ETV Bharat / assembly-elections

ભાજપે 'કમલ મહેંદી' થકી ચૂંટણી અભિયાન બનાવ્યું વધુ વેગવંતુ - મતદાન

ગુજરાતમાં ભાજપ ફરી એકવાર ભાજપ પોતાનું કમળ ખીલવવા મહેનત કરી રહી છે. હવે કમળ મહેંદી અભિયાન ('Kamal Mehndi' abhiyan ) હેઠળ મહિલા મતદારોને આકર્ષવા માટે નવું અભિયાન શરુ કરવામાં આવ્યું છે.જેમાં મહિલાઓ શામેલ થતી જોવા મળી રહી છે.મહિલા વોટર્સને (women voters) આકર્ષવા માટે ભાજપે આ વિશેષ અભિયાન શરુ કર્યું છે.પાછલા કેટલાક વર્ષોથી ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ દ્વારા કમલ મહેંદી અભિયાનની શરૂઆત કરાઈ છે.

ભાજપે 'કમલ મહેંદી' થકી ચૂંટણી અભિયાન બનાવ્યું વધુ વેગવંતુ
bjp-made-election-campaign-with-kamal-mehndi-more-momentum
author img

By

Published : Nov 25, 2022, 12:59 PM IST

જૂનાગઢ: ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) અંતર્ગત આગામી પહેલી તારીખે પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનો મતદાન યોજાવા જઈ રહ્યું છે.દરેક પાર્ટી દ્વારા ચૂંટણીમાં પ્રચાર માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. ભાજપ (bhartiya janta party) દ્વારા મહિલા મોરચાની ( women wing of BJP) અગ્રણી કાર્યકર બહેનો દ્વારા ગામડામાં મહિલા મતદારોને ભાજપ તરફી આકર્ષિત કરવા માટે કમલ મહેંદી અભિયાન ('Kamal Mehndi' abhiyan )શરૂ કર્યું છે.જેમાં મહિલાઓ શામેલ થતી જોવા મળી રહી છે.મહિલા વોટર્સને (women voters) આકર્ષવા માટે ભાજપે આ વિશેષ અભિયાન શરુ કર્યું છે

ભાજપે 'કમલ મહેંદી' થકી ચૂંટણી અભિયાન બનાવ્યું વધુ વેગવંતુ

કમલ મહેંદી અભિયાન: રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આગામી પહેલી ડિસેમ્બરના દિવસે યોજવામાં જઈ રહ્યું છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે નવતર પ્રયોગો પણ શરૂ કર્યા છે.મહિલા મોરચાની અગ્રણી મહિલા નેતા અને કાર્યકરો દ્વારા જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર કમલ મહેંદી અભિયાન શરૂ કરાયું છે. મતદાનના દિવસ સુધી પ્રત્યેક મહિલાના હાથ પર ભાજપનું ચૂંટણી પ્રતીક કમળ સતત હાજર રહે તે માટે ખાસ ચૂંટણીના દિવસોમાં કમલ મહેંદી અભિયાન શરૂ કરાયું છે.જેમાં મહિલાઓ પણ ઉમળકાભેર આવતી જોવા મળે છે.

મહિલા અગ્રણી નેતાઓ જોડાઈ અભિયાનમાં: ભાજપની મહિલા અગ્રણી ભાવના બહેન અજમેરા કમળ મહેંદી અભિયાનમાં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર આવતા અને ખાસ કરીને ગ્રામ્ય મતદારો ધરાવતા વિસ્તારમાં ફરી રહી છે.પાછલા કેટલાક વર્ષોથી ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ દ્વારા કમલ મહેંદી અભિયાનની શરૂઆત કરાઈ છે.જેના થકી પ્રત્યેક મહિલા સુધી ભાજપનું ચૂંટણી પ્રચાર પહોંચે અને મતદાન સુધી તેઓ ભાજપના ચૂંટણી પ્રતીકને પોતાની નજર સમક્ષ રાખે તેને લઈને આ મહા અભિયાન શરૂ કરાયું છે.

મહિલા મતદારોને આકર્ષવા માટે અભિયાન: અભિયાનમાં મહિલાઓ પણ જોડાઈ રહી છે જેનો ફાયદો ભાજપને આગામી વિધાનસભાના મતદાનમાં થઈ શકે છે. તે માટેની રણનીતિ સાથે મહિલા કાર્યકરો જિલ્લાની પાચ વિધાનસભા મત વિસ્તારના ખૂણે ખૂણામાં મહિલા મતદારો સુધી પહોંચી રહી છે. ઉલ્લેખનીય છે કે હવે મતદાનને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેવામાં અલગ અલગ અભિયાન દ્વારા ભાજપ ફરી એકવાર ગુજરાતમાં પોતાનું કમળ ખીલવવા માટે પ્રયાસરત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.