ETV Bharat / assembly-elections

ચૂંટણી સમયે સ્ટેટ મોનેટરીંગ સેલે શામળાજી પાસે થી 38 લાખનો દારૂ જપ્ત કર્યો - સીમા સુરક્ષા બળ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022 )આડે હવે ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્રારા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તેમજ દારૂ અને પૈસાનો ઉપયોગ ન થઇ શકે તે માટે ચૂંટણીપંચે ગુજરાત (Election Commission Gujarat) પોલીસને શખ્ત કાર્યવાહી કરવા આદેશ આપાયા છે. પરંતુ આ વચ્ચે શામળાજી નજીક ટ્રકમાંથી 38 લાખનો દારૂ ઝડપાયો છે.

ચૂંટણી સમયે સ્ટેટ મોનેટરીંગ સેલે શામળાજી પાસે થી 38 લાખનો દારૂ જપ્ત કર્યો

author img

By

Published : Nov 28, 2022, 6:36 PM IST

અરવલ્લી ચૂંટણી સમયે સ્ટેટ મોનીટરીંગ સેલ(State Monitoring Sale) શામળાજી પાસેથી 38 લાખનો દારૂ જપ્ત કર્યો છે. શામળાજી- અરવલ્લી ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તેમજ દારૂ અને પૈસાનો ઉપયોગ ન થઇ શકે તે માટે ચૂંટણીપંચે ગુજરાત (Election Commission Gujarat) પોલીસને શખ્ત કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. રાજ્યને અડીને આવેલ તમામ આંતર રાજ્ય સરહદો તેમજ જીલ્લા સરહદો પર સીમા સુરક્ષા બળ (Border Security Force) અને પોલીસતંત્ર દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હોવા છતાં સુરક્ષામાં છેડા રહેતા બુટલેગરો પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે. જોકે સ્ટેટ મોનીટરીંગ સેલે શામળાજી નજીક ટ્રકમાંથી 38 લાખનો દારૂ ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે.

સ્ટાફ સામે કાર્યવાહી ચૂંટણીમાં આચારસંહિતા લાગુ થયા બાદ રાજ્ય પોલીસતંત્ર સીધી રીતે ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ કામગીરી કરે છે. ચૂંટણી પંચે રાજ્યની તમામ આંતરરાજ્ય સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વાહનોનું સઘન ચેકીંગના આદેશ આપવા છતાં રાજ્યમાં વિદેશી દારૂ ઝડપાઇ રહ્યો છે. જોકે સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ શામળાજી પાસેથી જપ્ત કરેલો 38 લાખના દારૂના કેસમાં અરવલ્લી પોલીસના ચેકપોસ્ટના સ્ટાફની પુછપરછ કરવા અને જરૂર પડયે કાર્યવાહી કરવા માટે પણ કહેવાયું છે. સાથે સાથે આચારસંહિતા બાદ ગુજરાતમાં અત્યાર સુધી મળી આવેલા વિદેશી દારૂના મોટા કન્સાઇનમેન્ટના રૂટની તપાસ કરવા માટે ચૂંટણી પંચે ડીજીપીને ભલામણ કરી છે.

દારૂની રેલમછેલ ગુજરાતમાં દારૂની રેલમછેલ હોય તો તે શામળાજી બોર્ડરના પ્રતાપે નોંધનીય છે કે શામળાજી બોર્ડર પર થી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ ગુસાડવામાં આવે છે. પોલીસ દ્રારા રોજબરોજ દારૂ પકડવામાં આવે છે. છતાં ગુજરાતમાં દારૂની રેલમછેલ હોય તો તે શામળાજી બોર્ડરના પ્રતાપે છે. ત્યારે ચૂંટણી સમયે અરવલ્લી પોલીસની નિષ્ક્રિયતા ઘણું બધું કહી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.