ETV Bharat / assembly-elections

પીએમ મોદીના રોડ શોને નિહાળવા વાપીમાં લોકો ઉમટી પડ્યાં, પોલીસ સતર્ક

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )ના પ્રચંડ પ્રચાર માટે આજે પીએમ નરેન્દ્ર મોદી વાપીમાં આવી રહ્યાં છે. પીએમ લોકોનું અભિવાદન ઝીલવા સાથે વલસાડમાં ભાજપની જંગી જાહેરસભાને ( BJP Public Meeting ) સંબોધન કરવાના છે. ત્યારે વાપીમાં ચલા રોડ પર આયોજિત રોડ શો ( PM Modi Road Show in Vapi ) સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાપીના લોકો ઉત્સાહભેર ઉમટી પડ્યા છે.

પીએમ મોદીના રોડ શોને નિહાળવા વાપીમાં લોકો ઉમટી પડ્યાં, પોલીસ સતર્ક
પીએમ મોદીના રોડ શોને નિહાળવા વાપીમાં લોકો ઉમટી પડ્યાં, પોલીસ સતર્ક
author img

By

Published : Nov 19, 2022, 8:06 PM IST

વાપી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )ના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણ કોસ્ટગાર્ડ સ્ટેશન સુધી હવાઈ માર્ગે આવ્યા બાદ રોડ માર્ગે દમણથી વાપી થઈ વલસાડ જવાના છે. ત્યારે વાપીમાં ચલા વિસ્તારમાં ભાજપ અને વહીવટીતંત્ર દ્વારા સ્વાગત ( PM Modi Road Show in Vapi ) ની તૈયારીઓ કરી રાખી છે. મોદીને નજીકથી જોવા અને તેમની સાથે હાથ મિલાવવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. મોદીના સ્વાગત માટે મહિલા મોરચા તરફથી એક જ ડ્રેસ કોડમાં સજ્જ થઈ આવવા સાથે વિવિધ આયોજનો કર્યા છે. નગરસેવકોએ પણ નાસિક ઢોલ, આદિવાસી તુર મંડળી, ઘેરૈયા મંડળીના સભ્યોને બોલાવી મેળા જેવો માહોલ ઉભો કર્યો છે. આબાલવૃદ્ધ સૌ કોઈ આ રોડ શૉમાં મોદીના અભિવાદન માટે ઉપસ્થિત નોંધાવી મોદીને તેમના હીરો ગણાવ્યા હતાં.

મોટી સંખ્યામાં વાપીના લોકો ઉત્સાહભેર ઉમટી પડ્યા

ચૂંટણી પ્રચારને વેગ મળશે વાપી શહેરના રહેવાસીઓ પીએમ મોદીને આવકારવા રાહ જોઈ રહ્યા છે અને તેમના રોડ શો ( PM Modi Road Show in Vapi )ની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન મોદી રોડ શો કરશે. ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી શહેરમાં રાજ્યમાં સત્તામાં આવવા માટે પાર્ટીના ચૂંટણી પ્રચારને વેગ મળશે. પીએમ મોદી અહીં રેલીને પણ સંબોધિત ( BJP Public Meeting ) કરશે.

રેલીના રૂટનું નિરીક્ષણ વાપીના ( Valsad Police ) નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવેએ પોલીસ અધિક્ષક અને રોડ શો ( PM Modi Road Show in Vapi )ના આયોજક સાથે વડાપ્રધાનની રેલીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વાપી ડીએસપીએ જણાવ્યું કે વડાપ્રધાનની રેલી માટેના રૂટ અને અન્ય તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. અમે વહીવટીતંત્ર અને આયોજક દ્વારા જે પણ તૈયારીઓ કરવામાં આવી છે તે તપાસી રહ્યાં છીએ. પોલીસ પણ તે મુજબ તૈયાર છે. સાવચેતીના પગલા તરીકે અમે રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપેક્ષા હોવાથી અમે વિસ્તારને બેરિકેડ કરી દીધો છે.

દિલથી સ્વાગત રોડ શો ( PM Modi Road Show in Vapi )આયોજક અને શહેરના સ્થાનિક રહેવાસી જગદીશ ભાટુએ કહ્યું કે તેઓ PM મોદીનું દિલથી સ્વાગત કરવા તૈયાર છે. અમે વડાપ્રધાનના રોડ શો આ માર્ગ પસંદ કર્યો છે અને અહીંથી પસાર થશે તે બદલ આભારી છીએ. અમે તેમનું દિલથી સ્વાગત કરીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.