ETV Bharat / assembly-elections

Gujarat Assembly Election: BTPએ ઉમેદવારોના નામ સાથે પ્રથમ યાદી કરી જાહેર

ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીની (Gujarat assembly election 2022) તારીખો જાહેર થયા બાદ દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયામાં લાગી છે. 'આપ', કોંગ્રેસ બાદ હવે આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ પણ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જાણો કોણ ક્યાંથી ઉમેદવારી કરશે.

BTPએ 12 ઉમેદવારોના નામ સાથે પ્રથમ યાદી કરી જાહેર
gujarat-assembly-election-btp-released-first-list-with-names-of-12-candidates
author img

By

Published : Nov 6, 2022, 4:48 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat assembly election 2022) તારીખ જાહેર થઇ ચુકી છે. બે તબક્કામાં યોજનાર ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે દરેક પાર્ટીએ પોતાની કમર કસી છે.આમ આદમી પાર્ટી (Aam aadmi party) અને કોંગ્રેસ (Indian national congress) બાદ હવે BTP એ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે 12 ઉમેદવારોની પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં ગત ચૂંટણીમાં મોટી જનમેદનીને પોતાની તરફ મતોમાં ફેરવવામાં સફળ રહેલી બીટીપી (ભારતીય ટ્રાયબલ પાર્ટી)દ્વારા આ વખતે 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

પ્રથમ યાદી જાહેર: ભરૂચ જિલ્લાની આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર છેલ્લી સાત ટર્મથી BTP સુપ્રીમો છોટુ વસાવાનું વર્ચસ્વ રહ્યું છે. ભાજપ, કોંગ્રેસના ગમે તેટલા ધમપછાડા છતાં આ બેઠક કબજે કરી શક્યા નથી. દરમિયાન આ વિધાનસભાની ચૂંટણીમાં BTP એ પોતાના 12 ઉમેદવારની યાદી જાહેર કરતા જ MLA છોટુ વસાવા ચૂંટણી નહિ લડે ની વાતો વહેતી થઈ હતી. જો કે છોટુ વસાવાએ આ અટકળોનો અંત આણ્યો છે. તેઓએ કહ્યું છે કે, હું જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ અને ચૂંટણી લડાવીશ.

પોતાના ગઢની સીટ પર જાહેરાત બાકી: છોટુ વસાવા પોતે હજુ કઈ બેઠક પરથી લડશે તે જાહેર કરવામાં આવ્યું નથી.વ્યારા બેઠક પરથી સુનિલ ગામીત, નિઝર બેઠક પરથી સમીર નાયક, ડાંગ બેઠક પરથી નિલેશ ઝામ્બરે અને ધરમપુર બેઠક પરથી સુરેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે.BTP નું હોમ ગ્રાઉન્ડ ગણાતી બે સીટ જેમાં ડેડીયાપાડા અને ઝગડિયાનો સમાવેશ થાય છે તે બેઠકો પર હજી સુધી નામ જાહેર થયા નથી. પરંતુ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ડેડીયાપાડા બેઠક પરથી બહાદુર વસાવાને ટીકીટ આપી શકે છે.

'આપ' સાથે ગઠબંધન તૂટ્યું: આમ આદમી પાર્ટી અને BTP નું થોડા મહિના પહેલા જ ગઠબંધન થયું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને BTP ના સર્વેસર્વા છોટુભાઈ વસાવાની એક સંયુક્ત સભા પણ ઝઘડીયા ખાતે યોજાઈ હતી. જો કે પ્રથમ સભામાં જ BTP અને આમ આદમી પાર્ટી વચ્ચે આંતરિક વિખવાદ શરૂ થઈ ચુક્યા હતા. છોટુભાઈ વસાવાએ આરોપ લાગવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ ગઠબંધન નહિ પરંતુ BTP અને AAP માં મર્જ કરી દેવાની વાત કરી હતી. જેથી AAP અને BTP વચ્ચે તિરાડ પડી. જો કે મળેલી માહિતી અનુસાર BTP એ પોતાના ઉમેદવારોની આપેલી યાદીમાંથી ફક્ત 4 સીટ પર સહમતી બની હતી. જો કે BTP સાથે ગઠબંધન તૂટ્યા બાદ અનેક BTP ના નેતાઓ અને આગેવાનો AAPમાં જોડાયા છે અને AAP માંથી ટિકિટ પણ મેળવી છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.