ETV Bharat / assembly-elections

માત્ર 2 હજાર મતોની સરસાઈ સાથે દસાડા વિધાનસભા બેઠક પર કાંટાની ટક્કર - ગુજરાત વિધાનસભા ચૂંટણી

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. 2017માં જિલ્લાની પાંચમાંથી ચાર બેઠકો મેળવનાર કૉંગ્રેસ 2022માં એકપણ બેઠક જીતી શકી નથી. તમામ બેઠક ભાજપે કબજે કરી છે. દસાડા વિધાનસભા બેઠકમાં (Dasada Assembly Seat) છેક સુધી ફાઇટ ચાલુ રહી હતી. મત ગણતરી થઇ ત્યારે ભાજપના પી.કે.પરમાર 2 રાઉન્ડ સુધી આગળ હતા ત્યારબાદ 3 અને 4 રાઉન્ડમાં કોંગ્રેસના નૌશાદભાઇ સોલંકી આગળ રહ્યા હતા. દસાડા બેઠક પર છેલ્લે ભાજપનો વિજય થયો હતો, પરંતુ છેક સુધી જામેલી રસાકસીને કારણે લોકો એક જ સવાલ કરતા હતા કે શું થશે અને કોણ જીતશે .માત્ર 2 હજાર મતોની સરસાઈ સાથે દસાડા વિધાનસભા પર કાંટાની ટક્કર થઈ હતી. (Gujarat Assembly Election 2022)

Etv BharatGujarat Assembly Election Narrow Margin Victory Surendranagar Assembly Seat Dasada

author img

By

Published : Dec 8, 2022, 3:34 PM IST

Updated : Dec 9, 2022, 7:46 AM IST

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. 2017માં જિલ્લાની પાંચમાંથી ચાર બેઠકો મેળવનાર કૉંગ્રેસ 2022માં એકપણ બેઠક જીતી શકી નથી. તમામ બેઠક ભાજપે કબજે કરી છે. દસાડા વિધાનસભા બેઠકની (Dasada Assembly Seat) વાત કરીએ તો દસાડા બેઠકમાં છેક સુધી ફાઇટ ચાલુ રહી હતી. મત ગણતરી થઇ ત્યારે ભાજપના પી.કે.પરમાર 2 રાઉન્ડ સુધી આગળ હતા ત્યારબાદ 3 અને 4 રાઉન્ડમાં કોંગ્રેસના નૌશાદભાઇ સોલંકી આગળ રહ્યા હતા. દસાડા બેઠક પર છેલ્લે ભાજપનો વિજય થયો હતો, પરંતુ છેક સુધી જામેલી રસાકસીને કારણે લોકો એક જ સવાલ કરતા હતા કે શું થશે અને કોણ જીતશે માત્ર 2 હજાર મતોની સરસાઈ સાથે દસાડા વિધાનસભા બેઠક પર કાંટાની ટક્કર થઈ હતી. (Gujarat Assembly Election 2022)

માત્ર 2 હજાર મતોની સરસાઈ સાથે દસાડા વિધાનસભા પર કાંટાની તક્કર

દસાડા વિધાનસભામાં ભાજપનું જીતનું કારણ : દસાડા વિધાનસભા (Dasada Assembly) સીટ પર ભાજપના પી.કે.પરમારે કોંગ્રેસના નૌશાદ સોલંકીને 2,136 મતોની પાતળી સરસાઇથી હરાવ્યા છે. જેમાં પરિણામ બાદ દસાડા વિધાનસભામાં આપ અને નોટા ભાજપનું જીતનું કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામમાં ભાજપના પી.કે.પરમારને 75,743 મતો મળ્યાં છે. જ્યારે કોંગ્રેસના નૌશાદ સોલંકીને 73,607 મતો મળ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ સોલંકીને 10,060 મતો મળ્યાં છે. જ્યારે નોટાને 3,126 મતો મળ્યાં છે અને અપક્ષોને પણ 3,590 મતો મળ્યાં છે.

ભાજપના ઉમેદવાર પી. કે. પરમારની થઈ જીત : ધ્રાંગધ્રામાં ભાજપે પાટીદાર અને ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાને ટિકિટ આપી હતી. તે પણ સારી લીડથી જીતી ગયા હતા. જ્યારે પાટડીની અનુસૂચિત જાતિની અનામત બેઠક ઉપર આ વખતે કૉંગ્રેસના વર્તમાન અને સક્રિય ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી સામે ભાજપે આ વખતે પહેલી વાર સ્થાનિક ઉમેદવાર પી. કે. પરમારને ટિકિટ આપી હતી. અહીં પણ ભાજપની જીત થઈ હતી.

2017ની ચૂંટણી : 2017ની રેગ્યુલર ચૂંટણી થઈ ત્યારે જિલ્લામાં ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રા અને લીંબડી બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ લીંબડી અને ધ્રાંગધ્રામાં કૉંગ્રેસના ઉમેદવારે રાજીનામું આપી દેતાં આ બંનેે બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી, પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જિલ્લાની તમામ 5 બેઠક પર ભગવો લહેરાવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસના સૂપડા સાફ : સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. 2017માં જિલ્લાની પાંચમાંથી ચાર બેઠકો મેળવનાર કૉંગ્રેસ 2022માં એકપણ બેઠક જીતી શકી નથી. તમામ બેઠક ભાજપે કબજે કરી છે. ચોટીલા બેઠક પર કૉંગ્રેસના સીટીંગ MLA ઋત્વિક મકવાણા અને દસાડા બેઠક પરના સીટીંગ MLA નૌશાદ સોલંકીએ હારનો સામનો કરવો પડ્યો છે.

Last Updated : Dec 9, 2022, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.