ઓવિયાણ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક દીપડાઓએ દેખા દેતા લોકો ભયમાં મુકાયા - Leopards Spotted
🎬 Watch Now: Feature Video
સુરત :સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓવિયાણ ગામ પાસે બનતો એક્સપ્રેસ હાઈવે રોડ ઉપર કામ કરતા મજૂરોને એક સપ્તાહ પહેલા દીપડો જોવા મળ્યો હતો. ગત મોડી રાત્રે કામરેજ તાલુકાના ઓવિયાણ ગામથી પલસાણા તાલુકાના અંત્રોલી ગામ તરફ જવાના રોડ પર અલ્પેશભાઈ હિરાલાલ પરમાર એમના મિત્રો સાથે વાહનમાં જઈ રહ્યા હતા. ત્યારે ઓવિયાણ ક્રિકેટ ગ્રાઉન્ડ તરફથી અંત્રોલી ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ આવતા બે દીપડા જોવા મળ્યાં હતાં. અલ્પેશભાઈએ અંત્રોલી ગામના સરપંચ લાલુભાઈને જાણ કરતા લાલુભાઈએ ગામમાં ઘટનાની જાણ કરી હતી કે ગામના કોઈ પણ નાગરિકોએ ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ રાત્રીના સમયે ચાલવા જવું નહી. ત્યારબાદ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને દીપડા દેખાયા હોવાની જાણ કરવામાં આવી હતી. પલસાણા વનવિભાગના આર.એફ.ઓ અને કામરેજ તાલુકાના વનવિભાગના આર.એફ.ઓને જાણ કરી પાંજરુ મુકાવવા તજવીજ કરી હતી. સરપંચ વિકાસભાઈ રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી અમારા ગામ પાસે દીપડાઓ જોવા મળી રહ્યા છે. જેનેં લઈને ગ્રામજનોમાં ભય છે. વધુ એકવાર દીપડાઓ દેખાયા હતા. ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક દીપડાઓ દેખાતા ગામના યુવાનોને ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ન જવા પણ અપીલ કરાઇ છે.વન વિભાગની ટીમને પાંજરૂ મૂકવાની જાણ પણ કરવામાં આવી છે.