ETV Bharat / assembly-elections

આવી છે સાબરમતીના લોકોની સમસ્યા જેનો ઉકેલ માંગે છે પ્રજા

Gujarat Assembly Election 2022: અમદાવાદ શહેરમાં 16 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જે પૈકી અમુક બેઠકો પર સ્થાનિક સમસ્યા (Sabarmati Primary Issue) પ્રત્યે લોકોમાં રોષ છે. સાબરમતી વિધાનસભા બેઠક એ અમદાવાદ શહેરનો સૌથી વિકસિત વિસ્તાર ગણવામાં આવે છે. આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ઉત્તમ પ્રકારની છે.

સાબરમતી વિધાનસભાની સમસ્યા
સાબરમતી વિધાનસભાની સમસ્યા
author img

By

Published : Nov 11, 2022, 7:01 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

અમદાવાદ: શહેરની કુલ 16 બેઠકો માની સાબરમતી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા બે ટર્મ ભાજપનો ગઢ ગણવામાં આવતો હતો. આ વિધાનસભા બેઠક અમદાવાદ શહેરના વિસ્તારમાં સમાવેશ થાય છે. આ વિસ્તારમાં અમદાવાદ શહેરનો સૌથી વધુ વિકસીત વિસ્તાર છે. અમદાવાદ શહેરમાં સૌથી પહેલા BRTS અમદાવાદ R.T.O સુધી શરૂ કરવામાં આવી હતી. સાબરમતી વિધામસભા વિસ્તારમાં જ દેશનું પહેલું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યુ છે. જ્યાંથી એક સ્ટેશન પરથી મેટ્રો, બુલેટ, રેલવે અને BRTS સુવિધા મળી રહેશે. (Sabarmati Primary Issue)

સાબરમતી વિધાનસભાની સમસ્યા

વિધાનસભા બેઠકના મતદારો: સાબરમતી વિધાનસભા બેઠકના ગુજરાતી વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)ની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 2,78,419 મતદારો છે. જેમાં પુરુષો 1,45,904 અને મહિલા 1,32,499 જ્યારે અન્ય 16 મતદારો છે. આ બેઠક પર પાટીદાર તેમજ જૈન પ્રભુત્વ જોવા મળેલો છે. મોટાભાગનો વિસ્તાર શહેરી વિસ્તારમાં ગણવામાં આવે છે. આ વિસ્તારમાં રાણીપ,ચાંદખેડા, સાબરમતી,સોલા જેવા વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં પાટીદાર સમાજ બાદ દલિત, ઠાકોર, લેઉઆ પટેલ,કડવા પટેલ,જૈન, ક્ષત્રિય મતદારો (Sabarmati Voter list) પણ આ વિધાનસભામાં આવે છે.

સાબરમતી વિધાનસભાની સમસ્યા
સાબરમતી વિધાનસભાની સમસ્યા

બેઠક પર ધારાસભ્યની સ્થિતિ: છેલ્લી મતદાન સભાના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપ તરફથી અરવિંદ પટેલ અને કોંગ્રેસ તરફથી ડો. જીતુ પટેલ ટિકિટ આપવામાં આવી હતી જેમાં કૉંગ્રેસના ઉમેદવાર જીતુ પટેલને 44,693 અને ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલને 1,13,503 મત મળ્યા હતા જેમાં ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલનો 68810 મતથી વિજય થયો હતો. (Sabarmati election result 2017)

છેલ્લા પાંચ વર્ષમાં પહેલા વિકાસના કામો: અરવિંદ પટેલ etv bharat સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર દ્વારા સાબરમતી વિધાનસભા પર જે પણ જે પણ ગ્રાન્ટ મળે છે. તેનો મેં 100 ટકા ઉપયોગ કર્યો છે. સાબરમતી વિધાનસભા વિસ્તારએ રેલ્વેથી ઘેરાયેલો છે. તેવામાં આ વિસ્તારમાં વિકાસ કરવો ખૂબ જ કઠિન છે.તેમ છતાં અથાગ પ્રયત્નોથી અનેક વિસ્તારમાં નવા રોડ તેમજ 12 અંડર બ્રિજ, ચારથી પણ વધુ ઓવરબ્રિજ બનાવ્યા છે. બાળકોને રમવા માટે ગાર્ડન, પીવા માટેના પાણી નર્મદા લાઈન, ડ્રેનેજ લાઈનનુ રીપેરીંગ કામ કરવામાં આવ્યો છે.મારા વિસ્તારની તમામ સોસાયટીઓની અંદર, ચાલીમાં અને સ્લમ વિસ્તારની અંદર પેવર બ્લોક પણ નાખવામાં આવ્યા છે. કોર્પોરેશનની મદદથીમ મારા વિસ્તારમાં મફતમાં LED લાઇટ પણ નાખવામાં આવી છે.

વિપક્ષનું વલણ : દિનેશ મહીડાએ etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે (Opposition in Gujarat Assembly Election 2022) વિકાસ એક પણ થયો નથી. એરપોર્ટને જોડતો જે બ્રિજ બનાવવામાં આવવાનો હતો તે છેલ્લા દસ વર્ષથી પણ પૂર્ણ કરવામાં આવ્યો નથી. JPની ચાલી થી લઇ ગાંધીવાસ સુધી એ સ્લમ વિસ્તાર આવે છે. તે વિસ્તારમાં આજની તારીખમાં પણ પાણી માટે વલખા મારવામાં આવી રહ્યા છે. આ ચાલીમાં અમદાવાદ કોર્પોરેશન પાણી પણ મળતું નથી. સ્થાનિકોને પીવાનું પાણી ટોરેન્ટ કંપની પૂરું પાડે છે. JPની ચાલી કોર્પોરેશન દ્વારા પણ બજેટ ફાળવવામાં આવતું નથી.

સ્થાનિકનો મત: સ્થાનિક મેહુલ જાની જણાવ્યું હતું કે સાબરમતી વિસ્તારમાં છેલ્લા દસ વર્ષની અંદર મોટા પ્રમાણમાં વિકાસ થયો છે. સાબરમતીથી અત્યારે અમદાવાદના દરેક ખૂણે જવા માટે સરળથી ટ્રાન્સપોર્ટની સુવિધાઓ મળી રહી છે. સાબરમતીમાં હાલ મેટ્રો બીઆરટીએસ સરળતાથી પ્રાપ્ત થાય છે. જેથી અમદાવાદ શહેરના અન્ય વિસ્તારમાં જવા માટે પણ સરળતા પ્રાપ્ત થાય છે. દેશની પ્રથમ બુલેટ પણ સાબરમતીથી શરૂ થવા જઈ રહી છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ સાબરમતીના મોટેરામાં તૈયાર થયું છે. અહીંયા રોડ રસ્તાનો પણ વિકાસ થયો છે. એટલે કહી શકાય કે છેલ્લા દસ વર્ષની અંદર સાબરમતીના વિવિધ વિસ્તારોની અંદર વિકાસ તો જોવા મળી રહ્યો છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.