અમદાવાદ: ગુજરાતની દરેક ચૂંટણીમાં મુસ્લિમ વોટ મોટો મુદ્દો હોય છે, ત્યારે આ વખતે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પક્ષ (Asaduddin Owaisi AIMIM party) મેદાનમાં ઉતર્યો છે. હવે ઔવેસી કેટલા મુસ્લિમ વોટ મેળવશે તે પણ એક સવાલ છે. હાલ 9 બેઠક પરથી ઉમેદવારોની નામ જાહેર કરવામાં આવ્યા છે.
મુસ્લિમોના હમદર્દ ઓવૈસી: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મુસ્લિમ વોટબેંકની ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસથી લઈને AAPમાં મુસ્લિમ સમર્થક બનવાની સ્પર્ધામાં છે. આ બધા વચ્ચે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ પોતાને મુસ્લિમોના અસલી હમદર્દ ગણાવી રહ્યા છે.
દલિત બહુમતી બેઠકો પર નજર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમ (AIMIM)ને પણ સંપૂર્ણ તાકાત મળી ગઈ છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે તે મુસ્લિમ બહુમતી બેઠકો સુધી મર્યાદિત રહેશે, પરંતુ હવે તેની નજર દલિત બહુમતી બેઠકો પર પણ છે. અમદાવાદની દાણીલીમડા અનામત બેઠક માટે પાર્ટીએ કૌશિકા પરમારને મેદાનમાં ઉતાર્યા છે.
30 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી: આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ ડઝનથી વધુ બેઠકો પર લડાઈ ચતુષ્કોણીય થઈ શકે છે. મુસ્લિમ બહુલ બેઠકો પર AIMIMના આગમનથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમીકરણ બગડતું જોવા મળી રહ્યું છે. દલિત બહુલ બેઠકો પર ઉમેદવારો ઉભા કરીને ભાજપનું ગણિત પણ બગડી શકે છે. AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીનું કહેવું છે કે તેમની પાર્ટી ગુજરાતમાં મુસ્લિમો, દલિતો અને આદિવાસીઓના પ્રભુત્વવાળી 30 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.
ભાજપ કોંગ્રેસ કેટલી બેઠક જીત્યા હતા?: દાનિશ કુરેશીએ જણાવ્યું હતું કે છેલ્લી ગુજરાત ચૂંટણીમાં, અનુસૂચિત જાતિ માટે અનામત 13 બેઠકોમાંથી ભાજપે સાત અને કોંગ્રેસે પાંચ બેઠકો જીતી હતી. એક બેઠક અપક્ષ જીતી હતી. અમદાવાદની જમાલપુર-ખાડિયા, સુરત પૂર્વ, લિંબાયત અને બાપુનગર, દરિયાપુર, વેજલપુર, માંગરોળ, કચ્છ- ભૂજ જેવી સીટો પર ઇલેક્શન લડવાના છીએ.
કોણ કયા ચૂંટણી લડશે
(1) જમાલપુર ખાડિયાથી સાબિર કાબલીવાલા
(2) દાણીલીમડા બેઠક પર કૌશિકા પરમાર
(3) સુરત પૂર્વ બેઠક પર વસીમ કુરેશી
(4) બાપુનગર બેઠક પર શાહનવાઝખાન પઠાણ
(5) લિંબાયત સુરત બેઠક પરથી અબ્દુલબશીર શેખ
(6) માંગરોળ બેઠક પરથી સુલેમાન પટેલ
(7) માંડવી મુન્દ્રા બેઠક પરથી એડવોકેટ મોહમ્મદ ઈકબાલ
(8) ભૂજ બેઠક પર શકીલ બાબાલ
(9) જામખંભાળિયા બેઠક પરથી યાકૂબ બાપુ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો અત્યાર સુધી મુસ્લિમ મતદારોની વોટબેંક કોંગ્રેસ પાસે હતી. હવે AIMIM ચૂંટણીમાં ઝંપલાવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસની જ વોટબેંક તૂટશે. કોંગ્રેસના ઉમેદવારને મત આપનાર મુસ્લિમ મતદાર હવે AIMIMના ઉમેદવારને જ મત આપશે. આમાં ભાજપને બહુ ઝાઝુ નુકસાન થાય તેમ નથી.