અમદાવાદ અમદાવાદ ગ્રામ્યની ધોળકા વિધાનસભા બેઠક ધોળકા વિધાનસભા બેઠક ( Dholka Assembly seat )ભાજપ છેલ્લા 10 વર્ષથી વિજય મેળવી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માં આમ આદમી પાર્ટી પણ મેદાને છે. જેથી ધોળકા વિધાનસભા ઉપર ત્રિપાંખીયો જંગ ( Big Fight Seat ) જામશે. જેમાં ભાજપ દ્વારા પોતાના અનુભવી ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ( Bhupendrasinh Chudasama )ને સાઈડ લાઈન કરીને નવા ઉમેદવાર કિરીટસિંહ ડાભીને જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને નવા ઉમેદવાર જાહેર કર્યા છે.
ધોળકા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધોળકા વિધાનસભા બેઠક ( Dholka Assembly seat )પર ભાજપ દ્વારા સિનિયર નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને સાઈડ લાઈન કરીને કિરીટસિંહ ડાભીને ટિકિટ આપી છે.જે વ્યવસાયે ખેડૂત અને જિલ્લા શિક્ષણ પંચાયત સમિતિ ચેરમેન પદે સેવા આપી રહ્યા છે. ભાજપમાં છેલ્લા ઘણા સમયથી સક્રિય કાર્યકર્તા હોવાથી તેમને આ વખતે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ( Bhupendrasinh Chudasama )ની જગ્યા તેમને ટિકિટ આપવામાં આવી છે.
ધોળકા વિધાનસભા બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર કોંગ્રેસ દ્વારા આ વખતે અશ્વિન રાઠોડને ટિકિટ આપવામાં આવી છે. ગત 2017 ચૂંટણીમાં તેમજ ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ( Bhupendrasinh Chudasama )સામે ખૂબ જ ઓછા મતથી હાર થઈ હતી જેના કારણે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર મજબૂત જણાતાં તેમની પર વધુ એક વખત વિશ્વાસ મુકવામાં આવ્યો છે. અશ્વિન રાઠોડ કોંગ્રેસમાં ઘણા સમયથી સક્રિય કાર્યકર્તા અને તાલુકા જિલ્લા કોંગ્રેસની અંદર પણ લાંબા સમયથી સતત સતત સક્રિય છે.
ધોળકા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર આમ આદમી પાર્ટી દ્વારા આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભા બેઠક ( Dholka Assembly seat ) પર જટુભાને ગોલ ટિકિટ આપવામાં આવી છે.જે રાજપૂત સમાજના અગ્રણી છે. ધોળકા અને બાવળા ગામ રાજપૂત સમાજના મતદારો વધારે હોવાથી ફાયદો થઇ શકે છે. જેના કારણે જટુભા ગોલ ટિકિટ આપવામાં આવી છે.
ધોળકા વિધાનસભા બેઠકનું મહત્વ ધોળકા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો આ વિસ્તાર ભાલ તરીકે ખૂબ જ જાણીતો છે. આ વિસ્તારમાં ડાંગર, ઘઉં અને જામફળ ખૂબ જ પ્રખ્યાત છે. ધોળકા બેઠક પરથી જ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ( Bhupendrasinh Chudasama ) રાજ્ય સરકારમાં શિક્ષણ પ્રધાનના પદ પર કામ કરી ચૂક્યા છે. ત્યારે બીજી તરફ આ વિધાનસભાની ( Dholka Assembly seat ) વાત કરવામાં આવે તો સમગ્ર ધોળકા તાલુકો તેમજ બાવળા તાલુકાના 12 જેટલા ગામ આ વિધાનસભામાં ઉમેરવામાં આવ્યા છે. આ બેઠક પર 2017 ની ચૂંટણીમાં અલગ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં પાટીદાર આંદોલન મોટા પ્રમાણમાં ચાલતું હતું તે સમયે ધોળકામાં દલિતો જમીનના અધિકાર માટે આંદોલનો ચાલ્યા હતાં. જેની આગેવાની પર જીગ્નેશ મેવાણીએ લીધી હતી. જેની અસરથી ભાજપને નુકસાન થતાં ખૂબ જ ઓછા માર્જિનથી જીત મેળવી હતી.
ધોળકા વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણ ધોળકા વિધાનસભા બેઠકના ( Dholka Assembly seat )જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર કોળી પટેલ દલિત અને ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે આ બેઠક પર 17.8 ટકા મતદારો કોળી સમાજ, કોળી પટેલ મતદારો 10 ટકા, પટેલ મતદારો 17.8 ટકા, દલિત મતદારો 15.3 ટકા, ક્ષત્રિય મતદારો 11.2 ટકા, મુસ્લિમ મતદારો ઠાકોર સમુદાયના 10.2 ટકા મતદાર માલધારી સમાજના 7.6 ટકા અને અન્ય સમુદાયના 9.30 ટકા મતદારો છે.
મતદારોની સંખ્યા ધોળકા વિધાનસભા બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો આ બેઠક ( Dholka Assembly seat )પર કુલ 2,53,620 મતદારો છે.જેમાં પુરુષ1,30,297 મતદારો અને મહિલા 1,23,321 મતદારો છે.જ્યારે અન્ય 2 મતદારો છે.
ધોળકા વિધાનસભા બેઠક પર 2017નું ચૂંટણી પરિણામ 2017 વિધાનસભાના પરિણામની ( Dholka Assembly seat ) વાત કરવામાં આવે તો ભાજપ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જ્યારે કોંગ્રેસે અશ્વિન રાઠોડને ટિકિટ આપી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડને 71,203 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ( Bhupendrasinh Chudasama )ને 71,530 મત મળતાં 327 મતથી જ વિજય થયો હતો.