અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (gujarat assembly election 2022) આ વખતે રાજકીયપક્ષો પોતાના સ્ટાર પ્રચારકોને (star campaigner of election) મેદાને ઉતારી હવાઇ પ્રચાર કરી અંદાજે 100 કરોડ ખર્ચ કરશે ત્યારે ચૂંટણી દરમિયાન વિવિધ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા વ્યક્તિઓ અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પરથી પૈસાની ન કરે તે માટે એરપોર્ટ પર ફરજ પરની સીઆઇએસએફ દ્વારા વિજિલન્સની સ્પેશિયલ ટીમ તૈનાત કરવામાં આવી(A special vigilance team has been deployed by the CISF) છે.જે એરપોર્ટ પરથી જતા મુસાફરોની હિલચાલ શંકાસ્પદ પર વોચ રાખશે.
10 લાખથી વધુની રકમ પર ધ્યાન રાખશે: ચૂંટણી દરમિયાન કોઇ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી રૂ. 10 લાખ કે તેની વધુની હેરાફેરી કરતા પકડાશે તો ઈન્કમટેક્સ સેલના અધિકારીઓને તાકીદે જાણ કરાશે. 2017ની ચૂંટણીમાં પૈસાની હેરફેરી કરતા એરપોર્ટ પર પાંચ જેટલા કેસ થયા હતા કેટલાક કેસ ઈન્કમટેક્સના અધિકારીઓએ બાતમીના આધારે પકડ્યા હતા. સીઆઇએસફના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, મોટાભાગે હેન્ડ લગેજમાં બે નંબરના પૈસાની હેરાફેરી કરવામાં આવે છે.
ચૂંટણીમાં તૈનાત CISF જવાનોની રજા રદ: એરપોર્ટની સુરક્ષા માટે ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ સહિત રન-વે, એપ્રોન સહિત વિવિધ પોઇન્ટ પર સીઆઇએસએફના જવાનોની સંખ્યા 700થી વધારી1 હજાર જવાનો તૈનાત કરાયા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ જવાનોની રજા કેન્સલ કરી ઇલેક્શન ડ્યૂટી પણ સોંપાઈ છે.
સુરત કેશ કાંડ: હમણાં થોડા દિવસ પહેલા જ સુરતમાં પોલીસે એક કારમાંથી 75 લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે. ને આ કાર બીજી કોઈ પાર્ટીની નહીં પરંતુ (Gujarat Political News) કૉંગ્રેસની છે. અધુરામાં પૂરું આ ઘટનાના એક ચોંકાવનારા સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે, જેમાં કૉંગ્રેસના નેતા ભાગતા નજરે પડી રહ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દરેક પોલિટિકલ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર પણ તેજ કરી દેવામાં આવ્યો છે.દરેક પાર્ટી ગુજરાતને સર કરવા માટે પોતાની કમર કસી છે. તેવામાં નાણાકીય લેવડદેવદો પણ વધે તેવી સંભાવના છે. તેને ધ્યાને લઈને નિયમો કડક કરી દેવામાં આવ્યા છે.