ETV Bharat / assembly-elections

કચ્છમાં 5 વાગ્યા સુધીમાં 54.52 ટકા મતદાન, યુવા મતદારો અતિઉત્સાહિત દેખાયા - Abdasa Assembly Constituency

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat assembly election 2022) પ્રથમ તબક્કા અંતર્ગત કચ્છમાં 6 બેઠકો (Kutch Assembly Constituency) માટે આજે મતદાન શરૂ થઈ (Polling Vote in Kutch for Gujarat Election) ગયું છે. અહીં બપોરે 5 વાગ્યા સુધીમાં 54.52 ટકા મતદાન થયું છે. આ સાથે જ 55 ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં સીલ થઈ ગયું છે.

Live Voting Update: કચ્છમાં 5 વાગ્યા સુધીમાં 54.52 ટકા મતદાન, યુવા મતદારો અતિઉત્સાહિત દેખાયા ટકા મતદાન, યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ
Live Voting Update: કચ્છમાં 5 વાગ્યા સુધીમાં 54.52 ટકા મતદાન, યુવા મતદારો અતિઉત્સાહિત દેખાયા
author img

By

Published : Dec 1, 2022, 7:38 AM IST

Updated : Dec 1, 2022, 6:03 PM IST

કચ્છ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat assembly election 2022) પહેલા તબક્કાની 89 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે કચ્છમાં પણ કુલ 6 બેઠકો માટે આજે મતદાન (Polling Vote in Kutch for Gujarat Election) થઈ રહ્યું છે. અહીં બપોરે 5 વાગ્યા સુધીમાં કુલ 54.52 ટકા મતદાન થયું હતું. જ્યારે અબડાસામાં સૌથી વધુ 62 ટકા, અંજારમાં 61.76 ટકા, જિલ્લા મથક ભુજમાં 59.20 ટકા, પૂર્વ કચ્છના મુખ્યમથક ગાંધીધામમાં 39.89 ટકા, માંડવી મુન્દ્રા બેઠક પર 47.88 ટકા અને રાપરમાં 52.55 ટકા મતદાન થયું છે.

ઉમેદવારોએ કર્યું મતદાન કચ્છમાં ગાંધીધામ બેઠક (Gandhidham Assembly Constituency) પર ભાજપનાં ઉમેદવાર માલતીબેન મહેશ્વરી અને કૉંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં (Abdasa Assembly Constituency) લખપત તાલુકાના ગામડાઓમાં મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો માંડવી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવે, કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાએ મતદાન કર્યું હતું. જ્યારે અંજાર બેઠક પર કૉંગી ઉમેદવાર રમેશ ડાંગર, ભુજ બેઠક પર કૉંગી ઉમેદવાર અરજણ ભૂડિયાએ સહપરિવાર મતદાન (Polling Vote in Kutch for Gujarat Election) કર્યું હતું. તો કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ મતદાન કર્યું હતું.

5 વાગ્યા સુધીનું મતદાન
5 વાગ્યા સુધીનું મતદાન

વિધાનસભા અધ્યક્ષે કર્યું મતદાન ઉપરાંત અબડાસામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ (Pradyumansinh Jadeja BJP Candidate Abdasa) મતદાન કર્યું હતું. તો અબડાસાના કોંગી ઉમેદવાર મામદ જંગે લખપત તાલુકાના પોતાના ગામ ફુલરામાં મતદાન કર્યું હતું. બીજી તરફ દિવ્યાંગ મતદાર નંદલાલ શામજી છાંગાએ પણ મતદાન કરી લોકોને મતદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી. સાથે જ ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ પતિ ભાવેશ આચાર્ય સાથે રાવલવાડી ખાતેની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. તો આજે મતદાનને લઈને પટેલ ચોવીસીના ગામોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં મહિલાઓ અને પૂરૂષો મોટી સંખ્યામાં મતદાન (Polling Vote in Kutch for Gujarat Election) કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે.

