ETV Bharat / assembly-elections

આવતીકાલે દેશના વડાપ્રધાન વડોદરા શહેર નવલખી મેદાન ખાતે જંગી જાહેરસભાને સંબોધશે

author img

By

Published : Nov 22, 2022, 3:22 PM IST

બુધવારે દેશના વડાપ્રધાન (Prime Minister Narendra Modi) વડોદરા શહેર નવલખી મેદાન (historic Navalkhi Maidan) ખાતે જંગી જાહેરસભાને સંબોધશે. વડાપ્રધાનના આગમન પૂર્વે ત્રણ હેલિપેડ, એક વિશાળ ડોમ અને પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો માટે જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર ગણાતું વડોદરા (cultural city vadodara) શહેરને સાંસ્કૃતિક કલાકારો દ્વારા વડાપ્રધાનના આગમન પૂર્વે મનોરંજન પણ કરવામાં આવશે.

Etv Bharat
Etv Bharat

વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat assembly election 2022) જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષ પ્રચાર પ્રસાર (Election campaigning) માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આવતીકાલે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન (historic Navalkhi Maidan) ખાતે જંગી જાહેર સભાને સંબોધન કરશે. તેઓ દ્વારા વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકોના (10 seats of Vadodara city district) ઉમેદવારો માટે પ્રચાર કરવામાં આવશે. આ ઐતિહાસિક મેદાન ખાતે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ત્રણ હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં વડાપ્રધાન સીધા હેલિકોપ્ટરથી ઉતરાણ (land by helicopter) કરી જાહેર સભાને સંબોધન કરશે.

વડાપ્રધાન વડોદરા શહેર નવલખી મેદાન ખાતે જંગી જાહેરસભાને સંબોધશે

10 બેઠકો માટે જાહેરસભા: ગુજરાતી વિધાનસભાની ચૂંટણીને લઇ આગામી 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે ભાજપના ઉમેદવારોના પ્રચાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સ્ટાર પ્રચારકોની ટીમો મેદાને ઊતરી છે. આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકોના ઉમેદવારોના પ્રચાર માટે વડોદરા શહેરના ઐતિહાસિક મેદાન નવલખીથી ખાતે જંગી જાહેરસભાને સંબોધન કરશે.

ચુસ્ત સુરક્ષા બંધોબસ્ત: નવલખી ખાતે યોજાયનાર આ સભામાં દેશના વડાપ્રધાન વડોદરા એરપોર્ટથી નવલખી મેદાન પહોંચવા માટે રોડ પર સુરક્ષા બંદોબસ્તને ધ્યાને લઈ લોકોને પણ અગવડ ન પડે જેથી વડાપ્રધાન દ્વારા નવલખી મેદાનમાં જ સભાના સ્થળે ત્રણ હેલિપેડ બનાવી દેવામાં આવ્યો છે. જેથી તેમની સાથે બીજો કોઈ સ્ટાર પ્રચારક પણ આવે તો સીધા સભા સ્થળે બીજા હેલિકોપ્ટરથી ઊતરી શકે. આ સભા સ્થળે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા એસપીજીના અધિકારીઓ પણ નવલખી મેદાનમાં આવી ગયા છે તેઓ હેલિપેડ અને સભાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. મેદાનમાં હેલિકોપ્ટરના લેન્ડિંગ અને ટેક ઓફ ને લઈને કોઈ અડચણ ઊભી ન થાય તે માટે સુરક્ષાની દ્રષ્ટિએ જ્યાં પણ ચોક્કસતા વર્તાવી પડે તે ધ્યાન આપ્યું હતું.

10 બેઠકો માટે જાહેરસભા

ભાજપા અધ્યક્ષનું નિવેદન: આ અંગે નિવેદન આપતા વડોદરા જિલ્લા ભાજપા અધ્યક્ષ ડો.વિજયશાહે જણાવ્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠકો માટે આ જાહેર જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર સભામાં 50,000 થી પણ વધુ લોકો એકત્રિત થાય અને બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં એક જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર ગણાતું વડોદરા શહેરને સાંસ્કૃતિક કલાકારો દ્વારા વડાપ્રધાનના આગમન પૂર્વે મનોરંજન પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.