ETV Bharat / assembly-elections

માલધારી સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન!;દોઢ વર્ષથી માલધારી સમાજ નારાજ - vote against BJP

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly elction 2022) થોડા દિવસ બાકી છે. જ્યારે માલધારી સમાજ (maldhari community movement) દ્વારા પોતાની માગણીઓ સરકાર દ્વારા ન સ્વીકારતા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. સાથે જ તેમને કહ્યું હતું આપણા આંદોલનમાં કોંગ્રેસના જે પણ નેતાઓ જોડાયા હતા તેમનો આભાર માનું છું.

માલધારી સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન!
maldhari-community-will-vote-against-bjp-maldhari-community-has-been-angry-for-one-and-a-half-years
author img

By

Published : Nov 25, 2022, 1:08 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly elction 2022) પહેલા સરકાર સામે અનેક આંદોલનો થયા હતા. જેમાં એક માલધારી સમાજનું પણ આંદોલન (maldhari community movement) જોવા મળ્યું હતું. માલધારી સમાજ દ્વારા પણ સરકાર (Gujarat government) સામે અનેક માંગણીઓ મૂકવામાં આવી હતી.જેમાંથી સરકાર દ્વારા હજુ પણ અમુક માંગણીઓ ન સ્વીકારતા માલધારી સમાજ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ મતદાન (vote against BJP)કરવાનું આહવાન કર્યું છે.

માલધારી સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન!

જુના પડતર પ્રશ્નો નિકાલ કરવામાં ભાજપ નિષ્ફળ: ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી માલધારી સમાજના સૂચનો લીધા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે ગુજરાતમાં માલધારી સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. જેથી આવનાર સમયમાં કોઈપણ રાજકીય પક્ષ છે આપણા સમાજને છેતરી ના જાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ માલધારી સમાજના જુના પડતર પ્રશ્નો નિકાલ કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ મળ્યું છે ગુજરાત સરકાર જોડે સંતો, મહંતો, ભુવાજી અને સામાજિક રાજકીય આગેવાનો અનેકવાર સરકાર જોડે મિટિંગ કરી ચૂક્યા છે.તેમ છતાં કોઈ નિકાલ આવ્યો નથી સમાજના મોટાભાઈ બહેનો પર અનેક ખોટા કેસ દાખલ કરી જેલમાં નાખવામાં આવ્યા છે.

દોઢ વર્ષથી માલધારી સમાજ નારાજ: તેમને વધુમાં જણાવ્યું હતું કે ગાયોના ગૌચરની જમીનો ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે. શહેરી વિસ્તારમાં વર્ષોથી માલધારી સમાજની માંગણી છે. માલધારી વસાહત બનાવી માલધારી સમાજને ન્યાય આપવો જોઈએ. જેથી નિર્દોષ રાહદારી રોડના અકસ્માત થતાં અટકી શકે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી માલધારી સમાજ ભાજપથી ખૂબ જ નારાજ છે તેથી આ વખતે સરકાર સામે માલધારી સમાજ એક જૂથ થઈને સરકારની વિરુદ્ધમાં મતદાન કરશે તેઓ નિર્ણય કર્યો છે.

કોંગ્રેસનો આભાર: વધુમાં જણાવ્યું હતું કે આપણે આપણો કીમતી મત વેડફી નાખશું તો આપણી આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. તેથી સમગ્ર માલધારી સમાજને ગુજરાત માલધારી મહાપંચાયતની વિનંતી છે કે આવનાર 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર ચૂંટણીના દિવસે જ ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે. સાથે જ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ કોંગ્રેસના 64 ધારાસભ્યોનો પણ આભાર માનતા જણાવ્યું હતું કે અમારા કપરા સમયમાં માલધારી સમાજની સાથે કોંગ્રેસ પક્ષ તેમ જ અન્ય વિવિધ રાજકીય પક્ષો તેમજ વિવિધ પશુપાલકના સમાજો પણ શેરથા, મહેસાણા હાઇવે પર થયેલી લાખોની જનમેદનીની જાહેર સભામાં સમર્થન આપ્યું હતું.

કઈ-કઈ માગણીઓ હતી?: માલધારી સમાજએ સરકાર સામે મુકેલી માંગણીની વાત કરવામાં આવે તો કુલ છ માગણીઓ મૂકવામાં આવી હતી. જેમાં ગીર બરડા અને આ વેચના પ્રશ્નોનો નિકાલ થવો જોઈએ, માલધારી વસાહતો બનાવવામાં આવે. પશુપાલકો સામે જે પણ ખોટા કેસ કરવામાં આવ્યા છે તે કેસ પાછા ખેંચવામાં આવે. 156 નગરપાલિકા 8 મહાનગરપાલિકા અને 70 લાખ કરતાં પણ વધુ માલધારી વસવાટ કરે છે. તેઓને બેરોજગાર બનાવવામાં આવ્યા છે તેમને રોજગાર આપવામાં આવે, માલધારી સમાજને ખેડૂત બનવાનો હક આપવામાં આવે અને સમગ્ર ગુજરાતમાં દૂધની ડેરી અને મંડળીઓમાંથી માલધારી સમાજનો એકડો કાઢી નાખવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.