રાજકોટમાં ચેરપર્સન શીશપાલજીની અધ્યક્ષતામાં યોગશિબિર યોજાઇ - yoga camp in rajkot - YOGA CAMP IN RAJKOT
🎬 Watch Now: Feature Video
Published : Jun 16, 2024, 7:55 PM IST
રાજકોટ: 21 જૂન 'વિશ્વ યોગ દિવસ"ની ઉજવણી થવાની છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ યોગ દિવસ પ્રોટોકોલ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ બોર્ડના ચેરપર્સન શીશપાલજીની અધ્યક્ષતામાં આત્મીય યુનીવર્સીટી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આજે યોગશિબિર યોજાવામાં આવી હતી. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની ભેટ આપતી "સ્વયં અને સમાજ માટે યોગ" વિષય પર આધારિત આ યોગશિબિરમાં મોટી સંખ્યામાં યોગપ્રેમી નાગરિકોને જોડાયા હતા.
યોગબોર્ડના ચેરમેન શીશપાલજીએ જણાવ્યું છે કે, 21 જૂને વિશ્વ યોગ દિવસને પાંચ દિવસ બાકી છે, ત્યારે એ સંદર્ભે આજે રાજકોટમાં મોટી યોગ શિબિરનું આયોજન થયું છે. જેમાં બહોળી સંખ્યામાં લોકો સવારે પાંચ વાગ્યે આવ્યા છે. ઉદ્દેશ એકજ છે કે, લોકો યોગી બને અને નિરોગી બને. સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને.