સુરત સુરતમાં 12 વિધાનસભા બેઠકો છે. જેમાંથી પાંચ વીઆઈપી બેઠક ( VIP Seats Of Surat )કહી શકાય. કારણ કે અહીં જે રસાકસી જોવા મળશે તેની ઉપર આખા ગુજરાતની નજર રહેશે. એક બાજુ ભાજપની 160 ઉમેદવાર યાદીમાં (BJP Candidate First List ) ભૂપેન્દ્ર પટેલ સરકારના ચાર પ્રધાનને ભાજપે ફરી એક વખત રીપીટ કર્યા છે જેઓ સુરત વિધાનસભા બેઠકો પરથી ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 )લડશે. જ્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના બે કન્વીનર તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુરતથી ચૂંટણી ( Gujarat Election 2022 ) લડવા જઈ રહ્યા છે.
મજૂરા બેઠક ભાજપના યુવા નેતા વિરુદ્ધ ભાજપના પૂર્વ નેતા લડશે સુરત મજૂરા વિધાનસભા બેઠક ( VIP Seats Of Surat )આમ તો ભાજપ માટે સુરક્ષિત બેઠકોમાંથી એક છે અને અહીંથી બે ટર્મથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ચૂંટાઇને ( Gujarat Election 2022 ) આવી રહ્યા છે. પરંતુ આ વખતે તેમની લડત માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી સામે (Gujarat Assembly Election 2022 )પણ છે. સૌથી અગત્યની વાત આ છે કે આ વખતે આમ આદમી પાર્ટી તરફથી જે ઉમેદવાર છે તે અગાઉ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. હાલમાં જ પીવીએસ શર્માએ ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીનો હાથ પકડી લીધો છે અને તેઓ મજૂરાથી ઉમેદવાર પણ છે. તેઓ પૂર્વ શહેર ઉપપ્રમુખ અને પૂર્વ આવકવેરા અધિકારી રહી ચૂક્યા છે. જેથી પૂર્વ ભાજપના નેતાની આ વખતે ભારે ટક્કર ( Big Fight )ભાજપના યુવા નેતા (BJP Candidate First List ) સાથે આ બેઠક પર જોવા મળશે.
કતારગામ બેઠક પર પૂર્વ પ્રધાન સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખનો જંગ વીઆઇપી બેઠકો અંગેની ચર્ચા થાય ત્યારે કતારગામ વિધાનસભા બેઠક ( VIP Seats Of Surat )નો સમાવેશ થાય છે. શહેરી વિકાસ ખાતું ધરાવનાર ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન વિનોદ મોરડીયાની લડત આ વખતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ( Gopal Italia ) સામે છે. કતારગામ વિધાનસભા બેઠક પર પાટીદાર સમાજ અને પ્રજાપતિ સમાજ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. આ વખતે આ બેઠક પર ભાજપે પોતાના કેબિનેટના મંત્રીને રીપીટ કર્યા છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી એ પોતાના પ્રદેશ પ્રમુખને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઉતાર્યા છે. બંને પાટીદાર સમાજથી આવે છે અને બંનેએ પોતાના જીતના દાવા પણ કર્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસે પણ કલ્પેશ વરિયાને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. જોકે કોંગ્રેસ કરતા આ સીટ પર સૌથી વધુ રસાકસી ( Big Fight )ભાજપ અને આપ વચ્ચે જોવા મળશે.જેની ઉપર આખા દેશની નજર (Gujarat Assembly Election 2022 )હશે.
