સોજીત્રા: ગુજરાતમાં યીજનરી વિધાનસભણી ચૂંટણીમાં (Gujarat assembly elections in Gujarat) જીત મેળવવા માટે દરેક પાર્ટીએ પોતાની કમર કસી છે. ત્યારે આણંદ જિલ્લાની સોજીત્રા સીટ (Sojitra assembly seat) પર આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. સોજીત્રા વિધાનસભા સીટ અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના(indian national congress) 7 અને ભાજપના (bhartiya janta party) 4 ઉમેદવારો વિજયી બન્યા છે. ત્યારે આ વખતે જોવાનું રહ્યું કે કોણ બાજી મારે છે.
કોંગ્રેસના દબદબા વાળી સીટ: આણંદ જિલ્લાની સોજીત્રા બેઠક પર 1967 થી 2017 દરમ્યાન યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 7 અને ભાજપના 4 ઉમેદવારો વિજયી બન્યા હતા. 1967થી 1985 સુધી આ બેઠક પર કોંગ્રેસે પકકડ જમાવી રાખી હતી. જો કે ભાજપે 1985માં આ બેઠક પર પોતાના ઉમેદવારને જંગમાં ઉતાર્યા હતા. પરંતુ તે સમયે કોંગ્રેસનો વિજય થયો હતો. ત્યારબાદ 1990ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે આ બેઠક પર જીત મેળવી હતી. ત્યારબાદ 1995માં પણ ભાજપે સીટ જાળવી રાખી હતી. 1998માં ભાજપે આ બેઠક ગૂમાવી હતી. ત્યારબાદ 2002અને 2007માં પુન: આ બેઠક પર ભાજપનો કબજો રહ્યો હતો.
2017માં કોંગ્રેસે મામૂલી સરસાઈથી મેળવી જીત: 2012માં સોજીત્રા વિધાનસભા બેઠકમાં નવા સીમાંકન અંતર્ગત સોજીત્રા તાલુકો, તારાપુર તાલુકો અને પેટલાદ તાલુકાના સિલવાઇ, આમોદ, શેખડી, પંડોળી, નાર, સાંસેજ, રામોદડી, માનપુરા, માણેજ, ખડાણા, કાન્યા, દંતેલી, ભુરાકુઇ, સુંદરા, ધૈર્યપુરા, વડદલા અને ધર્મજનો સમાવેશ કરાયો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસે 162 મતની પાતળી સરસાઇથી બેઠક અંકે કરી હતી. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 2388 મતની લીડ સાથે બેઠક જાળવી રાખી હતી.
રાજકીય વિશ્લેષણ: જો કે ચૂંટણી વિશ્લેષણની દૃષ્ટિએ જોઇએ તો સોજીત્રા વિધાનસભાના મતદારોનો કાયમી ઝોક કોઇ એક પક્ષ તરફ હોવાનું ફલિત થતું નથી. આથી વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ બેઠક જાળવી રાખવા અને ભાજપ બેઠક અંકે કરવા જ્ઞાતિ સમીકરણો સહિતના અખતરા કરશેનું અનુમાન થઇ રહ્યું છે. જેમાં આપ પાર્ટીના ઉમેદવાર પણ મતદારોને પોતાની તરફે વાળવા પ્રયત્નશીલ બનશે તો ચૂંટણી જંગ ત્રિપાંખીયો બનશે.
ત્રીજા પક્ષની એન્ટ્રીથી બદલાઈ શકે છે સમીકરણ: સોજીત્રા વિધાનસભા બેઠક માટે આપ પાર્ટીએ મનુભાઇ રણછોડભાઇ ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા છે. ડીપ્લોમા મીકેનીકલ એન્જિનીયર મનુભાઇએ વિદેશમાં એન્જિનીયરીંગનો કોર્સ કર્યો છે અને 12વર્ષમાં દેશના વિવિધ રાજયોમાં નોકરી કરી છે. છેલ્લા 3 વર્ષથી આપ પાર્ટીના કાર્યકર તરીકે કાર્યરત મનુભાઇએ પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા તેમના સમર્થકોમાં આનંદ વ્યાપ્યો છે. તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સોજીત્રામાં રેલી સમયે આપ પાર્ટીના ઉમેદવાર, સમર્થકો સહિત મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. આ રેલીમાં લોકો સ્વેચ્છાએ મોટી સંખ્યામાં જોડાયા હોવાનું મનુભાઇએ જણાવ્યું હતું.
