પાવાગઢ જૈન પ્રતિમા તોડફોડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, વલસાડ જૈન સમાજે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું - Pavagadh Jain statue vandalized - PAVAGADH JAIN STATUE VANDALIZED
🎬 Watch Now: Feature Video
Published : Jun 18, 2024, 8:10 PM IST
વલસાડ : પાવાગઢમાં જૈન તીર્થંકર પ્રતિમાની તોડફોડ કરી મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી. ગુજરાતભરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વલસાડ શ્રી સમસ્ત જૈન સંઘ દ્વારા મહારાજ સાહેબની આગેવાનીમાં દેરાસરથી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વલસાડ જૈન સમાજે સમગ્ર ઘટનાને વખોડી કૃત્ય કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે. આ તકે મહારાજ સાહેબે જણાવ્યું કે, કોઈપણ ધર્મમાં આરાધકો અને પૂજકો કંઈ પણ કરી છુટવા માટે તૈયાર હોય છે. પ્રતિમાના જતન માટે પૂજકો અને આરાધકો જેટલો ભોગ આપે એટલો ઓછો છે. કારણ કે તેમના માટે તે પ્રતિમા નથી હોતી, તે ભગવાન હોય છે.