વિશ્વ આદિવાસી દિનની ઉજવણીએ વાંકલ ગામે ઉમટ્યુ માનવ કિડયારૂ, જુઓ આકાશી દ્રશ્યો - world tribal day 2024 - WORLD TRIBAL DAY 2024
🎬 Watch Now: Feature Video
Published : Aug 10, 2024, 6:41 AM IST
સુરત: 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેને લઇને આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં આ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા પણ અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે સામાજિક સંગઠનો દ્વારા આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં માનવ કીડિયારું ઉભરાયું હતું. 12000થી વધુ લોકો ઉમટી પડતા સુરત જિલ્લા પોલીસે વ્યવસ્થા વધુ મજબુત કરી હતી. આ વિશાળ રેલીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં દૂર-દૂરથી આવેલા માનવ કિડયારૂ સમાન લાગી રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો ઉમટવાના કારણે વાંકલ - ઝંખવાવ માર્ગ જ બંધ કરી દેવાની ફરજ પડી હતી. DJના તાલે હાજર લોકો પરંપરાગત પોશાક પહેરી ઝૂમી ઉઠ્યા હતા. મોડી સાંજ સુધી ચાલેલી આ રેલી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેને લઇને સુરત જિલ્લા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.