ETV Bharat / assembly-elections

અમારે ભાગવું નથી પડ્યું, ગારીયાધાર વિધાનસભા બેઠકના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીએ કેમ આવું કહ્યું - Patidar Anamat Andolan

ભાવનગર જિલ્લાની ગારીયાધાર વિધાનસભા બેઠક (Gariyadhar assembly seat) પર ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat assembly election 2022 )ને લઇ ભાજપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ તકે ઈટીવી ભારતના સંવાદદાતાએ ભાજપના ગારીયાધાર બેઠકના ઉમેદવાર કેશુ નાકરાણી ( Gariyadhar seat BJP candidate Keshubhai Nakrani ) સાથે પ્રચાર ( BJP campaign ), મુદ્દાઓ અને આશાઓ સંબંધે ખાસ વાતચીત કરી હતી.

અમારે ભાગવું નથી પડ્યું, ગારીયાધાર વિધાનસભા બેઠકના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીએ કેમ આવું કહ્યું

author img

By

Published : Nov 23, 2022, 5:40 PM IST

Updated : Nov 23, 2022, 7:51 PM IST

ભાવનગર જિલ્લાની ગારીયાધાર વિધાનસભા બેઠક (Gariyadhar assembly seat)ભાજપનો ગઢ ( BJP stronghold ) માનવામાં આવે છે. ત્યારે 2017 માં ઓછા માર્જિનની જીત બાદ હવે ત્રિપાંખીયા જંગમાં પરિસ્થિતિ શું થશે તેના પર સૌની નજર છે. તેવામાં ETV BHARAT સાથે કેશુભાઈએ બોરડી ગામમાં પ્રચાર ( BJP campaign ) દરમિયાન ખાસ વાતચીત કરી હતી.

ત્રિપાંખીયા જંગમાં પ્રચાર, મુદ્દા અને આશાઓ જણાવતાં નાકરાણી

કેશુ નાકરાણી સાથે સીધી વાત ભાવનગર જિલ્લાની 7 બેઠક ( 7 seat of Bhavnagar district )પર રોમાંચક જંગ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં પહેલી વખત ત્રિપાંખીયો જંગ થવાનો છે. ત્યારે ETV BHARAT એ 6 વખતથી સતત જીતતા ગારીયાધાર બેઠકના ઉમેદવાર કેશુભાઈ નાકરાણી ( Gariyadhar seat BJP candidate Keshubhai Nakrani ) સાથે સીધી વાત કરવામાં આવી હતી. ગત વર્ષે 2017માં ઓછી માર્જિન બાદ હવે ત્રિપાંખીયા જંગમાં પ્રચાર, મુદ્દા અને આશાઓ શું જાણીએ કેશુભાઈ પાસેથી.

સવાલ તમારે પ્રચારમાં શું ફેરફાર કરવો પડ્યો ત્રિપાંખીયા જંગમાં ?

જવાબ પ્રચારમાં કોઈ ફેરફાર હોય જ નહીં. અમારો એજન્ડા છેં વિકાસના કામો થયાં તે લોકો સુધી પહોંચાડવાના હોય અને લોકો ખુશ છે.

સવાલ આમ આદમી પાર્ટી જે રીતે શિક્ષણને લઈ મારો ચલાવ્યો અને કેજરીવાલ સીસોદિયાએ શાળાઓને લઈ મારો ચલાવ્યો તેની અસર પડશે ?

જવાબ દિલ્હીમાં જે શિક્ષણની વાત કરે છે તે શાળાઓ નવી નથી. કલર કરીને બનાવી છે અને મોહલ્લા કલીનીકના ફોટા જોયા હશે. અમે ગામે ગામ આયુષમાન ભારતના દવાખાના બનાવ્યા છે. ખૂબ સુવિધા સારી છે. 24 24 લાખના બનાવ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા બનાવ્યા છે. ખૂબ સુવિધા સારી છે. શિક્ષણની પણ સારી છે. ગારીયાધારની વાત કરું તો આખા સૌરાષ્ટ્રમાં સાયન્સ કોલેજ એક માત્ર ગારીયાધારમાં છે. 500 રૂપિયા ફી લઈ ભણાવીએ છીએ. અમારા ક્વોલિફાઇડ શિક્ષકો છે પાછા UPSC અને GPSC પાસ કર્યા હોય એટલે આખા જિલ્લાના વિદ્યાર્થીઓ આવતા થયા છે. પછી સૌની યોજના છે. નાના મોટા ચેકડેમ છે. સરકારે 1412 કરોડ ખર્ય્યાં છે. જેનો ફાયદો થયો છે.

સવાલ 2017માં તમારું માર્જિન ઓછું હતું. જ્ઞાતિ સમીકરણ ભાગ ભજવ્યું હતું. આપ અને કોંગ્રેસ બળ કરે છે. વડાપ્રધાને ધ્યાન રાખવાનું કહ્યું હતું તમે કઈ રીતે ધ્યાન રાખશો ?

જવાબ પાટીદાર સમાજનું આંદોલન ( Patidar Anamat Andolan ) હતું અને પાટીદાર સમાજ મોટી સંખ્યામાં અહીંયા હતો એટલે માર્જિન ઘટી ગયું હતું. નરેન્દ્રભાઈએ અનામત મુદ્દે સવર્ણોને 10 ટકા અનામત આપી દીધું છે. જેમાં બ્રાહ્મણ ક્ષત્રિય દરેક વર્ગની આ સમસ્યા હવે નથી.

સવાલ લોકોની વચ્ચે જાવ મોંઘવારી જેવી સમસ્યા આવે ? કેવી સમસ્યા આવે ?

જવાબ - અમને કોઈ એવી વાત નથી કરતા કે પ્રશ્ન કરતા નથી. અમારો કોઈ એવો પ્રશ્ન નથી કે અમારે ભાગવું પડે કે હેરાન કરે એવા ગામડાં નથી. આ બોરડી ગામ છે તો રોજકી ડેમ છે તો તેમને ઉપયોગી છે.

સવાલ - કેટલા માર્જિનથી જીતની આશા છે ?

જવાબ - 25 હજારની.

Last Updated : Nov 23, 2022, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.