અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને પ્રથમ તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ(The process of first phase voting is complete) થઈ ચૂકી છે. પહેલા તબક્કાનું અંદાજિત 60.35 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ ડેડીયાપાડામાં(Dediyapada assembly seat) તો સૌથી ઓછું કચ્છની ગાંધીધામ સીટ(Gandhidham assembly seat) પર મતદાન થયું છે. ત્યારે વડાપ્રધાન આજે બીજા તબક્કાના પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં અત્યાર સુધી 20 કરતાં વધુ રેલીઓ કરી છે. પ્રથમ તબક્કામાં PM મોદીએ મતદારોને રેકોર્ડબ્રેક મતદાન કરવા આહવાન કર્યું હતું. જો કે જનતાએ તેમની અપીલને નજરઅંદાઝ(Prime Minister's personal appeal ignored) કરી હોય તેમ આ વર્ષે સૌથી ઓછું મતદાન થયું છે.
રેકોર્ડબ્રેક મતદાનનો ફિયાસ્કો: ગુજરાત હોમ ટાઉન હોવાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના પ્રચારની જવાબદારી જાતે લીધી હતી. 10 માર્ચે પાંચ રાજ્યોના પરિણામ આવવાની સાથે જ બીજા દિવસે ગુજરાતના અમદાવાદમાં રોડ શો કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન મોદી અનેકવાર ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. સભાઓ અને રેલીઓ ગજવીને તેમણે મતદારોને રેકોર્ડબ્રેક મતદાન કરવા જણાવ્યું હતું. જો કે તેેમની આ અપીલને જાકારો મળ્યો છે.
સૌરાષ્ટ્ર થશે સર?: પાટીદારોના ગઢ એવા સુરતમાં વડાપ્રધાન મોદીએ 31 કિલોમીટર લાંબો મેગા રોડ શો કર્યો હતો. દક્ષિણ ગુજરાતની 35 બેઠકો છે જેમાં વડાપ્રધાને વિવિધિ કાર્યક્રમો યોજ્યા હતા. ભરૂચ, વાપી, વલસાડ, કપરાડા, કેવડિયા, વ્યારા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપી હતી. પાટીદારોના ગઢ એવા સુરતમાં વડાપ્રધાન મોદીએ 31 કિલોમીટર લાંબો મેગા રોડ શો કર્યો હતો. સૌરાષ્ટ્રની 48 બેઠકો છે. આ વખતે વડાપ્રધાને મોદીએ સૌરાષ્ટ્રમાં પ્રચાર માટે વિશેષ ધ્યાન આપ્યું હતું. સૌરાષ્ટ્રમાં વિવિધ પ્રચારના કાર્યક્રમો કર્યા હતા. જેમાં પાણી અને ખેડૂતના મુદ્દા મતદારોને આકર્ષવા પ્રયાસો કર્યા હતા.
આદિવાસી કાર્ડ કેટલું અસરકારક: આદિવાસી વિસ્તારોમાં મતદાન વધારે થયું છે. સૌથી વધુ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં 73.02 ટકા મતદાન નોંધાયુ છે. પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ આદિવાસી અને ગરીબોની સરકાર કહીને આદિવાસી કાર્ડ ખેલ્યું છે. પરંતુ સૌથી વધારે જળ, જંગલ અને જમીનના પ્રશ્નો રહ્યા છે. અવારનવાર આદિવાસીઓએ તે માટે આાંદોલનો પણ કર્યા છે. અને સરકારને પાર-તાપી-નર્મદા જેવી યોજનાને પડકારીને રદ પણ કરાવી છે.
કચ્છના ગાંધીધામમાં જ સૌથી ઓછું મતદાન: કચ્છમાં ભૂકંપ પછીના વિકાસશીલ અને ગતિશીલ કચ્છનું મોડલ રજૂ કર્યું હતું. જો કે કચ્છના ગાંધીધામમાં જ સૌથી ઓછું મતદાન થયું છે. એટલે કહી શકાય કે વડાપ્રધાન મોદીની વિકાસશીલ અને પાણીદાર કચ્છની વાતોએ મતદારોને ખાસ ઉત્સાહિત કર્યા નથી.
અંગત અપીલ નજરઅંદાઝ: જો કે આ વખતે ગુજરાતમાં ભાજપે પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. કેન્દ્રીય નેતૃત્વને મેદાને ઉતાર્યું હતું. વડાપ્રધાને દરેક સંબોધનના અંતે ખાસ મતદારોને અપીલ કરી હતી કે તમે મારું અંગત કામ સમજીને મતદાન કરવા અપીલ કરી હતી. જો કે જનતાએ તેમની અપીલની કોઈ અસર થઈ નથી. આ વખતે 15 વર્ષ બાદ ગુજરાતની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થયું છે. મહત્વની વાત એ પણ છે કે 2007 બાદ મતદાનમાં સતત ઘટાડો થયો છે તેની સાથે ભાજપની સીટ પણ ઘટી છે. ત્યારે આ વર્ષે ભાજપ તેની બેઠકમાં વધારો કરે છે કે નહિ તે માટે 8 ડિસેમ્બરની રાહ જોવી રહી.