ્યોદ્યોગ ,ગૌસંવર્ધનમંત્રી ,કેબિનેટ કક્ષાના પાણી પુરવઠો ,પશુપાલન ,મત્સ્યોદ્યોગ ,ગૌસંવર્ધન ,નાગરિક ઉડ્ડયન અને મીઠા ઉદ્યોગપ્રધાન, 2017થી રાજ્યની જાહેર સાહસોની સમિતિના અધ્યક્ષ અંદાજ સમિતિના અધ્યક્ષ રહી ચુક્યા છે.

બાબુભાઇ બોખીરીયા
બાબુભાઇ બોખીરીયા

અર્જુન મોઢવાડિયા : અર્જુન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે (Arjun Modhvadiya Political Profile) ભારતના સૌથી જુના રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયા. લોકસેવામાં સમર્પિત રહીને તેઓ પ્રથમ વખત વર્ષ 2002 પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાયા હતા. વક્તૃત્વ કળા નિપૂર્ણ અને કર્તવ્ય નિભાવવા ઉત્સુક અર્જુન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી. જેને યોગ્ય રીતે નિભાવતા અર્જુન મોઢવાડિયાએ ગુજરાતની જનતાના પ્રશ્નોને વિધાનસભામાં સચોટ રીતે રજુ કર્યા અને એક જવાબદાર વિપક્ષના નેતા તરીકેની ફરજ નિભાવી હતી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ. આ જવાબદારીને તેમણે ડીસેમ્બર-2012 સુધી સુપેરે નિભાવી હતી.

અર્જુન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયા

ઈસુદાન ગઢવી : ઈસુદાન ગઢવી (isudan gadhvi aap) પોતાની કારકિર્દી એક પત્રકાર તરીકે શરૂ કરી હતી. ઈસુદાન ગઢવી (isudan gadhvi aap) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાથે આમ આદમી પાર્ટી ખેસ ધારણરણ કરી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે મહત્વનું પદ મળ્યું છે. તેમને અને ગુજરાતની વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. ઈસુદાન એક પત્રકાર હોવાથી ભાજપ અને કૉંગ્રેસની અંદરની વાત પણ સારી રીતે જાણે છે.

ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવી

કાંતિ અમૃતિયા : અમૃતિયાએ તેમના સામાજિક જીવનના પ્રારંભિક વર્ષો દરમિયાન RSSમાં સ્વયંસેવક હતા. તેમણે સ્થાનિક સ્તરે પક્ષના કાર્યકરોને ઉત્સાહિત કરવાનું પડકારજનક કાર્ય હાથ ધર્યું હતું. પ્રારંભિક સમયગાળામાં તેમણે મોરબીની નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે શરૂઆત કરી હતી. કાંતિભાઈ પ્રથમ વખત 1995માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારથી 2013 સુધી તેઓ ધારાસભ્ય તરીકે મોરબીના મતવિસ્તારમાં સેવા આપી હતી. ડિસેમ્બર 2012માં ગુજરાત રાજ્યની ચૂંટણીમાં કાનાભાઈ 5મી વખત ચૂંટાયા હતા. અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ ફાટી નીકળેલી હિંસા દરમિયાન તેમની ઓફિસને સળગાવી દેવામાં આવી હતી. હાલમાં મોરબી ખાતે બનેલી દુર્ઘટનામાં (Morbi tragedy) કાંતિલાલ અમૃતિયા લોકોનો જીવ બચાવવા પાણીમાં કૂદી ગયા હતા. પહેલા તેઓ ઉમેદવારોની યાદીમાં સામેલ ન હતા પરંતુ આ ઘટનાને ધ્યાને રાખીને તેમને ટિકિટ આપવામાં આવી છે.

કાંતિ અમૃતિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.