કલેક્ટરે કર્યું મતદાન અહીં લોકશાહીના મહાપર્વની ઉજવણી (Gujarat assembly election 2022) માટે મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ થતાંની સાથે તમામ વિધાનસભા મતવિસ્તારના મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર દિલીપ રાણાએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. તેમ જ કચ્છના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન (Polling Vote in Kutch for Gujarat Election) કરવા માટે અનુરોધ કર્યો હતો.

દિવ્યાંગો હોંશે હોંશે કરી રહ્યા છે મતદાન કચ્છમાં માનકુવા ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાંખ્ય યોગી બહેનોએ મતદાન કર્યું હતું. ભક્તિનગર ગામની 10 સાંખ્ય યોગી બહેનો મતદાન કરવા મતદાન મથક પહોંચ્યા હતા. આ અંગે સાંખ્યયોગી બહેને જણાવ્યું હતું કે, ધર્મસત્તાની જેમ રાજસતા માટે મતદાનની જરૂર છે. આ સાથે જ દિવ્યાંગ મતદારો પણ હોંશે હોંશે મતદાન કરવા આવી રહ્યા છે. ભૂજ તાલુકાના માનકુવા ગામ ખાતે વ્હીલચેર પર દિવ્યાંગ વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા. તો અહીં ફરજ પરના પોલીસ જવાનો દિવ્યાંગ લોકોની મદદ કરતા નજરે પડ્યા હતા. દિવ્યાંગજનોને ગાડીમાંથી ઉતારી, રેમ્પ ચડાવી પરત ગાડીમાં બેસાડવા સુધી પોલીસે જવાનો સેવા આપી રહ્યા છે.

6 બેઠકો માટે મતદાન અહીં ભુજ (Kutch Assembly Seats), ગાંધીધામ (Gandhidham Assembly Constituency), અંજાર, માંડવી અબડાસા અને રાપર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ 6 બેઠકમાં મહત્ત્વના ઉમેદવારો તરીકે નીમાબેન આચાર્યની જગ્યાએ ઉમેદવાર બનેલા કેશુ પટેલ, સીટ બદલાવીને લડી રહેલા વીરેન્દ્રસિંહ જાડેજા અને મહેશ્વરી સમાજના અન્ય ઉમેદવાર સામે ચૂંટણી મેદાનમાં આવેલા માલતી મહેશ્વરીની શાખ દાવ પર છે. ભાજપ કોંગ્રેસ અને આપ સહિત અન્ય પક્ષો અને અપક્ષો મળીને કુલ 55 ઉમેદવારો કચ્છની 6 બેઠક પરથી ચૂંટણી (Gujarat assembly election 2022) લડી રહ્યાં છે. અહીં 16,34,674 મતદારો ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કરશે.

સંતોનું મતદાન કચ્છમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વહેલી સવારે મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. આ ઉપરાંત અન્ય નાગરિકો પણ વહેલી સવારથી મતદાન મથક પર લાંબી લાઈનમાં ઊભા જોવા મળી રહ્યા છે.

આ બેઠક પર રહેશે નજર : અંજાર વિધાનસભા બેઠકનો જંગ ખરાખરીનો છે. કારણ કે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા આહીર સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. છેલ્લાં 2 ટર્મથી અહીં વાસણ આહીર ચૂંટાતા આવ્યા છે. તેઓનું આ વખતની ચૂંટણીમાં પત્તુ કપાયું છે. ભાજપ દ્વારા આ સીટ પર ત્રિકમ છાંગાને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. આમ આદમી પાર્ટી દ્વારા અરજણ રબારી અને કોંગ્રેસમાંથી રમેશ ડાંગરને ટિકિટ આપવામાં આવી છે. બીજી બિગ ફાઇટ સીટ ગાંધીધામ વિધાનસભા બેઠક (Gandhidham Assembly Constituency) છે. જ્યાં મહેશ્વરી સમાજના બેે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર રહેશે. ભાજપ માલતી મહેશ્વરી ફરી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે બુધાભાઇ મહેશ્વરી આપમાંથી પડકાર આપી રહ્યાં છે જેને લઇને આ બેઠક પર ધ્યાન રહેશે. 6 બેઠક પૈકી 1 રાપર બેઠક જ કોંગ્રેસ પાસે હતી અને તેના પર હવે માંડવી વિધાનસભા બેઠક પર શક્તિસિંહ ગોહિલને મ્હાત આપનાર વિરેન્દ્રસિંહ જાડેજાને રાપર બેઠક પર ભાજપે ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ગત ટર્મના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ ભચુભાઈ આરેઠિયાને ટિકિટ આપી છે.

