સુરત: ગુજરાત વિધાનસભાની ચૂટણી(Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. રાજકીય પક્ષોના ગુજરાતમાં ધામા વધી ગયા છે. સત્તાના રણમેદાનમાં પોતાના સોગઠાં ખેલવા માટે દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે AIMIMના(All India Majlis-e-Ittehadul Muslimeen) અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સુરતની મુલાકાત લીધી હતી. જનસભાને સંબોધન દરમિયાન સિવિલ યુનિફોર્મ કોડને લઈને ભાજપ પર કટાક્ષ કર્યા હતા.
સિવિલ યુનિફોર્મ કોડ મુદ્દે ભાજપને ઘેરી: અસરુદ્દીન ઓવૈસીએ 159 સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારમાં વસીમ કુરેશીને ઉમેદવાર તરીકે ઉભા કર્યા છે. જેના પ્રચાર માટે તેઓએ સુરતની મુલાકાત લીધી હતી. તેમણે ભાજપ યુનિફોર્મ કોડને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતમાં સિવિલ યુનિફોર્મ લાવવાની વાત કરી રહ્યા છે પરંતુ શા માટે સિવિલ યુનિફોર્મ લાવશે. જે થકી તમારા તમામ સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે. જે તમને તમામ પ્રકારના કાર્યો કરવા માટે હક આપે છે. ભાજપ સિવિલ યુનિફોર્મ કોડ લાવે છે તો પછી અશાંતધારો કેમ દૂર કરતા નથી.જયારે ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાટી આ મુદ્દે કોઈ જવાબ આપશે નહિ.
કેમ્પેઈન મુદ્દે કટાક્ષ: ઓવૈસીએ ભાજપ સરકારના કેમ્પેઈન મુદ્દે કટાક્ષ કર્યા હતા કે હા આ એ જ ગુજરાત છે જ્યાં ભારે વરસાદથી પાણી ભરાઈ જાય છે. હા આ એ ગુજરાત છે જ્યાં મોરબીમાં નગરપાલિકાની બેદરકારીથી બ્રિજ દુર્ઘટનામાં અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઓવૈસીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ છે અને તમને ડરાવી ને તમારો મત લઈ રહી છે. ગુજરાતમાં કોઈ ધર્મ પરિવર્તન કરવા માંગે છે તો તેની માટે ભારતના સંવિધાનમાં નિયમો આપવામાં આવ્યા છે. સરકારી પરમિશન વગર તમે આ કરી શકો નહીં. તમારા આ પૂર્વ 159 વિધાનસભા ક્ષેત્રમાં સ્કૂલો નથી. ધોરણ આઠ સુધી સરકારી સ્કૂલો છે.તે પછી એક પણ સ્કૂલો નથી. મને એમ જાણવા મળ્યું છે કે ભાજપના ધારાસભ્ય તમારા વિસ્તારમાં પણ આવતા નથી કારણ કે આ વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય છે. હું હૈદરાબાદમાં બે ટર્મથીથી MLA છું. ત્યાં ભાજપના નેતાઓ મારા વિરુદ્ધ કામ કરે છે. તેઓ મારી પાસે આવીને કહે છે આ રોડ બનાવવાના છે, ગરીબ વ્યક્તિ હોસ્પિટલમાં છે તેની માટે લેટરપેડ આપો, અમને લોન આપવો ત્યારે હું તેમનું કામ કરી આપું છું. કારણ કે હું આખા હૈદરાબાદના મતદારોનો MP છું.