વલસાડ: ધરમપુર રોડ પર આવેલા જુજવા ગામ ખાતે જંગી જનમેદની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) સભા સંબોધી હતી. જ્યા તેમણે જંગી જનમેદની જોતા જણાવ્યું કે, આ ચૂંટણી સભા નથી પરંતુ ગુજરાતની જનતાનો વિજયનો શંખનાદ છે. દેશના 130 કરોડ નાગરિકો માટે અત્યંત મહત્વનો અને લોકતંત્રને મજબૂત કરવા માટેનો અવસર ચૂંટણી આવી રહી છે. જેમાં દરેક લોકોએ ભાગીદાર થવું જોઈએ.
50,000 કરતાં પણ વધુ લોકોની જનમેદનીઃ વલસાડ જિલ્લાના જુજવા ખાતે આયોજિત ચૂંટણીની જંગી સભામાં (Valsad Pm modi Campaign ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે પાંચેય વિધાનસભા બેઠકો ઉપરથી સેંકડો ની સંખ્યામાં જનમેદની ઉંમટી પડી હતી અંદાજે 40,000 થી વધુ પ્લાસ્ટિકની ખુરશીઓ બેઠક વ્યવસ્થા માટે મૂકવામાં આવી હતી, જે વડા પ્રધાન આવતાની સાથે ફુલ થઈ ચૂકી હતી.
![50,000 કરતાં પણ વધુ લોકોની જનમેદનીઃ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-modisbhajujvavalsad-av-gj10047_20112022090314_2011f_1668915194_235.jpg)
લોક તંત્રને મજબૂત કરવાનો અવસર દેશના 130 કરોડ નાગરિકો માટે અત્યંત મહત્વના અને લોકતંત્રને મજબૂત કરવા માટેનો અવસર એટલે કે ચૂંટણી આવી રહી છે તે આ ચૂંટણીમાં દરેક લોકોએ લોકતંત્રને મજબૂત કરવા માટે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવો જોઈએ તેવું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેજ ઉપરથી લોકોને હાકલ કરી છે
![લોક તંત્રને મજબૂત કરવાનો અવસર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-modisbhajujvavalsad-av-gj10047_20112022090314_2011f_1668915194_121.jpg)
ગુજરાતના વિકાસ માટે ભાજપને વોટ આશીર્વાદ આપવા આ પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે રીતે છેલ્લા પાંચ વર્ષોમાં વિકાસની ગતિ તે જ થઈ છે અને વિશ્વની આંગલી હરોળમાં દેશ આવી રહ્યો છે અને તમામ પ્રકારની સિદ્ધિઓ હાસીલ કરી છે અને વિકાસ ભરણફાળ ભરી રહ્યો છે ત્યારે માતા બહેનો વડીલો એ આશીર્વાદ સ્વરૂપે દેશના વધુ વિકાસ અર્થે આશીર્વાદ સ્વરૂપે વોટ કરવો જેથી દેશને વિશ્વના આગલી હરોળ માં લાવી શકાય
હું જનતાનો સેવક છું પગ વાળીને બેસી નથી રહ્યો ... વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં હું જનતાના સેવક તરીકે કામ કરી રહ્યો છું અને વર્ષોથી વિકાસના કામોમાં અવિરત ભાગ લઈ રહ્યો છું ત્યારે હું જનતાનો સેવક છું અને કેટલાય વર્ષોથી હું પગ વાળીને બેઠો નથી સતત પ્રયત્નશીલ રહું છું
દુનિયામાં દેશનો ડંકો છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેજ ઉપરથી બોલતા જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં આજે દેશનો જે ડંકો વાગી રહ્યો છે એ મોદીના કારણે નથી પરંતુ જનતાના એક મતની કિંમતને કારણે જે વિકાસ સર્જાય છે અને જે વિકાસ એ તે જ ગતિ પકડી છે તેના કારણે દેશનો ડંકો વિશ્વમાં વાગી રહ્યો છે અને એ પ્રજાના એક મત ની તાકાત છે
વિકાસના મૂળમાં માતા બહેનોના આશીર્વાદઃ ગુજરાત જે રીતે દેશ અને દુનિયામાં વિકાસની હરણફાળ ભરી રહી છે તેમાં માત્ર ગુજરાતની પ્રજાનો નહીં પરંતુ ગુજરાતની માતા બહેનો અને વડીલોનો આશીર્વાદ છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના વિકાસને લઈને અડીખમ ઉભી છે અને આગામી દિવસમાં પણ તેમના આશીર્વાદ મળતા ગુજરાત વધુ વિકાસ કરશે તેવું જણાવ્યું હતું.
