ETV Bharat / assembly-elections

એવું તો શું થયું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને રોડ શો અધૂરો મૂકવો પડ્યો જાણો કારણ... - અમિત શાહ અધૂરો રોડ શો મૂકી નીકળી ગયા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો (Amit Shah Road Show in Vadodara) ગઈકાલે (શુક્રવારે) વડોદરાના પ્રતાપનગર રોડ સ્થિત અપ્સરા સિનેમાથી જ્યુબિલીબાગ સુધી રોડ શો (Road show from Pratapnagar to Zeubeli Bagh) હતો. પ્રતાપનગર રોડથી અમિત શાહનો રોડ શો શરૂ થયો હતો. જોકે, રોડ શો પૂરો થાય તે પહેલા માંડવી ગેટ ખાતે અધવચ્ચે જ રોડ શોમાંથી ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. જેથી વડોદરાના ભાજપના ઉમેદવારોએ અમિત શાહ વિના જ રોડ શો પૂરો કરવો પડ્યો હતો. (Gujarat Assembly Election 2022)

એવું તો શું થયું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને રોડ શો અધૂરો મૂકવો પડ્યો જાણો કારણ...

author img

By

Published : Dec 3, 2022, 7:13 AM IST

Updated : Dec 3, 2022, 7:44 AM IST

વડાદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ બીજા તબક્કાના મતદાન આવનાર 5 ડીસેમ્બરે થવાનું છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા જોર શોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આજે ભાજપના વડોદરા શહેરની બેઠકના પ્રચાર અર્થે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો (Amit Shah Road Show in Vadodara) વડોદરામાં રોડ શો યોજાયો હતો. આ રોડ શો પ્રતાપનગરથી ઝ્યુબેલી બાગ (Road show from Pratapnagar to Zeubeli Bagh) સુધીનો 3 કિલોમીટર સુધી રોડ શો યોજવાનો હતો. પરંતુ આ રોડ શો માંડવી સુધી યોજાયો હતો. જે ગૃહ પ્રધાન અમિતશાહ અધૂરો રોડ શો મૂકી નીકળી ગયા હતા.

એવું તો શું થયું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને રોડ શો અધૂરો મૂકવો પડ્યો જાણો કારણ...

અમિત શાહનો રોડ શો : આ રોડ શોમાં ઠેર ઠેર સ્ટેજ પર હાજર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રોડ શો શહેરના પ્રતાપ નગરથી ચોખંડી, માંડવીથી ચાંપાનેર થઈ અડાનીયા પુલ ચાર રસ્તા થઈ કોયલી ફળિયાથી હુંજરાત પાગા થઈને જ્યુબિલી બાગ ખાતે રોડ શો પૂર્ણ થવાનો હતો. જોકે, રોડ શો પૂરો થાય તે પહેલા માંડવી ખાતે અધવચ્ચે રોડ શોમાંથી ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. તેઓ અમદાવાદ પહોંચીને ચાંદખેડા વિસ્તારમાં સભાને સંબોધી હતી. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રોડ શોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત આદિવાસી નૃત્યની ઝાંખી કરતા નજરે પડ્યા હતા. આ રોડ શોમાં વડોદરા શહેર અને રાવપુરા વિધાનસભા બેઠકને આવરતો વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહિત લોકો જોડાયા હતા.

અમિત શાહ 3 કલાક મોડા આવ્યા : રાજ્યની 89 બેઠકો પર ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં હવે રાજકીય પાર્ટીઓએ બાકીની 93 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વડોદરા પહોંચ્યા હતા અને પ્રતાપનગરથી રોડ શરૂ કર્યો હતો. અમિત શાહે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમિત શાહ વડોદરામાં સાંજે 4 વાગે રોડ શો કરવાના હતા, પરંતુ, તેઓ અંદાજે 3 કલાક જેટલા મોડા આવ્યા હતા. જેથી રોડ શો મોડો શરૂ થયો અને અધવચ્ચે જ અટકાવી અને અમદાવાદ રવાના થયા હતા.

