અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Assembly Election 2022 ના બીજા તબક્કાને ( Second Phase Poll ) લઇને મેટ્રો સિટી અમદાવાદની શહેર પોલીસ સતર્ક બની છે. બીજા તબક્કામાં અમદાવાદની 21 વિધાનસભા સીટો ( Ahmedabad Assembly Seats ) પર મતદાન યોજાશે. જેને લઇને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ ( Ahmedabad Police ) કાર્યવાહી ચાલી રહી છે. શહેરમાં ફુટ પેટ્રોલિંગ ચાલુ છે. રથયાત્રા કરતાં પણ મોટા બંદોબસ્તરુપે 10 હજાર જેટલા જવાનો અને 15 જેટલી એસઆરપી કંપની તથા એક હજાર હોમગાર્ડ 112 સીએપીએફ કંપનીની ફાળવણી થઈ છે.જેમાંથી 16 કંપની શહેરમાં આવી ગઈ છે.
હથિયાર જમા લેવાની કામગીરી ચૂંટણી પંચની માર્ગદર્શિકા હેઠળ 80 વર્ષથી વધુ અને દિવ્યાંગના મતદાન ઘરે થાય તે માટે પણ શહેર પોલીસની કાર્યવાહી ચાલુ છે. તો બીજીતરફ હથિયાર જમા લેવાની કામગીરી પોલીસ ( Ahmedabad Police ) દ્વારા કરાઇ રહી છે. પહેલા ચરણમાં મતદાન માટે શહેરના 4000 પોલીસકર્મી અન્ય જિલ્લામાં બંદોબસ્તમાં જશે. સાથે જ ચૂંટણીલક્ષી અફવા ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પર સતત વોચ પણ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા રખાઇ રહી છે. મતદાન અંગે જાગૃતિ લાવવા શી ટીમ ( Second Phase Poll ) કામ કરી રહી છે. તો અમદાવાદ શહેર પોલીસના 6 હજાર પોલીસકર્મીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહ્યાં છે જેમાં હાલ સુધીમાં 85 ટકા વોટીંગ થયુ છે.
મિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની અટક કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં મિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ ( Second Phase Poll ) પણ કરવામાં આવી રહી છે. આ વખતે પોલીસ દ્વારા સોશિયલ મિડીયાની સાથે સાથે સીસીટીવી કેમેરાના માધ્યમથી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.