ચાલતી ટ્રેનમાં ચડવા જતી એક મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાઈ, રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો વાયરલ - Surat train incident - SURAT TRAIN INCIDENT
🎬 Watch Now: Feature Video
Published : May 16, 2024, 2:09 PM IST
સુરત: ઘણી વખત લોકો ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશ કરે છે. અને થોડીક બેદરકારી ભારે પણ પડી શકે છે. ત્યારે આવી જ એક ઘટના સુરત રેલ્વે સ્ટેશન પર સામે આવી છે. સુરતના રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નબર 1 પર મરૂસાગર ટ્રેનમાં એક મહિલાએ ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશ કરી હતી. પરંતુ મહિલાએ સંતુલન ગુમાવતા તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પટકાઈ હતી. જો કે સદનસીબે ત્યાં હાજર લોકો અને પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન સ્ક્વોડના સીટી પુષ્પેન્દ્ર કુમારે મહિલાને ખેંચી લીધી હતી. જેથી મહિલાનો બચાવ થયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ટ્રેન ચાલુ થઇ ગયી હતી અને મહિલા દોડીને ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી હતી આ દરમ્યાન તે નીચે પટકાઈ હતી અને ત્યાં હાજર લોકો મહિલાને ખેચી લે છે અને તેનો બચાવ થાય છે.
થોડીક પણ ભૂલ ખુબ જ ભારી પડી શકે : ઉલ્લેખનીય છે કે ઘણી વખત લોકો રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં દોડીને ચડવાનો પ્રયાસ કરે છે, ત્યારે લોકોએ આવી બેદરકારી ના રાખવી જોઈએ. કારણ કે થોડીક પણ ભૂલ ખુબ જ ભારી પડી શકે છે, લોકોએ રેલ્વે સ્ટેશન ખાતે ખુબ જ તકેદારીઓ રાખવી જોઈએ જેથી કરીને આ પ્રકારની દુર્ઘટના ના બની શકે.