મેડિકલ કોલેજમાં ફી ઘટાડાથી વાલી મંડલમાં રોષની લાગણી - fee reduction in medical college - FEE REDUCTION IN MEDICAL COLLEGE
🎬 Watch Now: Feature Video
Published : Jul 16, 2024, 10:35 PM IST
GMERS મેડિકલ કોલેજના ફી ઘટાડાને લઈને રાજકોટના વાલીઓમાં અસંતોષ જોવા મળ્યો છે. ગવર્મેન્ટ ક્વોટાની પહેલા ફી 3.30 લાખ હતી જે 5.50 લાખ કરાઈ હતી હવે એ જ ફી ઘટાડાના નામે 3.75 લાખ કરાઈ છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી 9 લાખ હતી જે વધારી 17લાખ કરાઈ હતી. હવે સરકારે આ ફી ઘટાડાના નામે 12 લાખ કરી છે. મૂળ ફીમાં જે વધારો કરવામાં આવ્યો છે તેની અંદર જ થોડો ઘટાડો કરતા વાલીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વાલીઓની માંગણી હતી જે મુખ્ય ફી હતી તે ફરીથી લાગુ કરવામાં આવે. રાજ્ય સરકારે ઘટાડાના નામે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે મજાક કરી છે. વાલીઓએ કહ્યુ કે, આવનારા દિવસોમાં ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.