વરાછા બેઠક પર ભાજપના પાટીદાર નેતા સામે પાસના કન્વીનર વર્ષ 2017 ની ચૂંટણીમાં જે બેઠકો ઉપર લોકોની સૌથી વધુ નજર હતી તે સુરતની વરાછા બેઠક ( VIP Seats Of Surat )હતી. કારણ કે અહીં પાટીદાર અનામત આંદોલનના કારણે સૌથી વધુ હિંસક પ્રદર્શન કરવામાં આવ્યુ હતું અને આ બેઠક પર પાટીદાર સમાજનો દબદબો છે. તેમ છતાં આ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જે તે સમયે ભાજપના કાર્યકર્તાઓ આ વિસ્તારમાં પ્રચાર પણ કરી શકતા નહોતા અને ભારે વિરોધનો સામનો કરી રહ્યા હતા તે સમયે આ બેઠક પરથી ભાજપે કિશોર કાનાણીને ( Kishor Kanani ) ટિકિટ આપી હતી અને કિશોર કાનાણીનો ભવ્ય વિજય થયો હતો. તેમને આરોગ્યપ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા. જો કે આ વખતે કિશોર કાનાણીને ભાજપ એ રીપીટ કર્યા છે પરંતુ તેમની સામે આમ આદમી પાર્ટીથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાલ જ આપ પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા સામે લડત છે. અલ્પેશ કથીરિયા એલએલબી સુધી ભણ્યા છે. પાટીદાર સમાજમાં મહત્વનો ચહેરો છે બીજી બાજુ કોંગ્રેસથી પ્રફુલ તોગડિયા ઉમેદવાર છે કે જેઓ સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. આ વખતે ત્રણેય પાટીદાર ઉમેદવાર ( Big Fight )હોવાના કારણે રોચક જંગ આ બેઠક પર (Gujarat Assembly Election 2022 )જોવા મળશે.
ઓલપાડ બેઠક પૂર્વ પ્રધાન સામેે ખેડૂત આગેવાન અને પાસના કન્વીનર ચૂંટણી લડશે સુરત શહેરમાં ઓલપાડ વિધાનસભા બેઠક ( VIP Seats Of Surat )નો કેટલાક ભાગ શહેરમાં અને બાકીનો જિલ્લામાં સમાવિષ્ટ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ઓલપાડ વિધાનસભા મતવિસ્તારથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવેલા મુકેશ પટેલને ( Mukesh Patel ) પ્રધાન પદ આપવામાં આવ્યું હતું. આ વખતે પણ તેમને રીપીટ કરવામાં આવ્યા છે પરંતુ આ વખતે તેમની લડત ખૂબ જ મુશ્કેલ બની રહેશે.કારણ કે આ વખતે તેમની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોઈ બીજો નહીં. પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ધાર્મિક માલવીયા છે. આંદોલન સમયે ગુજરાતમાં એક ક્રાંતિકારી આંદોલનકારી તરીકે પોતાની છબી બનાવનાર ધાર્મિક માલવિયા પાટીદાર સમાજમાં યુવા નેતા તરીકે સામે આવ્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી દર્શન નાયક આ વખતે ઓલપાડના ઉમેદવાર છે. દર્શન નાયક છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત સમાજના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છે. જેથી ખેડૂત સમાજના મતોનું પણ ધ્રુવીકરણ ( Big Fight )થાય તેવી સંભાવનાઓ બેઠક પર કરવામાં આવી રહી છે. આ બેઠક પર ખેડૂતો અને પાટીદાર સમાજના લોકોના મત નિર્ણાયક મત ગણાય છે અને જ્યારે ભાજપના પૂર્વ પ્રધાન આ બેઠક પરથી ચૂંટણી લડે તો ચોક્કસથી આ બેઠક પર સૌની (Gujarat Assembly Election 2022 )નજર હશે.
કામરેજ વિધાનસભા પાટીદાર ફેક્ટર પર નિર્ધારિત છે કામરેજ પર જીત વરાછા વિધાનસભા બેઠકની જેમ કામરેજ ( VIP Seats Of Surat ) પણ ખૂબ જ મહત્વની બેઠક છે અહીં પણ પાટીદાર સમાજના લોકોને નિર્ણાયક ભૂમિકામાં હોય છે આજ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ અહીંથી પાટીદાર સમાજથી આવેલા લોકોને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. આ બેઠક પર ભાજપે નો રીપીટ થીયરી અમલમાં મૂકી છે તેઓએ પોતાના પૂર્વ ધારાસભ્યને આ વખતે ટિકિટ આપી છે. ભાજપ તરફથી પ્રફુલ પાનસેરીયા ( Praful Panseriya ) વખતે કામરેજના ઉમેદવાર છે જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી એ પોતાના પાયાના કાર્યકરને આ બેઠક પરથી ટિકિટ આપી છે બીજી બાજુ ખેડૂત પુત્ર નીલેશ કુંભાણી આ બંનેને ટક્કર આપવા માટે તૈયાર છે આ બેઠક પર રસાકસીનો( Big Fight ) માહોલ ચોક્કસથી (Gujarat Assembly Election 2022 )જોવા મળશે..