ખેડા : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister narendra modi railly) સમગ્ર ગુજરાતમાં રેલીઓ અને સભાઓ યોજી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખેડામાં ભવ્ય સભા યોજાઈ. જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, આપણે લોકડાઉનમાં ગરીબોનો ચૂલો સળગતો રાખ્યો. ગરીબોને 3 લાખ કરોડની સહાય આપી. કોંગ્રેસવાળાને 3 લાખ કરોડ લખતા ન આવડે. સોનીયાબેને અધ્યક્ષ મોકલ્યા જોઈએ આપણને કેમ ઓકાત બતાવે.
2002થી ભાજપનો કબજો: માતર વિધાનસભાની બેઠક (matar assembly seat) પર વર્ષ 2002થી ભાજપનો કબજો છે. રાકેશ રાવ ચૂંટાયા બાદ 2007 અને 2012માં દેવુસિંહ ચૌહાણે (devusih chauhan bjp) આ બેઠક જાળવી રાખી હતી. ત્યારબાદ 2014માં થયેલી પેટાચૂંટણીમાં અને ત્યારબાદ 2017માં કેસરીસિંહ સોલંકીએ (kesrisih solanki bjp mla) આ બેઠક પર ભાજપના કમળને ખીલાવ્યું હતું.
રાજકીય ઇતિહાસ: માતર વિધાનસભાની બેઠક પર વર્ષ 2002થી ભાજપનો કબજો છે. રાકેશ રાવ ચૂંટાયા બાદ 2007 અને 2012માં દેવુસિંહ ચૌહાણે આ બેઠક જાળવી રાખી હતી. ત્યારબાદ 2014માં થયેલી પેટાચૂંટણીમાં અને ત્યારબાદ 2017માં કેસરીસિંહ સોલંકીએ આ બેઠક પર ભાજપના કમળને ખીલાવ્યું હતું. સામા પક્ષે કોંગ્રેસે વર્ષ 2002માં ચાવડા ધીરૂભાઈ, 2007માં નરહરિ અમીન, 2012માં સંજય પટેલ અને 2014માં કાળીદાસ પરમારને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા, પરંતુ તેમની હાર થઈ હતી. છેવટે 2017માં સંજય પટેલ કેસરીસિંહથી 2406 મતથી હાર્યા હતા. હવે 2022ની ચૂંટણી માટે કોંગ્રેસ કયા ઉમદેવારને આ બેઠક પરથી ટિકિટ ફાળવાશે એ ચર્ચાનો વિષય છે.માતર બેઠકના સૌથી માનીતા નેતા એટલે દેવુસિંહ ચૌહાણ, જે 2007 અને 2012ની ચૂંટણીઓમાં વિજયી થઈને બે ટર્મ સુધી ધારાસભ્ય રહ્યાં બાદ 2014થી તેઓ સંસંદસભ્ય છે. તેઓ ખેડા ગુજરાતથી 17મી લોકસભાના સંસદસભ્ય છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે 2014ની ભારતીય સામાન્ય ચૂંટણી જીતી હતી અને 16મી લોકસભામાં સંસદ સભ્યબન્યા હતા. હાલમાં તેઓ કમ્યુનિકેશન મંત્રાલયના રાજ્યમંત્રી છે.
2017નું પરિણામ: 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 14 પુરુષ અને 0 મહિલા મળી કુલ 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. 2002થી માતર વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો છે. 2017માં કેસરીસિંહ સોલંકીએ આ બેઠક પર ભાજપના કમળને ખીલાવ્યું હતું.
મતદારોની સંખ્યા: માતર બેઠક પર કુલ 226,336 મતદારો છે, જેમાં 1,01,352 મહિલા મતદાર અને 1,10,732 પુરૂષ મતદાર છે. અહીં ક્ષત્રિય સમાજના 39.60 ટકા, મુસ્લિમ સમાજના 14.27 ટકા, પટેલ સમાજના 11.66 ટકા, દલિત સમાજના 5.84 ટકા અને અન્ય જ્ઞાતિના 20.12 ટકા મતદારો છે.
માતર બેઠકની ખાસિયત: ખેડા જિલ્લાના માતર તાલુકાનું ગામ અને તાલુકાનું મુખ્ય મથક છે. માતર પહેલા માતબર તરીકે જાણીતું હતું. અહીં સચદેવ જૈન મંદિર આવેલું છે, જે પાંચમાં જૈન તીર્થંકર સુમતિનાથને સમર્પિત છે.એક સમયે આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ હતું. જોકે 2002થી આ બેઠક ભાજપના ગઢ સમાન બની છે. 2007 અને 2012ની ચૂંટણીમાં દેવુસિંહ ચૌહાણ સળંગ બે ટર્મ જીત્યા હતા.
માતર વિધાનસભાની માગ: માતર વિધાનસભા પર લોકો પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારે છે. દરેક ગામમાં પ્રાથમિક સુવિધાઓનું માળખું તો પહોંચ્યું છે પરંતુ સરકારી તંત્રની લાપરવાહીના કારણે લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે.સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ઉઠી છે. તેના કારણે લોકોને સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. આસપાસ ઐધોગિક એકમો આવેલા છે તેના કારણે યુવાનોને રોજગાર તો મળી રહ્યો છે પરંતુ પૂરતા વેતનની સમસ્યા હજુ યથાવત છે.યુવાનો પૂરતા વેતનની માગને લઈને અનેકવાર રસ્તા પર પણ ઉતર્યા છે.