પ્રચારમાં મહત્ત્વના બનેલા મુદ્દા : કચ્છના અંજારમાં પીએમ મોદીએ સોમવારે ચૂંટણી સભા સંબોધી હતી. કચ્છની તમામ બેઠકો માટે એકસરખા પ્રમાણમાં નર્મદાના પાણીનો મુદ્દો ખૂબ જ સ્પર્શે છે. એટલે અંજારની સભામાં પીએમ મોદીએ ખેડૂતોને વિવિધ યોજનાઓથી મળેલા લાભ, પશુપાલનઉદ્યોગનો વિકાસ, બાગાયતી પાક સહિત હળવા ધાન્યની ખેતીની વધેલી સમૃદ્ધિનું વર્ણન મોદીએ કર્યું હતું. કચ્છમાં પર્યટન વિકાસ, ઇન્ટરનેટ સુવિધાઓ, સૂકા વિસ્તારોમાં લીલોતરી માટે વનનિર્માણ, કંડલા બંદરનો વિકાસ. આગામી સમયમાં આવનારા પ્રોજેક્ટમાં ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવા પર ભાર મૂક્યો હતો.

વિપક્ષના વચનો વિપક્ષના પ્રચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ગાંધીધામમાં (Gandhidham Assembly Constituency) સભા કરી હતી જ્યાં તેમણે આપેલી ચૂંટણી ગેરન્ટીઓની વાત દોહરાવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી એવો કોઇ મોટા નેતાનો મજબૂત પ્રચાર કચ્છમાં જણાયો નથી. અહીં સ્થાનિક રાજકારણનો પ્રભાવ જોતાં ચૂંટણીમાં કોઈ સમસ્યાના મુદ્દાઓ જેવા કે નર્મદાના પાણી, રોડ રસ્તા, ગટર વગેરે જેવા પ્રશ્નો ચૂંટણીને અસર કરતાં નથી માત્ર જ્ઞાતિ ધર્મ અને ચહેરો જ અસર કરે છે તેમ માનવામાં આવે છે. કચ્છના ગાંધીધામમાં કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકી માટેના સમર્થન માટેની જાહેર સભામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવકતા મોહનપ્રકાશ સાથે કોંગ્રેસના હોદ્દેદારો જોવા મળ્યાં હતાં.

કચ્છમાં બેઠકોનું ગણિત : કચ્છ જિલ્લામાં જાતિ સમીકરણની વાત કરીએ તો, અહીયાં આહીર, અનુસૂચિત જાતિ અને મુસ્લિમ સમાજના મતદારો વધારે સંખ્યામાં છે. ત્યાર બાદ રબારી, બ્રાહ્મણ, લેઉઆ પટેલ, કડવા પટેલ તેમ જ ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા પણ સારા એવા પ્રમાણમાં છે. જે જ્ઞાતિના ઉમેદવારોને આગામી વિધાનસભામાં (Gujarat Elections) ટિકિટ મળે તેનું પલડું ભારે થઈ શકે છે. કચ્છના શહેરી વિસ્તારો (Kutch Locality) જેવા કે, ભુજ, ગાંધીધામ (Gandhidham Assembly Constituency) જેવા વિસ્તારો કે, જ્યાં ટેલિવિઝનનો પ્રભાવ હોય પ્રચાર પસાર થતો હોય તેમ જ ભણેલા ગણેલા લોકો વધારે હોય તેવા વિસ્તારની સીટો ભાજપને આવી શકે છે. ગાંધીધામની જે સીટ છે. તે અનામત સીટ છે, ત્યાં ભાજપને સીટ મળી શકે છે કારણ કે ત્યાં મુસ્લિમ મતદારો છે. તે ભાજપના પક્ષના (Kutch assembly seats) છે. ભુજની સીટ પણ ભાજપને મળી શકે છે તથા માંડવીની સીટ પણ ભાજપને મળી શકે છે. આ વખતે 3 સીટ ભાજપને અને 3 સીટ કૉંગ્રેસને મળી શકે છે.

