ETV Bharat / assembly-elections

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીને આડેહાથ લીધા - આમ આદમી પાર્ટી

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) પ્રચારમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે ( Smriti Irani in Surat ) હતાં. તેમણે આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે નવા નવા લોકો ધતિંગ કરવા આવ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ( Rahul Gandhi Bharat Jodo Yatra ) માં પાકિસ્તાન જિંદાબાદ નારા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. સાથે જણાવ્યું હતું કે જો કોઈ આમ આદમી પાર્ટીના ( Arvind Kejriwal ) ઉમેદવારને મત આપશે એટલે દારૂડિયાને મત આપશે.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીને આડેહાથ લીધા

author img

By

Published : Nov 25, 2022, 8:30 PM IST

સુરત ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની આજે મહિલા મોરચાની કાર્યકર્તાઓને સંબોધિત કરવા સુરત પહોંચ્યાં ( Smriti Irani in Surat ) હતાં. જ્યાં તેઓએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતાં. તેઓએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ( Rahul Gandhi Bharat Jodo Yatra )માં પાકિસ્તાન જિંદાબાદ નારા અંગે પ્રતિક્રિયા આપી હતી. એટલું જ નહીં એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં જો કોઈ આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપશે એટલે દારૂડિયાને મત આપશે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન જિંદાબાદ નારા અંગે પ્રતિક્રિયા આપી

નવા નવા લોકો ધતિંગ કરવા આવ્યા ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )નજીક છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રસાકસીનો માહોલ ચૂંટણી પ્રચારમાં જોવા મળી રહ્યો છે. ભાજપે કેન્દ્રીય પ્રધાનોની બ્રિગેડ ગુજરાતમાં ઉતારી દીધી છે. જેમાં આજે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે ( Smriti Irani in Surat )હતાં. ત્યારે તેઓએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે નવા નવા લોકો ધતિંગ કરવા આવ્યા છે. ઘણા લોકો તેમને રેવડીલાલ કહે છે. ગુજરાતના ઇતિહાસમાં કોઈએ પણ કોઈ ગુજરાતીની બાને અપશબ્દ નથી કહ્યું. નરેન્દ્રભાઇની બાને આપના ગુંડાઓએ અપશબ્દ કહ્યાં. કોઈ પણ સભ્ય પરિવારના વ્યક્તિ મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતાં. પીએમ મોદીના માતા 100 વર્ષનાં છે. કેજરીવાલમાં દમ હોય તો ગુજરાત આવીને બોલીને બતાવે.

દારૂ પીવા માટેની ટ્રેનિંગ આપવા કલાસીસની વાત કરે છે સાથે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ( Smriti Irani in Surat )જણાવ્યું હતું કે અમે ચૂંટણી એ માટે લડીએ છે કે દરેક પરિવાર સુધી વિકાસ પહોંચાડવાનો છે. ઝાડુવાળાની વાત કરીએ તો તેઓ અમારી શિક્ષા પદ્ધતિ અંગે ટીકા કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે 7 વર્ષ થઈ ગયા એક નવી શાળા નથી શરૂ કરી. પોતાના વિધાનસભા વિસ્તારમાં જતાં નથી અંહી આવીને ધતિંગ કરે છે. તેઓના નેતા દારૂકાંડમાં પૈસા ખાધા છે. દારૂ પીવા માટેની ટ્રેનિંગ આપવા કલાસીસની વાત કરે છે. આમ આદમી પાર્ટીના લોકો આવે તો પૂછજો કે જેલમાં તેમના નેતા છે. તેઓ એક સગીરાના રેપ કેસના આરોપી પાસેથી મસાજ કરાવી રહ્યા છે. આપને મત આપવું એટલે દારૂડિયાને મત આપવો. તેઓ ફ્રી વીજળી પાણીની વાત કરે છે પરંતુ ગુજરાતીઓ ખેરાત નથી લેતાં. ગુજરાતીઓ સ્વાભિમાની છે.

મા ભારતીનું અપમાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ( Smriti Irani in Surat )અરવિંદ કેજરીવાલ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રામા લાગેલા પાકિસ્તાન જિંદાબાદ નારા અંગે જણાવ્યું હતું, અમેઠીથી અમે તેમને રવાના કર્યાં તો તેઓ યાત્રા કરવા નીકળ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ( Rahul Gandhi Bharat Jodo Yatra ) પાકિસ્તાન ઝિંદાબાદ નારા સ્તબ્ધ કરનાર છે. ભારત વિભાજિત નથી કે તેઓ જોડવા નીકળ્યા છે. પ્રજા આપ અને કોંગ્રેસને નકારી રહી છે. રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા મા ભારતીનું અપમાન છે. અગાઉ પણ તેઓ આવા લોકોને મળ્યા જેઓ મા ભારતીનું અપમાન કરી ચૂક્યા છે તેઓએ ખંડન નથી કર્યા. સાવરકરનું અપમાન તેઓએ કર્યા. હું પૂછવા માંગીશ કે આવા કેટલા લોકો સાથે યાત્રા કરશે ? તેઓએ આવા લોકો સાથે પણ યાત્રા કરી જેઓ મુંબઈ બ્લાસ્ટ કેસમાં આરોપી હેડલીના સમર્થક કરનાર પરિવારના સભ્ય છે.

આર્મીનું અપમાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ( Smriti Irani in Surat ) જણાવ્યું હતું કે કેટલાક લોકો આર્મીનું અપમાન એટલે કરે છે કે તેઓ એ જ ભાવનામાં જીવતા હોય છે. અમને દેશની સેના પર ગર્વ છે અને દેશની સેનાનું અપમાન કરનાર સાથે કે ઉભું હોય તે કોઈ ગદ્દારથી ઓછા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.