રાજકોટ: તાજેતરમાં જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. અલગ અલગ સરકારી કર્મચારીઓને અલગ અલગ ચૂંટણી ફરજ સોંપાઈ હતી. એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડે. રજિસ્ટ્રાર એવા મનીષ ધામેચાને પણ ચૂંટણી ફરજ સોંપાઈ હતી પરંતુ તેઓ મતદાનના દિવસે પોતાની ફરજ ઉપર હાજર નહી થતા તેમના વિરુદ્ધ ચૂંટણી તંત્ર દ્વારા કાર્યવાહી(Warrant issue of arrest of dy.Registrar of Saurashtra University) કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
ધરપકડ વોરંટ ઇસ્યુ: 1 ડિસેમ્બરે મતદાનના દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડે. રજીસ્ટ્રાર એવા મનીષ ધામેચાની રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના મતદાન મથક 48 નંબર પર પ્રિસાઇટિંગ ઓફિસર તરીકે ફરજ સોંપાઈ હતી. તેઓ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પોતાની ચૂંટણી ફરજ ઉપર ગેરહાજર(Warrant issue of arrest of dy.Registrar of Saurashtra University) રહ્યા હતા. જ્યારે હવે ચૂંટણી કાર્ય પૂર્ણ થતાં ચૂંટણી તંત્ર દ્વારા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તાત્કાલિક ધરપકડ વોરંટ ઇસ્યુ(Warrant issue of arrest of dy.Registrar of Saurashtra University) કરાયું છે.
ચૂંટણી તંત્ર દ્વારા આકરા પગલાં: ચૂંટણી તંત્ર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર એવા મનીષ ધામેચા વિરુદ્ધ તાત્કાલિક કરાયું(Warrant issue of arrest of dy.Registrar of Saurashtra University) છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 128 મુજબ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વોરંટ ઇસ્યુ કરાયું છે. જ્યારે ખાતાકીય કાર્યવાહી પણ આ મામલે કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર ચૂંટણી ફરજ દરમિયાન હાજર રહ્યા નહોતા અને તેઓએ કોઈપણ ગેરહાજર રહેવાનું કારણ પણ દર્શાવ્યું નહોતું જેના કારણે આ કાર્યવાહી કરાઇ(Warrant issue of arrest of dy.Registrar of Saurashtra University) છે.