વડોદરા લોકસભા બેઠક ઉમેદવાર હેમાંગ જોશીએ હનુમાનદાદાના દર્શન બાદ કર્યું મતદાન, આશીર્વાદ સમાન ગણાવી લાંબી લાઇનો - Gujarat Voting Day - GUJARAT VOTING DAY
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 4:52 PM IST
વડોદરા : લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વડોદરા ભાજપના લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી મતદાન પૂર્વે હરણી ભીડભંજન હનુમાનજીના મંદિરે પહોંચ્યા હતાં. દાદાના દર્શન બાદ વેમલી પ્રાથમિક શાળામાં મતદાન પોતાના ધર્મ પત્નીને સાથે રાખીને સામાન્ય માણસની જેમ જ કતારમાં ઊભા રહીને પોતાનો મતદાન કર્યું હતું. આ સમયે હેમાંગ જોશીને મતદાન મથક ઉપર કેટલાક લોકોએ મતદાન માટે નામ ન હોવાની ઉગ્ર રજુઆત કરી વિધાનસભામાં મતદાન આપ્યું હોવાનું જણાવ્યું હતું. અહીંયા કેટલાક લોકોને નામ જ ન હોવાની રજુઆત કરવામાં આવી હતી. જેથી હેમાંગ જોશીએ મતદારોને મદદરૂપ થવા માટે કાર્યકર્તાઓને જણાવ્યું હતું. પરંતુ કેટલાક મતદારોનું તો મતદાર યાદીમાંથી નામ જ લુપ્ત થઈ જવાના પણ બનાવો સામે આવ્યા હતા.છેલ્લા પોણા કલાકથી પ્રતીક્ષા કરતા વડોદરા લોકસભા ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીએ જણાવ્યું કે, લાંબી લાઈનો અમારા માટે આશીર્વાદ છે, ખૂબ સારી લીડથી જીતશું અને લોકસભા અને વિધાનસભા માટે મતદાન થતું હોવાથી થોડો સમય લાગી રહ્યો છે. મતદારો પણ પોતાની ફરજ નિભાવવા માટે તત્પર રહ્યા છે. મતદાન માટે એક વ્યક્તિનો નંબર આવતા બે બે કલાક જેટલો સમય લાગી રહ્યો છે પરંતુ મતદારો પોતાનો મતદાન કરીને જ પરત ફરશે તેવી આશા વ્યક્ત કરી હતી. વડોદરા લોકસભાની બેઠક વિવાદાસ્પદ હતી જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ રીપીટ કરવામાં આવ્યા હતાં. પરંતુ તેઓની ટિકિટ બદલીને માત્ર 33 વર્ષના યુવાન કાર્યકર એવા ડોક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલો થાળે પડી ગયો હતો. ત્યારે આજે રંજનબેન ભટ્ટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.