ETV Bharat / assembly-elections

વયોવૃદ્ધ મતદારને ઘરે જઇ વડોદરા ચૂંટણી તંત્રએ મતદાનનું બેલેટ પહોંચાડ્યું - Vadodara Election Commission

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે દરેક પક્ષ દ્રારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરામાં રહેતા એક વૃદ્ધ દર્દી મતદાન મથક પર જઇ શકે તેવી હાલાતમાં નથી. જેના કારણે જિલ્લા (Vadodara Election Commission) કલેક્ટર તંત્ર દ્વારા તેમના ઘરે જઇને પોસ્ટલ બેલેટ આપવામાં આવ્યું હતું.

દર ત્રણ કલાક ઓક્સિજન લેતા વયોવૃદ્ધ મતદારને ઘરે જઇ વડોદરાના ચૂંટણી તંત્રએ મતદાનનું બેલેટ પહોંચાડ્યું

author img

By

Published : Nov 15, 2022, 6:36 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

વડોદરા શહેરની આલોક સોસાયટીમાં રહેતા એક વૃદ્ધ દર્દી આ વખતની ચૂંટણીમાં મતદાન મથક ઉપર જઇને મતદાન કરી શકે એમ ના હોવાથી જિલ્લા કલેક્ટર તંત્ર (Vadodara District Collectorate) દ્વારા તેમના ઘરે જઇને પોસ્ટલ બેલેટ (Voting by postal ballot) આપવામાં આવ્યું હતું.

ઓક્સીજનનો સહારો મામલતદાર સુશ્રી કૃતિકા વસાવા પોતે આજે આલોક સોસાયટીમાં પહોંચ્યા હતા. જ્યાં રહેતા 86 વર્ષીય ઇન્દ્રવદનભાઇ પરીખના કુશળ પૂછ્યા હતા. આ વયોવૃદ્ધ મતદારને ચાલવામાં ભારે યત્ન કરવો પડે છે. વળી, દર ત્રણ કલાકે કૃત્રિમ ઓક્સીજનનો સહારો લેવો પડે છે. આવી સ્થિતિમાં તેઓ મતદાન મથકે જઇને મતદાન કરી શકે એમ નહોતા. આ બાબતને ધ્યાને રાખીને મામલતદાર વસાવાએ તેમને ફોર્મ 12ડી આપી પોસ્ટલ બેલેટથી (Voting by postal ballot) મતદાન કરવાની સરળતા કરી આપી હતી.

પોસ્ટલ બેલેટથી મતદાન આ વખતે 80 વર્ષથી ઉપરના મતદારો અને દિવ્યાંગોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ઇન્દ્રવદનભાઇના પત્ની જમનીબેન પરીખ પણ 78 વર્ષના છે. જો કે, કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબના માપદંડોમાં તેમનો સમાવેશ ના થતો હોવાથી મતદાન માટે સહાયકની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે.

તંત્ર તનતોડ મહેનત ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) વડોદરાની દસેય બેઠકો ઉપર મહત્તમ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર તથા અવસર કેમ્પેઇનના નોડેલ અધિકારી ડો. બી. એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિના વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. એક પણ મતદાન રહી ના જાય એવા કેન્દ્રીય ચૂંટણી પંચના ઉદ્દેશને સાકાર કરવા સમગ્ર તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.