કચ્છમાં મતદારોની સંખ્યા : 2017ની તુલનાએ 2,06,668 નવા મતદારોનો ઉમેરો થયો છે. જે પૈકી 21,388 મતદારો પ્રથમ વખત મતદાન કરશે. કચ્છના ચૂંટણી વિભાગ પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદી અનુસાર કચ્છ જિલ્લામાં કુલ 16,34,674 મતદારો નોંધાયા છે. કઇ બેઠક પર કેટલા મતદાર વિધાનસભા બેઠક મુજબ વિગતો અનુસાર અબડાસા બેઠક પર 2,53,096 મતદારો નોંધાયા છે. માંડવી બેઠક પર 2,57,359, ભુજ બેઠક પર 2,90,952, અંજાર બેઠક પર 2,70,813, ગાંધીધામ અનામત બેઠક (Gandhidham Assembly Constituency) પર 3,14,991 અને રાપર બેઠક પર કુલ 2,47,463 મતદારો નોંધાયા છે.તો તમામ બેઠક પરના 16,34,674 મતદારોને EPIC ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે.

મતદાન મથકોની સંખ્યા મતદાન મથકો અંગે આંકડાકીય વિગતો અનુસાર કચ્છમાં 1172 મતદાન મથકો પર 1860 પોલીસ બૂથ ઊભા કરવામાં આવશે. જે પૈકી 530 જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો છે. અબડાસા બેઠકના 321 મતદાન મથકો પર 379 બૂથ, માંડવી બેઠકના 184 મતદાન મથકો પર 286 બૂથ, ભુજ બેઠકના 168 મતદાન મથકો પર 301 બૂથ, અંજાર બેઠકના 164 મતદાન મથકો પર 292 બૂથ, ગાંધીધામ બેઠકના (Gandhidham Assembly Constituency) 141 મતદાન મથકો પર 309 બૂથ, રાપર વિધાનસભા બેઠકના 194 મતદાન મથકો પર 293 પોલીસ બૂથ ઊભા કરવામાં આવશે.

કચ્છમાં EVM VVPAT અને સ્ટાફ કચ્છ જિલ્લાને આગામી વિધાનસભા (first phase poll kutch assembly seats) મતવિભાગ માટે M3 પ્રકારના ફાળવણી કરવામાં આવી છે. EVM - VVPAT ની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 2955 BU, 2624 CU તો 2886 VVPAT મશીનોની એફ.એલ.સી.બાદ ફાળવણી કરવામાં આવી છે જે પૈકી 125-125-125 તાલીમ માટે ફાળવવામાં આવેલ છે. માટે મતદાન મથક માટે ઉપયોગમાં લેવામાં આવનાર મશીનની સંખ્યાની વાત કરવામાં આવે તો 2830 BU, 2499 CU તો 2761 VVPAT મશીનોની મતદાન મથક માટે બાદ ફાળવણી કરવામાં આવી છે. ચૂંટણીની વિવિધ કામગીરી જેવી કે, સ્ટાફ, ઈવીએમ, ટ્રાન્સપોર્ટ, ચૂંટણી ખર્ચ,કાયદો અને વ્યવસ્થા વિગેરે પર દેખરેખ રાખવા માટે કુલ- 21 નોડલ ઓફિસરોની નિમણૂંક કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં કુલ-6 વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ કુલ મતદાન મથકો 1860+1 (પૂરક મતદાન મથક) માટે અંદાજે 10500 (રીઝર્વ સહિત) મતદાન સ્ટાફની જરૂરીયાત રહેશે.

Last Updated : Dec 1, 2022, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.