રાજકોટ ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ત્યારે ભારત તેમજ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખેડૂતો ખેતી પર નિર્ભર જોવા મળી રહ્યા હોય છે. જેમાં હાલ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ઓ ચાલી રહી છે. જેમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 નો માહોલ છે. ત્યારે આ વખતે ખેડૂતોનો કેવો મિજાજ છે અને ખેડૂતો ખેતીને લઈને અને સરકારને લઈને શું કહે છે તે બાબતે ETV ભારત દ્વારા સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લા વિસ્તારના ખેડૂતોની મુલાકાતે પહોંચી હતી. ખેડૂતોએ આ વખતની ચૂંટણી અને ખાસ કરીને ખેતી તેમજ વર્તમાન સરકાર અંગે પોતાની વ્યથા ( Farmers of Rajkot Annoyed to BJP Government )વર્ણવી હતી.
આવક અને ખર્ચ પર શું બોલ્યાં રાજકોટના ખેડૂતો ( Farmers of Rajkot ) એ ETV ભારત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ખેતીમાંથી આવક વધી છે તો સામે ખર્ચ પણ ડબલ થયો છે. જેમાં હાલ ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )નો માહોલ છે. ત્યારે વીજળીના સમયમાં પણ વધારો થયો છે અને સમયસર અને પૂરતી વીજળી પણ દિવસ દરમિયાન આપવામાં આવે છે. જ્યારે ભૂતકાળની અંદર પૂરતી કે સમયસર અને ટાઈમ ટેબલ મુજબ વીજળી આપવામાં આવતી ના હતી. જેના કારણે ખેડૂતોને રાત્રી દરમિયાન પણ ખેતી માટે કામ કરવું પડતું અને ખેતી માટેના પાણીની વ્યવસ્થા માટે વીજળીની અછતને લઈને સમસ્યાઓ પણ ઉભી થતી.
સરકારની સહાય નહિવત ખેડૂતોએ જણાવ્યું હતું કે ભૂતકાળની અંદર ખેતીની જે આવક હતી. તેમના કરતાં વર્તમાન સમયની અંદર આવક વધી છે. પરંતુ ખાતરનો ભાવ, બિયારણનો ભાવ, મજૂરીનો ભાવ, ખેતી ખર્ચનો ભાવ સહિત અનેક વસ્તુઓનો ભાવ ( Rajkot Farmers )વધ્યો છે. ઉપરાંત જ્યારે આફત એટલે કે નુકસાની, અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી પરિસ્થિતિ આવે છે ત્યારે સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવે છે પરંતુ સહાય જેમને મળે છે. તેમને પણ નહિવત જેટલી મળે છે તો ઘણી જગ્યા ઉપર સહાય મળતી પણ નથી. ત્યારે ખેડૂતો સરકારની નીતિથી પણ નારાજ છે. જોકે આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ ચૂંટણીનો માહોલ છે. ત્યારે સરકાર ખેડૂતોને રાજી કરવા માટે અનેક પ્રકારની સુવિધાઓ વધારી રહ્યા છે. પરંતુ જેવી ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )પૂર્ણ થશે તેવું ફરી પુનરાવર્તન એટલે કે ખરાબ પરિસ્થિતિનું ( Farmers of Rajkot Annoyed to BJP Government )વાતાવરણ જોવા મળશે તેવું પણ ખેડૂતોએ મોંઢામોંઢ વાત કરતા જણાવ્યું છે.