લોકોને અમિત શાહની ઝલક જોવા ન મળી : મોટી સંખ્યામાં હાજર લોકો અમિત શાહની એક ઝલક મેળવવા માટે ઊભા રહ્યા હતા, પરંતુ, માંડવી ગેટથી જ્યુબિલીબાગ સુધીના રૂટ પર હાજર લોકોને અમિત શાહની એક ઝલક જોવા મળી નહોતી. અમદાવાદમાં સાંજે 7:00 વાગ્યે ચાંદખેડામાં અમિત શાહની જાહેર સભા હતી. જો કે 7.45 સુધી અમિત શાહ વડોદરામાં જ હાજર હતા. વડોદરાના પ્રતાપનગર રોડ સ્થિત અપ્સરા સિનેમા પાસેથી રોડ શો શરૂ થયો, ત્યારથી જ અમિત શાહ ઉતાવળમાં હતા. તેમને અમદાવાદ પહોંચવાની ઉતાવળ હોવાથી તેઓ રોડ શોની ગાડીની આગળ ચાલી રહેલા કાર્યકરોને ઝડપી ચાલવા માટે કહેતા જોવા મળ્યા હતા અને તેમની બાજુમાં ઉભેલા નેતાઓને પણ રોડ શોને ઝડપથી પૂર્ણ કરવા અને કાર્યકરોને ઝડપથી ચાલે તેવી સૂચનાઓ આપતા જોવા મળ્યા હતા. અમિત શાહ માંડવીથી જ પરત જતા રહેતા તેમના સમર્થકો નારાજ થયા હતા.

અમિત શાહના સ્વાગત માટે લોકો રાહ જોતા રહ્યા : માંડવીથી જ્યુબિલીબાગ વચ્ચે સ્વાગત માટે ઘણા બધા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. જેમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, વડોદરા(SVVP) કે જેના પ્રમુખ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ છે, તેના સ્ટેજ સુધી પણ અમિત શાહ પહોંચ્યા નહોતા. આ સ્ટેજ પર ભગવાન શ્રીકૃષ્ણનો વેશ ધારણ કરી બેઠેલ યુવતીઓ પણ પુષ્પનો હાર લઈને કલાકો સુધી ઉભી રહી હતી.

અમિત શાહના રોડ શોનો રૂટ : વડોદરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રોડ શો પ્રતાપનગર અપ્સરા સિનેમાથી શરૂ થઈને ચોખંડી, માંડવી, ચાંપાનેર, અડાણીયા પુલ થઈ જ્યુબેલીબાગ ખાતે પૂર્ણાહુતિ થવાની હતી. જોકે, રોડ શો પૂર્ણ થઈ શક્યો નહોતો અને માંડવી ખાતેથી જ અમિત શાહ રવાના થઈ ગયા હતા.

આ પહેલા અમિત શાહની સભા છેલ્લી ઘડીએ રદ્દ થઈ હતી : 6 દિવસ પહેલા જ વડોદરાના સયાજીગંજ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાના પ્રચાર માટે ગૃહપ્રધાન અમિત શાહ આવવાના હતા. પરંતુ, છેલ્લી ઘડીએ તેમનો કાર્યક્રમ રદ્દ થયો હતો. અમિત શાહ નહી આવી શકતા તેમની જગ્યાએ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવવાના હતા, પરંતુ તેઓ પણ નહીં આવતા અઢી કલાક બાદ બંને નેતાઓ નથી આવવાના તેની જાહેરાત કરવામાં આવતા લોકોમાં ભારે નારાજગી ફેલાઇ હતી. નેતાની રાહ જોઇને થાકેલી મહિલા કાર્યકરોએ ગ્રાઉન્ડ પર ગરબા લઇને સમય પસાર કર્યો હતો. સ્થાનિક નેતાઓએ ભાષણ શરૂ કરતાં જ કાર્યકરોએ ગ્રાઉન્ડ પરથી ચાલતી પકડી હતી.

Last Updated : Dec 3, 2022, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.