જૂનાગઢ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (somnath yogi adityanath election campaign) આજે સોમનાથ બેઠક પરના ભાજપના ઉમેદવાર માનસિંહ પરમારના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કર્યું હતું. જેમાં યોગી આદિત્યનાથે ગુજરાતીમાં નીવેદનો કર્યા હતા અને કહ્યુ હતું, કે (yogi adityanath gujarati speech) સોમનાથના ધરતીપુત્રોની આહુતી ભૂલવામાં નહી આવે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જનીનમાં ભ્રષ્ટાચાર અને આતંકવાદ છવાયેલો જોવા મળે છે. તેવા આતંકવાદી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષને મત ના આપવાની મતદારોને વિનંતી કરી છે.
સોમનાથમાં યોગીઃ પ્રથમ તબક્કાના મતદાન (Gujarat Assembly election 2022 ) અને આડે હવે માત્ર 4 દિવસ જેટલો સમય બાકી છે, ત્યારે ચૂંટણી પ્રચાર ખૂબ વાયુવેગે થતો જોવા મળે છે. ભાજપ દ્વારા તેમના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે નેતાઓની ફોજ ગુજરાતના ચૂંટણી જંગમાં ઉતારી દીધી છે. આજે સોમનાથ બેઠક પર ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભાજપના ઉમેદવાર માનસિંહ પરમારના સમર્થનમાં વેરાવળના ટાવર ચોકમાં ચૂંટણી સભા કરી હતી. યોગી આદિત્યનાથને સાંભળવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભાજપ સમર્પિત લોકોએ હાજરી આપીને યોગી આદિત્યનાથ જેના માટે જાણીતા છે, તેવા માહોલની વચ્ચે લોકો યોગીને સાભળવા માટે સભામાં હાજર રહ્યા હતા.
જય શ્રી રામના નારાઓઃ આદિત્યનાથની હાજરીની વચ્ચે ભાજપના સમર્થકો દ્વારા હરી અને હરની ભૂમિ પર જય શ્રી રામના ગગન ભેદી નારાઓ સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનુ સ્વાગત કર્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં ભાજપના સમર્થકોની હાજરીમાં યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા શબ્દોમાં પ્રહાર કરીને તેમને મત નહીં આપવાની સૌ મતદારોને વિનંતી કરી હતી. યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર રીતસરના શાબ્દિક પ્રહારો કર્યા હતા.
સર્જીકલ સ્ટ્રાઈકઃ ભારતે કરેલી પાકિસ્તાન પર સૈનિક કાર્યવાહી બાદ કોંગ્રેસને આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રમાણો કેન્દ્રીય સરકાર પાસેથી માગ્યા હતા, તેના વિરોધમાં યોગીએ સોમનાથમાં આજે આપ અને કોંગ્રેસ પર ખૂબ જ આકરા શબ્દોમાં કટાક્ષ કર્યો હતો. યોગી આદિત્યનાથે આમ આદમી પાર્ટીના જનીનમાં ભ્રષ્ટાચાર અને આતંકવાદ છવાયેલો જોવા મળે છે. તેવા દેશ વિરોધી રાજકીય પક્ષના ઉમેદવારોને એક પણ મત નહીં આપવા સોમનાથની સભામાં હાકલ કરી હતી. યોગી આદિત્યનાથ સોમનાથ જીતવાની સાથે 2024માં ભવ્ય રામ મંદિરના નિર્માણ કાજે મતદાન કરવાની ઉપસ્થિત સૌ લોકોને આગ્રહ ફરી વિનંતી પણ કરી હતી.