પોરબંદર: ગુજરાતની રાજનીતિમાં(Gujarat assembly elections) નવા સમીકરણો બની રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ટિકિટની વહેંચણીને લઈને ક્યારેક અવિશ્વાસ સર્જાતો હોય છે. ત્યારે ટિકિટ ન મળતાં નારાજ થયેલા કાંધલ જાડેજાએ NCPને(NCP MLA Kandhal Jadeja) અલવિદા કહી દીધું છે.
ક્યાંથી લડશે ચૂંટણી: પોરબંદરમાં મોટું માથું ગણાતા કાંધલ જાડેજા સતત બે ટર્મથી રાજકારણમાં સક્રિય છે. ગત ચૂંટણીમાં કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 2022ની ચૂંટણી માટે પણ કાંધલ જાડેજાએ NCPમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. જો કે NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતાં તેઓ પાર્ટીથી નારાજ થયા હતા. અંતે NCPમાંથી રાજીનામું આપી દીધું હતું. મળતી માહિતી અનુસાર સમાજવાદી પાર્ટીમાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે.
કોણ છે કાંધલ જાડેજા?: કાંધલ જાડેજાના સૌરાષ્ટ્રના દબંગ નેતા માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કાંધલ જાડેજાના માતા-પિતા ખૂબ મોટી નામના ધરાવે છે. કાંધલ જાડેજા રાણાવાવ-કુતિયાણા બેઠક પર હાલમાં ધારાસભ્ય છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર અગાઉ પણ તેમની માતા અને કાકા ધારાસભ્ય રહી ચુક્યા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત 2012માં NCPમાંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને 18 હજારથી વધુ મતોથી હાર આપી હતી.