જિલ્લા પ્રમુખ ભાજપના ઉમેદવાર: આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ સોજિત્રા બેઠક પરથી ચૂંટણી લડતા હોય જેથી ચૂંટણી પ્રચાર માટે હાલ પૂરતા મુક્ત કરાયા છે.જેની જાણ પ્રદેશકક્ષાએ કરાયા બાદ મામલો ગરમાયો હતો અને પ્રદેશ કક્ષાથી તાત્કાલિક કાર્યકારી પ્રમુખ તરીકે મયુર સુથારની વરણી કરવામાં આવી હતી. આમ, માંડ 10 કલાકમાં આણંદ જિલ્લા ભાજપમાં બે વખત પ્રમુખનો ચાર્જ સોંપાયો હતો
સોજિત્રા બેઠકના લેખાં-જોખાં:
-વર્ષ 1967 ઉમેદવારનું નામ -પક્ષ- મેળવેલ મત- જીતની સરસાઈ, આઇ.સી.પટેલ- કોંગ્રેસ -27418- 10259, ડી.એમ.ચૌહાણ- સ્વદેશી -17159 સોજીત્રા બેઠક પર પ્રારંભથી ચૂંટણીઓમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો ચૂંટણી જંગ જોવા મળ્યો છે.
-1967માં કોંગ્રેસના ઉમેદવાર સામે સ્વદેશી મંચે ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જો કે આ જંગમાં કોંગ્રેસના ઉમેદવાર દસ હજાર ઉપરાંતની સરસાઇથી વિજેતા બન્યા હતા.
-વર્ષ 1972 ઉમેદવારનું નામ- પક્ષ- મેળવેલ મત -જીતની સરસાઈ, દાદુભાઇ સી.વાઘેલા -કોંગ્રેસ -22726- 4533 ઇન્દુભાઇ ચતુરભાઇ- પટેલ- એનસીઓ- 17193 આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દાદુભાઇ વાઘેલા સામે એનસીઓ તરફેથી ઇન્દુભાઇ ચતુરભાઇ પટેલે જંગમાં ઝૂકાવ્યું હતું.કોંગ્રેસના ઉમેદવારે 4533 મતોની સરસાઇ સાથે જીત મેળવી હતી.
-વર્ષ 1980 ઉમેદવારનું નામ -પક્ષ -મેળવેલ મત- જીતની સરસાઈ, શાંતાબેન યોગેન્દ્રકુમાર મકવાણા -કોંગ્રેસ(આઇ)- 34443 -26004 ગંગાબેન અમૃતલાલ વાઘેલા- જેએનપી(જેપી)- 8439, જીતની હેટ્રીક નોંધાવવાના ભાગરૂપે કોંગ્રેસ તરફથી મહિલા ઉમેદવારને ચૂંટણી લડાવવામાં આવી હતી. જેમની સામે જેએનપી તરફેથી પણ મહિલા ઉમેદવાર હતા. આ જંગમાં કોંગ્રેસના ઉમેદવારે 26 હજાર ઉપરાંત મતોની સરસાઇ સાથે જીત હાંસલ કરી હતી.
-વર્ષ 1985 ઉમેદવારનું નામ -પક્ષ -મેળવેલ મત- જીતની સરસાઈ, શાંતાબેન યોગેન્દ્રકુમાર મકવાણા -કોંગ્રેસ-41724-33470, જર્નાદન મધુસુદન પરમાર- ભાજપ- 8254 અગાઉની ચૂંટણીના વિજેતા મહિલા ઉમેદવારને આ વખતે પણ કોંગ્રેસે રીપીટ કરીને વધુ એકવાર જીત હાંસલ કરી હતી. જો કે આ ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપે પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા.
-વર્ષ 1990- ઉમેદવારનું નામ -પક્ષ- મેળવેલ મત- જીતની સરસાઈ, જર્નાદન મધુસુદનભાઇ પરમાર -ભાજપ 33290-1936, શાંતાબેન યોગેન્દ્રકુમાર મકવાણા- કોંગ્રેસ- 31354, વિધાનસભા-૧૯૯૦માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર સામે ભાજપના જર્નાદન મધુસુદન પરમારે 1936 મતોની સરસાઇ સાથે જીત મેળવી હતી.
