કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલે પોતાના નિવાસ સ્થાને રક્ષા બંધનના પર્વની ઉજવણી કરી - Rakshabandhan 2024 - RAKSHABANDHAN 2024
🎬 Watch Now: Feature Video
Published : Aug 19, 2024, 4:11 PM IST
સુરત: આજે શ્રવણ સુદ પૂનમ અને આ દિવસને સમગ્ર દેશના લોકો રક્ષાબંધનના પર્વ નિમિતે ઉજવણી કરી રહ્યા છે. દેશની બહેનો પોતાના ભાઈના ઘરે પહોંચી ભાઈની ક્લાઈ પર ભાઈની રક્ષા કાજે રાખડી બાંધી રહ્યું છે. ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના મંત્રી સી.આર પાટીલએ પણ પોતાના નિવાસ સ્થાને રક્ષા બંધનના પર્વની ઉજવણી કરી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલને તેઓની બહેનોએ કુમ કુમ ચાંદલો કરી રાખડી બાંધી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલએ જણાવ્યું હતું કે, રક્ષા બંધનના તહેવારનું દેશમાં અનેરું મહત્વ છે,જ્યારે બહેન રાખડી બાંધે ત્યારે તને પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું. બહેનને જ્યારે જરૂર પડે ત્યારે ભાઈ ઊભો રહે છે અને તેની જવાબદારી પૂર્ણ કરે છે. મહાભારતથી લઇને દરેક જગ્યાએ રાખડીનું મહત્વ છે એ આપણે વાંચ્યું છે.