18 વર્ષથી ઉપરના નવા મતદારોઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ 18 વર્ષ વટાવી ચૂકેલા નવા મતદારોને અપીલ કરી જણાવ્યું કે ગુજરાતનું ભવિષ્ય તેઓ નક્કી કરવાના છે અને 18 વર્ષથી ઉપરના તમામ મતદાતાઓ ગુજરાતના ભાગ્યનિર્માણમાં ભાગીદાર બનશે તેમણે પોતાના મતની કિંમત સમજવા માટે અપીલ કરી હતી
ગુજરાતનો જવાનિયો રોજગાર માંગનાર નહિ આપનાર બન્યો છે વડાપ્રધાને જણાવ્યું કે 21મી સદી સ્કીલ ઈન્ડિયાની સુધી છે જેમાં જુવાનીઓ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે થનગની રહ્યા છે તેથી જ ગુજરાતે આવા યુવા લેવા માટે વિશેષ સ્ટાર્ટ અપની નીતિ બનાવી છે સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં 80,000 જેટલા સ્ટાર્ટઅપ શરૂ થયા છે જેમાં વિશ્વમાં પ્રથમ ત્રણ ગુજરાતમાં યુવાનોના નામ છે માત્ર ગુજરાતમાં જ 14 હજાર જેટલા સ્ટાર્ટઅપ શરૂ થયા છે તેમણે કહ્યું કે ગુજરાતનો યુવાનીઓ રોજગાર માંગનાર નહીં પરંતુ આપનાર બન્યો છે.
વલસાડના માછીમાર ભાઈઓ માટે પણ વિકાસની કેડી કંડારી છે વલસાડ કાંઠા વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં માછીમાર ભાઈઓ માટે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે છેલ્લા 15 16 વર્ષથી ફીસરીઝ ડિપાર્ટમેન્ટમાં બજેટ માત્ર 10 થી 11 કરોડ રૂપિયા હતું પરંતુ ભારતીય જનતા પાર્ટી એ આ બજેટ વધારી 900 કરોડ જેટલું કરી નાખ્યું છે માછીમાર ભાઈઓ માટે સાગર ખેડુ યોજના દ્વારા 1,600 કરોડ રૂપિયા જેટલી સબસીડી કેરોસીનમાં આપવામાં આવી છે સાથે જ માછીમાર ભાઈઓને લોન મળી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ફોર્મ મુકવામાં આવી છે તેમણે કહ્યું કે આગામી દિવસમાં વલસાડ જિલ્લામાં ઉમરસાડી ખાતે બની રહેલી ફ્લોટિંગ જેટી માછીમાર ભાઈઓ માટે દેવડૂત સમાન બની રહેશે સાથે જ વલસાડના કગવાડી ખાતે બની રહેલું સીફૂડ પાર્ક તેના દ્વારા સી ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ થશે અને વલસાડના માછીમાર ભાઈઓને મહેનત સમગ્ર વિશ્વમાં ડંકો વગાડશે
વલસાડ જિલ્લાના 3 લાખ ખેડૂતોના ખાતા અત્યાર સુધીમાં 300 કરોડ આપ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે વલસાડ જિલ્લામાં અનેક ખેડૂતો કામ કરી રહ્યા છે ત્યારે આ ખેડૂતોને મદદરૂપ થવા માટે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને 6000 રૂપિયા તેમના ખાતામાં આપવામાં આવ્યા છે અત્યાર સુધીમાં માત્ર વલસાડ જિલ્લામાં ત્રણ લાખ ખેડૂતોને ₹300 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવવામાં આવી છે જેથી ખેડૂતોને ખેતી માટે મદદરૂપ થઈ શકાય
ગુજરાતને બદનામ કરનાર ટોળકી સક્રિય છે હાલમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં આવી છે ત્યારે ગુજરાતને બદનામ કરનારી એક ટોડ કી સક્રિય બને છે જેના દ્વારા ગુજરાતના લોકોને ભરમાવી લોકોમાં નફરત ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતને બદનામ કરનારા લોકોને ગુજરાતમાં જગ્યા આપી ન જોઈએ તેમણે કહ્યું કે ગુજરાતી જ્યાં જાય છે ત્યાં પોતાનું સ્થાન બનાવી લે છે અને દૂધમાં સાકરની જેમ ભળી જાય છે ત્યારે ગુજરાતને બદનામ કરનારી આ ટોળકીને ગુજરાતમાં જગ્યા ન આપવા અપીલ ભરી છે અને લોકોને તેના થી ચેતતા રહેવા જણાવ્યું છે
ગુજરાત અને દેશના વિકાસ માટે આશીર્વાદ સ્વરૂપે વોટ માંગવા આવ્યો છું આગામી 25 વર્ષ ભારત અને ગુજરાત માટે ખૂબ મહત્વના છે અને તે માટે વિકાસ ગાથા અવિરત પણે તથા આગળ વધતી રહે તે માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જરૂરી છે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર ગુજરાત સહિત ભારત ભરમાં અનેક વિકાસ કાર્યક્રમ કર્યા છે ત્યારે આ ચૂંટણીમાં હું વોટ માંગવા નથી આવ્યો પરંતુ આપના આશીર્વાદ સ્વરૂપે વોટની માંગ કરવા આવ્યો છું તેવું તેમણે જણાવ્યું હતું