-વર્ષ 1995 ઉમેદવારનું નામ -પક્ષ -મેળવેલ મત- જીતની સરસાઈ, ઇન્દ્રનાથ મધુસુદનભાઇ પરમાર- ભાજપ- 44502 -17137, શાંતાબેન યોગેન્દ્રકુમાર મકવાણા- કોંગ્રેસ 27365, સોજીત્રા બેઠક પર 1995ની ચૂંટણીમાં કોંગ્રેસ સામે ભાજપી ઉમેદવારે 17137 મતોની જંગી સરસાઇ સાથે વિજય મેળવ્યો હતો.
-વર્ષ 1998- ઉમેદવારનું નામ -પક્ષ -મેળવેલ મત- જીતની સરસાઈ, ભરતકુમાર યોગેન્દ્રભાઇ મકવાણા- કોંગ્રેસ- 35204 2008, ઇન્દ્રનાથ મધુસુદનભાઇ પરમાર- ભાજપ- 33196 , છેલ્લી બે ટર્મથી સોજીત્રા બેઠક પર ભાજપના વર્ચસ્વને ખાળવા માટે કોંગ્રેસે ઉમેદવાર તરીકે ભરતભાઇ મકવાણાને પ્રમોટ કર્યા હતા. જેઓએ 2008 મતોની સરસાઇ સાથે વિજય હાંસલ કર્યો હતો.
-વર્ષ 2002- ઉમેદવારનું નામ -પક્ષ -મેળવેલ મત- જીતની સરસાઈ, અંબાલાલ આશાભાઇ રોહિત- ભાજપ- 54721-12922, ભરતકુમાર યોગેન્દ્રભાઇ મકવાણા- કોંગ્રેસ- 41799 , સોજીત્રા બેઠક પર ચોકકસ જ્ઞાતિના મતદારોના વધતા જતા પ્રભુત્વને ધ્યાને લઇને 2002 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે અંબાલાલ રોહિતને જયારે કોંગ્રેસ તરફેથી ભરતભાઇ મકવાણાને રીપીટ કરાયા હતા. આ ચૂંટણીમાં ભાજપી ઉમેદવારે 12922 મતોની સરસાઇ સાથે જીત મેળવી હતી.
-વર્ષ 2007- ઉમેદવારનું નામ -પક્ષ -મેળવેલ મત- જીતની સરસાઈ, અંબાલાલ આશાભાઇ રોહિત- ભાજપ- 48636 - 5960, ભરતકુમાર યોગેન્દ્રભાઇ મકવાણા- કોંગ્રેસ - 42676,અગાઉની ચૂંટણીની સરખામણીએ 2007ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાનમાં વધારો થવા સાથે ભાજપ તરફી મતદાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આ ચૂંટણીમાં ભાજપી ઉમેદવારે 5960ની સરસાઇ સાથે જીત મેળવી હતી.
-વર્ષ 2012- ઉમેદવારનું નામ- પક્ષ- મેળવેલ મત -જીતની સરસાઈ, પુનમભાઇ મધુભાઇ પરમાર -કોંગ્રેસ- 65210 - 162 વિપુલભાઇ વિનુભાઇ પટેલ -ભાજપ- 65048 , 2012 માં કોંગ્રેસે ઉમેદવાર તરીકે પુનમભાઇ પરમાર અને ભાજપ તરફેથી વિપુલભાઇ પટેલ વચ્ચેની ચૂંટણી છેક સુધી રસપ્રદ બની રહી હતી. મત ગણતરી સમયે છેવટ સુધી કયા પક્ષના ફાળે જીત જશે તે કળી શકાતું ન હતું. જો કે આખરી રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારે 162 મતની પાતળી સરસાઇ સાથે જીત મેળવી હતી.
-વર્ષ 2017- ઉમેદવારનું નામ પક્ષ- મેળવેલ મત- જીતની સરસાઈ, પુનમભાઇ માધાભાઇ પરમાર- કોંગ્રેસ 72423 - 2388 વિપુલભાઇ વિનુભાઇ પટેલ -ભાજપ- 70035, ભરતભાઇ તળપદા -બીઓપી -1427, કમલેશભાઇ તળપદા- અપક્ષ- 868 સુનિલકુમાર જાની -અપક્ષ- 433