ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે હવે આખરી તબક્કાની તૈયારીઓ થઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં ચૂંટણી ( Voting in two phases in Gujarat ) યોજવા જઈ રહી છે. ત્યારે આજે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એક મહત્વનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં જે જગ્યાએ ચૂંટણી એક ડિસેમ્બરે યોજવા જઈ રહી છે ત્યાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે અને બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરની સત્તાવાર રજા ( Public holiday ) જાહેર કરાઈ છે.
કયા અધિનિયમ હેઠળ રજા જાહેર કરાઇ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના આઠમે 1968 ના જાહેરનામા પ્રમાણે ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) સંદર્ભે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન એક ડિસેમ્બર અને બીજા તબક્કાના ( Voting in two phases in Gujarat ) પાંચ ડિસેમ્બરના મતદાન નિમિત્તે સંબંધિત જિલ્લાઓમાં જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યના રાજ્યપાલના હુકમથી અને તેમના નામેથી આ રજાની ( Public holiday ) સત્તાવાર જાહેરાત કરવા માટે આવી છે.

વધુ મતદાન થઈ શકે તે હેતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં લોકો વધુમાં વધુ મતદાન કરી શકે ( Public awareness program for maximum voter turnout ) તે હેતુથી રાજ્ય સામાન્ય વહીવટી વિભાગ દ્વારા રાજ્યપાલના આદેશ પ્રમાણે એક ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરના રોજ તબક્કા વાર જિલ્લાઓમાં રજાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આમ અન્ય જિલ્લાઓમાં અને અન્ય શહેરોમાં નોકરી કરતા રાજ્યના નાગરિકો પોતાના વિધાનસભા મત વિસ્તારમાં જઈને પોતાનું મતાધિકારનો ઉપયોગ ( Encouraging voters ) કરી શકે તેને ધ્યાનમાં લઈને જ સત્તાવાર રજાની ( Public holiday ) જાહેરાત કરાઈ છે.