ETV Bharat / assembly-elections

ચૂંટણીના એક દિવસ પહેલા ઉમેદવાર ડોર 2 ડોર પ્રચાર કરવા નીકળ્યા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન (gujarat assembly election 2022 second phase) સોમવારે યોજાશે ત્યારે સમગ્ર ગુજરાતમાં હાલ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદ સહિત તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા ડોર 2 ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.

ચૂંટણીના એક દિવસ પહેલા ઉમેદવાર ડોર 2 ડોર પ્રચાર કરવા નીકળ્યા
gujarat-assembly-election-2022-second-phase-a-day-before-the-election-the-candidates-went-out-for-door-to-door-campaigning
author img

By

Published : Dec 4, 2022, 7:23 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાના મતદાન (gujarat assembly election 2022 second phase) પ્રક્રિયા 14 જિલ્લાની 93 બેઠક પર સોમવારે 05 ડિસેમ્બરના રોજ યોજાશે. અમદાવાદ સહિત તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા ડોર 2 ડોર પ્રચાર શરૂ(candidates went out for door-to-door campaigning) કરવામાં આવ્યો છે. હવે સંપૂર્ણ આચાર સંહિતા લાગુ (A full code of conduct applies)થવાથી કોઈ પણ ઉમેદવાર જાહેર સભા કે રેલી યોજી નથી રહ્યા ત્યારે વધુમાં વધુ પોતાની તરફેણમાં મતદાન કરાવવા માટેની તમામ કામગીરી ઉમેદવારો હાથે લીધી છે.

ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવ્યા: 3 ડિસેમ્બરના રોજ સાંજે 5 કલાકે આચાર સંહિતા પૂર્ણ થાય તે પહેલાં ભાજપ અને કોંગસના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. નિકોલ વિધાનસભામાં શક્તિ પ્રદર્શન દરમિયાન ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલ અને કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ બારડ પ્રચાર દરમિયાન આમને સામને આવી ગયા હતા. જેમાં ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલે કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપના પેપ્લેટ વહેંચ્યા હતા.

વિસ્તારના સોસાયટી અને ચેરમેન સાથે બેઠક: ગુજરાત રાજ્યના રાજયકક્ષાના પ્રધાન જગદીશ પંચાલ પણ સંપૂર્ણ આચાર સંહિતા લાગુ થતા તાત્કાલિક (A full code of conduct applies)ધોરણે નિકોલ વિધાનસભા વિસ્તારમાં આવેલ તમામ સોસાયટી અને ફ્લેટના ચેરમેન અને કારોબારી સભ્યો સાથે બેઠકોની શરૂઆત કરી છે. જે બુથ નિકોલ વિધાનસભામાં નબળું હોય તેવા મથકો પર ખાસ તૈયારીઓ સાથેની એક કાર્યકર્તાઓ જવાબદારી સોંપવામાં આવી છે. આમ બીજા તબક્કાની કુલ 14 જિલ્લાની 93 બેઠકો ઉપર તમામ પક્ષના રાજકીય ઉમેદવારો ઓફિસે બેસીને મોહલ્લા અને સોસાયટીના પ્રમુખ, ગ્રામ્ય વિસ્તારના આગેવાનો લોકોને મળીને અંતિમ તબક્કાની મતદાન માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છે. ઉમેદવારોની ઓફીસથી જ વોર્ડ પ્રમાણે મતદારોના લિસ્ટ આપવામાં આવી રહ્યા છે.

કોર્પોરેશનની સ્ટાઇલ અપનાવાઈ: બીજા તબક્કાની ચૂંટણીમાં અમદાવાદની મહત્વપૂર્ણ બેઠકની વાત કરવામાં આવે છે ભાજપના ઉમેદવાર દિનેશ કુશવાહ સંપૂર્ણ આચાર સંહિતા લાગુ થતા પોતાની રીતે જ મત વિસ્તારમાં મત માંગવા માટે ઘરે ઘરે (A full code of conduct applies)ફરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ પક્ષે સરસપુરના કોર્પોરેટર તરીકે ટીકીટ આપી હતી ત્યારે તે સમયે કરેલ આયોજન મુજબ વિધાનસભાની ચૂંટણીમાં પણ સંપૂર્ણ આચાર સંહિતા દરમિયાન એક્ટિવા પર પોતાની રીતે નીકળીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ચૂંટણી દરમિયાન AIMIMના ઉમેદવાર શાહનવાઝ ઊર્ફે સિબુ પઠાણે કોંગ્રેસ સાથે મળીને ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું પણ હવે તમામ મુસ્લિમ મતો સમાજવાદી પાર્ટીમાં જાય તો બાપુનગર બેઠકનું ગણિત બગાડી શકે છે. હવે બાપુનગરમાં ભાજપ કોંગ્રેસ આપ અને સમાજવાદી પાર્ટીમાં મતોની વહેચણી થશે. જ્યારે હિંમતસિંહ પટેલે પોતાની ઓફિસમાં બુથ લેવલની ચૂંટણી લક્ષી તૈયારીઓ કરી હતી.

ઠક્કરબાપાનગર બેઠક પર બબાલ: સંપૂર્ણ આચાર સંહિતા લાગુ થયા(A full code of conduct applies) બાદ ડોર 2 ડોર પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય મોરી પર હુમલો ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હોવાનું આક્ષેપ આપ પાર્ટીએ કર્યો હતો. 3 ડિસેમ્બર મોડી સાંજથી માહોલ તંગ દેખાઈ રહ્યો છે. બાપુનગર પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો હતો.

ગાંધીનગર સવારે ગ્રામ્ય વિસ્તારમાં સાંજે શહેરી વિસ્તાર: ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ બેઠકનો સમાવેશ થાય છે ત્યારે ભાજપના દક્ષિણ બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર હિમાંશુ પટેલ તથા ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્રસિંહ વાઘેલા છે. આ બંને બેઠકમાં કોઈ અને ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. તમામ ઉમેદવારી દ્વારા સવારે ગ્રામ્ય વિસ્તારોમાં અને સાંજે શહેરી વિસ્તારોમાં ખાટલા બેઠકો, ગ્રામ્ય આગેવાનો, સોસાયટી અને ફ્લેટના ચેરમેન સાથે બેઠક યોજીને મતદાન પહેલા જીત માટેનું આખરી આયોજન કરી રહ્યા છે. આ બન્ને બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મતોની વહેચણી થશે.

સાંજના 5 વાગ્યા સુધી કોઈ જવાબદારીમાં છટકશે: પાંચ ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા છે ત્યારે અમદાવાદ શહેરના તમામ ઉમેદવારો દ્વારા પોતાના કાર્યકર્તાઓને સાંજના પાંચ વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન થાય અને કોઈપણ પ્રકારની જવાબદારીમાંથી કોઈ કાર્યકર્તા છટકશે નહીં તેવી બહેધરી પણ લેવામાં આવી છે. જે વિધાનસભા બેઠક પર અમુક વોર્ડમાં જે તે પક્ષ નબળો હોય તેવી જગ્યાએ ખાસ વ્યક્તિની નિમણૂક કરીને વધુમાં વધુ વોટ પક્ષ તરફ આવે તે રીતનું પણ આયોજન અમદાવાદના શહેરી વિસ્તારોમાં કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.